Get The App

પીઠ અને કમરને સુદ્રઢ, સુડોળ બનાવવાનો સરળ વ્યાયામ

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
પીઠ અને કમરને સુદ્રઢ, સુડોળ બનાવવાનો સરળ વ્યાયામ 1 - image

ઉંમર વધવા સાથે શરીરના સ્નાયુઓ નબળા પડે છે. ઘણા લોકોને મોટી ઉંમરે કમર અને પીઠના દર્દીની બીમારી સતાવે છે. આને લીધે તેઓ પોતાનું દૈનિક કામકાજ પણ બરાબર નથી કરી શકતા કેટલાક લોકો કમર અને પીઠના દર્દમાંથી છૂટકારો પામવા માટે એલોપેથીક દવાઓનો આશરો લે છે.પણ આ દવાની આડઅસર પતી હોવાથી તે વધુ પ્રમાણમાં લેવી હિતાવહ નથી. અમુક દરદીઓ વૈદ અથવા હકીમનો આશરો લેવાનું પસંદ કરે છે. પરંતુ આ દેશી દવાઓ કેટલા દિવસ લઇએ તેટલા જ દિવસ સુધી જ દર્દમાં રાહત મળે છે. અને જેવી દવા બંધ કરીએ કે તુરંત જ આ દર્દ ફરી ઊથલો મારે છે.

પણ પીઠના દર્દથી છૂટકારો પામવા માટે કેટલીક હળવી કસરતો મદદરૂપ બને છે. સંશોધનકારોએ વર્ષોની મહેનત બાદ આ કસરતો વિકસાવી છે.

પહેલા જમીન પર રૂમાલ કે સાદડી પાથરીને ઊપી હથેળી પર હડપચી ટેકવીને સુઇ જાવ હવે ધીમેથી ઊંડો શ્વાસ લો.

ખભા તથા હાથ સાથે માથું જમીનથી અઘ્ધર કરી અને શ્વાસ છોડો આ સ્થિતિમાં ચાર સેકન્ડ સુધી રહો અને ફરી પાછું માથું હાથ અને ખભા જમીન પર ઢાળી દો. આ કસરત દસ વખત કરવી.

હાથ સીધી દિશા તરફ રાખીને જમીન પર ઊંધા સૂઇ જાવ અને શરીર એકદમ ઢીલું મૂકી દો.

બંને આંખોને જમણા હાથ તરફ ફેરવી હવે જમણો હાથ, ડાબે પગ અને માથું એકી સાથે જમીનથી સઘ્ધર કરવા પ્રયત્ન કરો. ચાર સેકન્ડ સુધી આ સ્થિતિમાં રહ્યા બાદ ફરી પાછું મૂળ સ્થિતિમાં આવો આ કસરત પણ દસ વખત કરવી.

અગાઉની જેમજ જમીન પર ઊંધા સૂઇ જાવ હવે ધીમેથી બંને હાથ, બંને પગ તથા માથું જમીનથી અઘ્ધર કરવા પ્રયત્ન કરો આ સ્થિતિમાં આવ્યા બાદ ફક્ત પેટ અને ઉપરી જાંધ જ જમીન પર રહેશે ચાર સેકન્ડ સુધી આજ સ્થિતિમાં રહ્યા બાદ ફરી પાછા મૂળ સ્થિતિમાં આવો આ કસરત પાંચ થી દસ વખત કરવી.

ઉપર બતાવેલી કસરત પીઠ તથા કમરના દુ:ખાવામાં રાહત આપવા માટેની હતી. આ કસરત ખાલી પેટે કરવી જોઇએ એ વાત યાદ રાખશો.

કમર તથા પીઠને સુદૃઢ આકાર આપવા માટેની કેટલીક કસરતો નીચે મુજબ છે.

ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ગોઠણેથી પગ વાળીને ટટ્ટાર બેસી જાવ પગની એડીને હાથ અડાકાવો.

ધીરે ધીરે કમરેથી વળીને ગોઠણને માથું અડકાવવાની કોશિશ કરો. અહીં એ પાદ રહે કે આમ કરતી વખતે જાંઘનો ભાગ ઊંચો નીચો થવો જોઇએ નહિં. તે ઉપરાંત પેટ પણ બને તેટલું સંકોચવું. આ સ્થિતિમાં અનુકુળ હોય તેટલી વાર રહો. આ વ્યાયામ દસ વખત કરવી.

મૂળ સ્થિતિમાં આવ્યા બાદ હવે કમરેથી ન જતા ફત ખભા અને માથું નીચેની તરફ વાળવા કોશિશ કરો. આમ કર્યા પછી પેટને બને તેટલું સંકોચો અને હડપચીને શકય હોય એટલી અંદરની તરફ વાળવા કોશિશ કરો. આ સ્થિતિમાં પાંચ સેકન્ડ સુધી રહી ફરી પાછું મૂળ સ્થિતિમાં આવો આ કસરત નિયમિતરૂપે દસથી વીસ વખત કરવાથી પીઠનો ઉપલો ભાગ સુદ્ધ બને છે.

ગોઠણેથી વાંકા વળીને ટટ્ટાર બેસીને બંને હથેળીનો પાછલો ભાગ પીઠના નીચેલા ભાગ પર રાખો હવે ધીરે ધીરે કમરથી ડાબી બાજુએ વળવાની કોશિશ કરો, શકય હોય તેટલું વળ્યા બાદ ધીરે ધીરે મૂળ સ્થિતિમાં આવો એ પછી

જમણી તરફ વળો આ વ્યાયામ ત્રીસથી પચાસ વખત જો નિયમિતરૂપે કરવામાં આવે તો કમર પરની ચરબી જરૂર ઘટશે.

પગ રાખીને જમીન પર ટટ્ટાર બેસી જાવ.

હવે ધીમે રહીને બંને હાથ ઉપરની તરફ લઇને નજર પણ છત તરફ રાખો એ પછી હળવેકથી કમરથી નીચેની તરફ ઝૂકી માથું તથા બંને હાથ એકી સાથે નીચે વાળો ગોઠણ ઊંચા કર્યા વગર માથું ગોઠણને અડકાવો ત્રણ સેકન્ડ આજ સ્થિતિમાં રહ્યા બાદ મૂળ સ્થિતિમાં પાછા આવો. આ વ્યાયામ દસ વખત કરવો.

પગ લાંબા કરી જમીન પર ટટ્ટાર બેસો ત્યારબાદ બંને હાથ બાજુની તરફ ઊંચા કરો હવે કમરેથી ડાબી તરફ વળો આ વખતે બંને હાથ પણ સાથે જ વળવા જોઇએ એ પછી તુરંત જમણી તરફ વળો આ વ્યાયામ ત્રીસથી પચાસ વખત કરવાથી ખભા સુઢ બને છે ઉપરાંત કમર પરની ચરબી ઘટે છે. વ્યાયામ પૂરા થયા બાદ જમીન પર ચત્તા સૂઇ જાવ એ પછી ઘુંટણેથી પગ વાળીને બે હાથ વડે ઘુંટણ શકય હોય તેટલા પેટની તરફ ખેંચવા પ્રયત્ન કરો. આ ક્રિયા દરમિયાન ઊંડા શ્વાસોશ્વાસ લેવા આ વ્યાયામથી શરીરની થકાવટ દૂર થાય છે.