Get The App

''શિરોધારા'' શીરો ધારા આયુર્વેદની ઉત્તમ સારવાર

Updated: Jan 12th, 2026

GS TEAM

Google News
Google News
''શિરોધારા'' શીરો ધારા આયુર્વેદની ઉત્તમ સારવાર 1 - image

- આરોગ્ય સંજીવની

કોઈપણ વ્યક્તિ માટે તેના કેસ એ તેના સૌંદર્ય માટે ખૂબ જ અગત્યનું અંગ છે અને સૌંદર્યને નિખારવા માટે શિરો ધારા એ ખૂબ જ વિશિષ્ટ અનિવાર્ય આયુર્વેદની સારવાર પદ્ધતિ છે.

શીરોધારા એટલે શીર પર એક ધારી પ્રક્રિયાથી પાડવામાં આવતી ઔષધ સિદ્ધ તેલ કે તર્કની ધારા એટલે શિરો ધારા.

શીરો ધારા એ અનેક રોગોની એક માત્ર સારવાર સાબિત થઈ શકે છે આજકાલની દોડધામ ભરેલી અને તનાવગ્રસ્ત જિંદગીમાં તનાવ મુક્તિ માટે પણ શિરો ધારા એ એક રામબાણ ઈલાજ છે. આ ઉપરાંત વાળની દરેક પ્રકારની સમસ્યાઓમાં પણ શિરો ધારા એક ઉત્તમ સારવાર છે. માનસિક રોગના દર્દીઓ અને ડિપ્રેશનના દર્દીઓ હૈયાના રોગીઓ વાળની સમસ્યાના દર્દીઓ તેમજ જેમને માથામાં ખૂબ જ ખોડો રહેતો હોય તે તમામ દર્દીઓ માટે તેમજ જે લોકોને ગુસ્સો કે ચિંતા વધારે રહેતી હોય તેવા તમામ લોકો માટે પણ શિરો ધારા એ એક માત્ર વિકલ્પ છે. આ સિવાયના પણ સ્મૃતિમાંથી યાદશક્તિ ઓછી હોવી તેમજ જે લોકોને ગુસ્સો કે ચિંતા વધારે રહેતી હોય તેવા તમામ લોકો માટે પણ શિરો ધારાની સારવાર શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.

શિરોધારા એ એક એવી સારવાર છે કે જે માત્ર દર્દીઓ વચ્ચે કરાવી શકે તેવું નથી સ્વસ્થ સ્ત્રી કે પુરુષ પણ આ ચિકિત્સા પદ્ધતિનો લાભ ઉઠાવી શકે છે. આગળ મેં કહ્યું તેમ કોઈપણ તકલીફ ન હોય છતાં વાળનો જથ્થો વધારવા તેમજ વાળની ગુણવત્તા વધારવા તેમજ મોસ્યર વાળનો ચરકાત વધારવા મેળવી રાખવા માટે પણ શિરો ધારા એ આયુર્વેદમાં દર્શાવતો ઉત્તમ ઉપાય છે. આજકાલ મોટા મોટા બ્યુટી સેન્ટરોમાં મસ મોટી કિંમતો લઈ હેર સ્પા વાળ માટે પ્રોટીન થેરાપી વગેરે કરવામાં આવતી હોય છે જેની અસર પણ લાંબા સમય સુધી રહેતી નથી અને તેની કિંમત પણ મધ્યમ વર્ગના માનવીને પોસાય તેમ હોતી નથી તેથી આયુર્વેદમાં દર્શાવેલ શિરો ધારા આની એક એવી શ્રેષ્ઠ સારવાર છે અને આ સારવાર પછી વાળનું મોઈશ્ચર પણ લાંબા સમય સુધી જળવાઈ રહે છે. અને વાળને કેલ્શિયમ યુક્ત હાનિકારક પદાર્થોથી સળગતાથી બચાવી શકાય છે. શિરો ધારામાં જુદા જુદા તેલ ધુત કે ઔષધ યુક્ત કુવાત વગેરેનું મિશ્રણ બનાવીને જુદા જુદા રોગોમાં આ ઔષધ યુક્ત મિશ્રણથી આ શિરોધારા કરવામાં આવી હોય છે. શિરો ધારા એ એક એવી ચિકિત્સા પદ્ધતિ છે કે જેનું પરિણામ પણ ખૂબ જ ઝડપથી દર્દીઓ અનુભવી શકે છે. શિરોધારાની સમગ્ર પ્રક્રિયામાં એકથી દોઢ કલાકનો સમય થાય છે.

શિરોધારાની સારવાર એ વાળના તમામ રોગો પર ખૂબ જ સારું રિઝલ્ટ આપે છે વાળની અનેક સમસ્યાઓ જેવી કે વાળ ખૂબ જ ખરવા, વાળમાં ખોડો વાળની ઉંદરી હોવી કે વાળ ખૂબ જ બરછટ હોવા વગેરે તમામ સમસ્યામાં શિરોધારા ખૂબ જ ઝડપી પરિણામ આપે છે.

જે દર્દીઓને વાળ ખરવાની ખૂબ જ સમસ્યા હોય તેમણે વૈદની સલાહ મુજબ અને પોતાની પ્રકૃતિ અનુસાર ભૃંગરાજ તેલ ચંદન બલાલ લક્ષદી તેલ શિરો ધારા કરાવી જોઈએ.

જો વાળમાં ખોડો ડેનડ્રફ વગેરે હોય તો કરંજ તેલ લીંબજનું તેલ ધતુરા પ્રદા પ્રગાદે તેલનો ઉપયોગ શિરોધારમાં અવશ્ય કરવો જોઈએ.

જે દર્દીઓના વાળ સફેદ થઈ ગયા હોય તેમના શરીરમાં પીત વધી ગયેલ હોય છે તેથી આવા સમયે નિષ્ણાંતની સલાહ મુજબ પિત્ત સામક ઔષધ યુક્ત તેલ કે ધૃત દ્વારા શિરોધારા કરાવવાથી સફેદ થતા અટકાવી શકાય છે.

અનિંદ્રા ડિપ્રેશન કે જે લોકોને ખૂબ જ તનાવ રહેતો હોય તેમણે તેલથી શિરોધારા કરાવવાથી ખૂબ જ રાહત મળે છે. આવા રોગોમાં શિરોધારા ખૂબ જ અદ્ભૂત પરિણામ આપે છે. શિરોધારામાં સતત માથા પર ઔષધ સિદ્ધ તેલથી શિરોધારા સતત પડતી હોવાથી માથામાં લોહીનું પરિભ્રમણ ચાયું રૂપે થાય છે અને મગજમાં કોષોને પણ ખૂબ જ પોષક આપે છે જેથી ચિંતા તનાવ ટેન્શન ગુસ્સો વગેરે આ જેવા તનાવથી મગજ મુક્ત થાય છે જેથી દર્દીઓ અનિંદ્રાના રોગોથી વર્ષોથી પીડાતા હોય અને નિંદ્રા માટે ઊંઘની ગોળીઓ જેણે દરરોજ લેવી પડતી હોય તેવા દર્દીઓ ઉપર પણ શિરોધારાના અદ્ભૂત પરિણામો જોવા મળેલ છે. મારા અનુભવ પ્રમાણે ઘણાં બધાં અનિંદ્રાના દર્દીઓને ચાલુ શિરોધારા એ શિરોધારા ટેબલ ઉપર જ ઘસઘસાટ નિંદ્રામાં જતા જોયેલ છે.

શિરોધારામાં લગભગ ૯ થી ૧૦ આંગળની ઉંચાઈથી શિરોધારામાંથી તેલની ધારામાં મસ્તીક પર એકધારી પ્રક્રિયાથી પાડવામાં આવે છે અને આ દૂધથી કે તેલ ટેબલ નીચે રહેલા પાત્રમાં એકત્ર કરવામાં આવે છે જેને ફરી સુકાણું કરી વાપરવામાં તેના તે જ દર્દી માટે લઈ શકાય છે.

શિરોધારા દરમ્યાન ઠંડા પદાર્થોનું સેવન તેમજ માથાના ભાગે સ્નાન કરવું આયુર્વેદમાં નિષદ બતાવવામાં આવે છે.

બ્લડ પ્રેશર માનસિક રોગો તેમજ વાળના તમામ વિકારાઓમાં અદ્ભુત અને ઝડપી તેમજ ચમત્કારી પરિણામ આપતી શિરોધારાની સારવાર એ આયુર્વેદની એક ઉત્તમ ચિકિત્સા પદ્ધતિ છે તે વાતમાં બે મત નથી.

- જ્હાનવીબેન ભટ્ટ