Get The App

શરદ પુનમ અને દૂધપૌંઆ .

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
શરદ પુનમ અને દૂધપૌંઆ                             . 1 - image

ચાર મહિનાના વરસાદી  વાતાવરણમાં વાદળાં  જોડે સંતાકૂકડી રમતો ચંદ્ર શરદપુનમની રાત્રે - આપણા પર વાત્સલ્ય ઢોળવા થનગની રહ્યો હોય છે. શહેરની ચકાચોંધ  રોશનીમાં  ચંદ્રની  ચાંદનીનું  મહત્ત્વ આપણે  સાવ ભૂલી ગયા છીએ. હજુ  શરદતુમાં પિત્ત કે ગરમીનું પૂરેપૂરું શમન થયું નથી તેવા સંજોગોમાં  રાતની ઠંડકમાં  ખુલ્લા મેદાનોમાં ચાંદનીમાં  ફરવા  જવું અને દૂધપૌંઆ પર ચંદ્રનાં કિરણો  પડવા દીધા પછી આ દૂધપૌઆ ખાવાથી રહ્યાંસહ્યાં પિત્તનું શમન થાય છે. શ્રાદ્ધના લેખમાં આપણે ચોખા શ્રે કેમ છે તે  જાણ્યું. આ જ  ચોખાને શેકીને  બનાવેલા  પૌઆમાં  ભેજનું  પ્રમાણ ઓછું થઈ જવાથી વધુ સુપાચ્ય અને વધુ મીઠાશવાળા બને છે. (જે  રીતે ખાખરા, રોટલી કરતા વધુ  હળવા અને મીઠા  હોય છે) ચોખામાં જે જે ગુણ છે તે બધા પૌઆમાં  રહેલા છે, પણ પૌંઆને  ઉપર્યુક્ત બે ગુણે બોનસમાં  મળે છે.  કેટલીક વિદેશી કંપનીઓએ કોર્ન ફ્લેક્સ  (મકાઈના પૌઆ) બનાવીને જાહેરાતના બળ વડે આપણને દૂધ સાથે કોર્ન  ફ્લેક્સ ખાતા કરી દીધા   છે, પણ ભારત જેવા ગરમ પ્રદેશમાં પિત્તનાશક - ચોખાના પૌઆ  વધારે ફાયદો કરે છે. એટલું જ નહીં, મકાઈ કરતાં ચોખાના પૌંઆમાં કાર્બોહાઈડ્રેટ  અને  પ્રોટિન વધુ  પ્રમાણમાં  તેમ જ જલદીથી પચે તેવા શ્રે પ્રકારના હોય છે. ઘરે દાળિયા  નાખી  પૌંઆનો બનાવેલા ે ચેવડો  બ્રેડ, બટર અને પીત્જા  જેવા મેંદામાંથી બનતી વાનગી કરતાં શ્રે નાસ્તો  સાબિત થાય છે. વિદ્યાર્થીઓ  માટે તો તે વધુ  ઉત્તમ છે. જે બાળકોન ે દૂધ ન  ભાવતું હોય એમને  દૂધમાં  પૌંઆ  નાખીને  આપવા જોઈએ. ઘણા લોકોને એસિડિટી કે પિત્ત થતાં હોય, પરંતુ ચાની આદત છોડી શકતા નથી તેઓ પણ ચામાં પૌંઆ નાખીને ચાની ખરાબ અસર હળવી કરી શકે છે. પૌઆની વાનગીઓમાં  ચેવડો, બટાટાપૌંઆ  વગેરે જેવી જુદીજુદી  પૌઆની વાનગીઆ ે વિકસાવી સ્ત્રીઓએ  ઘરના  દરેક  સભ્યોને પૌષ્ટિક  આહાર આપવાનો   પ્રયત્ન કરવો જોઈએ. 

શરદપુનમની રાત્રે  ચાંદનીનાં કિરણોથી શક્તિક્ત - કરેલા દૂધ-પૌંઆ ખાવા વિશેષ ફાયદાકારક છે, કારણકે  સૂર્યનાં  પ્રખર કિરણોને ઝીલી લઈને ચંદ્ર જે શીતળ કિરણો મોલે છે તે ઔષધિ તત્ત્વયુક્ત હોય છે.  તદુપરાંત જ્યોતિષશાસ્ત્ર   અનુસાર  ચંદ્રને  મનનો  સ્વામી  કહ્યો છે. આ વાત પણ  તદ્દન  સાચી છે, કારણ કે  ચંદ્રનાં કિરણો માનસિક શક્તિ વધારે  છે.  દિવસ દરમિયાન  હળવો  ખોરાક લઈ અથવા પેટ ખાલી રાખી રાત્રે ચાંદનીનાં કિરણથી  શક્તિક્ત  કરેલા  દૂધપૌંઆ  મન પર વધુ સારી અસર કરે છે, મનોબળ  શરીરબળ  કરતાં વધુ શ્રે હોય છે. ગમે તેટલો શક્તિશાળી  પહેલવાન મનોબળ વિના હાર પામી શકે છે, જ્યારે  સૂક્લકડી પણ દઢ મનોબળવાળા ગાંધીજી સામે સશક્ત અંગ્રેજોએ હથિયાર હેઠાં મૂક્યા પડયાં હતાં, શરીરને પૃષ્ટ કે  તંદુરસ્ત  બનાવવા ઔષધિનો   ઉપયોગ કરીએ છીએ તે જ પ્રકારે માનસિક તંદુરસ્તી વધારવી હોય તો ચંદ્રકિરણો શ્રે ઔષધ પુરવાર થાય છે. દિવાળીનાં કામકાજ અર્થે જે પુરુષો ઘરે રાત્રે મોડા પહોંચતા હોય અને  ચાંદનીનો લાભ લેવા ન જઈ શક્તા  હોય તેઓ માત્ર  બે ક્લાક  સુધી  ચાંદનીનાં  કિરણોથી શક્તિકૃત કરેલા  દૂધ-પૌંઆ  રાત્રિના  ભોજન બાદ એક  ડેઝર્ટ  તરીકે  પણ ખાશ ે તો  તન, મન પર સુંદર  અસર થશે અને દિવાળીનાં  કાર્યો   કરવાની તેમની  શારીરિક શક્તિ અને માનસિક  ઉત્સાહમાં  અચૂક વધારો થશે.

સફેદ રંગ અને ચંદ્ર :  ચંદ્રનાં કિરણોનો ઉપરોક્ત ગુણધર્મ  રહેલો છે, તેવા જ  અન્ય ગુણધર્મ ચંદ્રના સફેદ રંગમાં રહેલા છે. સૂર્યનાં  કિરણો પીળાશ પડતા  રંગનાં  ગરમ  હોય છે, જ્યારે ચંદ્રના સફેદ રંગનાં કિરણો  ઠંડક્વાળાં  હોય છે. સૂર્યને જો  પીળા બલ્બની ઉપમા આપીએ તો  ચંદ્રને સફેદ ટયુબલાઈટ કહી શકાય. 

આ  સફેદ રંગ પણ અજબનો રંગ છે. ભીતર  સાત સાત  રંગ ભર્યા  પછી પણ કશા આડંબર વિના  શુદ્ધતા અને સાદાઈનો પ્રચારક રંગ છે. સફેદ રંગ કીટાણુઓનું અપાકર્ષણ કરે છે. આથી જ હોસ્પિટલમાં  પલંગની ચાદરો, નર્સનાં  કપડાં, ડોક્ટરના  એપ્રન સફેદ  રંગનાં હોય છે.  ફાઈવ સ્ટાર  હોટેલોમાં  રસોઈયાઓ સફેદ કોટ અને સફેદ ટોપી ફરજિયાત પહેરે છે. ખુલ્લા તડકામાં  વધુ  રહેવાનું  હોય તો પણ  સફેદ રંગનાં વસ્ત્રો   ઉપયોગી છે. કારણકે  સૂર્યપ્રકાશનાં કિરણોનું  પરાવર્તન  કરે છે, જેથી  ગરમીની અસર બિલકુલ ઓછી થાય છે. કોઈના મૃત્યુ પછી પ્રાર્થનાસભા  કે શોકસભા હોય ત્યારે સફેદ કપડાં પહેરી જવાનો  રિવાજ  છે  તે  પણ યોગ્ય જ છે, કારણકે  જેનું  મૃત્યુ  થયું  હોય  તેના  સ્વજનો શારીરિક કરતાં  ખાસ  તો માનસિક રીતે  ભાંગી પડેલા હોય છે  અને  ચંદ્રનો   માનીતો   સફેદ રંગ માનસિક સમતુલા  જાળવવામાં ખૂબ ઉપયોગી બને છે.  એક સર્વે પ્રમાણે સફેદ રંગની કાર ચલાવનારા કરતાં બીજા રંગોની કાર ચલાવનારાઓથી  એક્સિડન્ટ સૌથી વધારે થાય છે.

આપણી સંસ્કૃતિમાં રોજિંદા સામાન્ય વ્યવહારમાં સફેદ વસ્ત્રોનો   જ વધુ ઉપયોગ થતો હતો, જેમકે ધોતિયાં,  ઝભ્ભા,  બંડી, શરદ પુનમ અને દૂધપૌંઆ

પેટીકોટ  વગેરે સફેદ વસ્ત્રો  માનસિક   ઉશ્કેરાટને   શાંત કરવાની ક્ષમતા ધરાવે છે. જૈન સાધુ-સાધ્વીઓ  સફેદ વસ્ત્રોને  જ પ્રાધાન્ય આપે છે. ઇન્વર્ટ  કરેલા, ટાઈટ રંગીન  શર્ટ-પેન્ટ છોડી  સફેદ ઝભ્ભા-લેંઘા પહેરી  જોજો-જેલમાંથી છૂટીને  મોકળા મેદાનમાં ફરતા હોય  એવી  લાગણી થશે. ચંદ્રનાં  કિરણો સફેદ વસ્તુઓમાં  જલદી ભળી જઈ વધુ સારી  અસર ઊપજાવે છે. આથી  સફેદ દૂધ અને પૌઆમાં ચાંદનીનાં કિરણો  ભળી  જઈ  એક માનસિક   ટોનિક   સમાન બની જાય છે.

ટીનએજર્સમાં તહેવારનું આકર્ષણ જાળવવા ફ્લેવર્ડ પૌંઆનો ટ્રેન્ડ  

 શરદ પૂનમાં રાત્રીએ ગામડાંમાં અકબંધ રહેલી દુધ પૌંવા ખાવાની પ્રથા શહેરમાંથી લુપ્ત થવા આવી છે. શહેરના યંગસ્ટર્સને તહેવાર પ્રત્યેનું આકર્ષણ જળવાઈ રહે તે માટે પરંપરાગત ફુડને રીમિક્સ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં સાદા દુધ પૌંવાના બદલે વિવિધ પ્રકારની ફ્લેવર્ડવાળા દુધ પૌંવાનો નવો  ટ્રેન્ડ શરૂ થયો છે.  સાદા પૌંવામાં ફ્લેવર્ડ ઉમેરાતા હવે ગામડાંની જેમ શહેરના યંગસ્ટર્સ પણ દુધ પૌંવા ખાઈ રહ્યાં છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી શરદ પૂનમમાં ખવાતા સાદા પૌંવાના બદલે  ફ્લેવર્ડ પૌંવાનો ટ્રેન્ડ શરૂ થયો છે.  બે પેઢીથી કરિયાણા સાથે શરદ પુનમના પૌંવાનું વેચાણ કરતાં ભરત દોરાબદારૂવાલા કહે છે, શરદ પૂનમાં સાદા પૌંવાનું વેચાણ ઓછું થાય છે અને ગ્રાહકોને સતત કંઈક નવું જોઈએ છે.ગ્રાહકોની માગને સંતોષવા માટે અમે છેલ્લા કેટલાક વર્ષોથી પૌંવામાં વિવિધ પ્રકારની ફ્લેવર્ડ ઉમેરી તેનું વેચાણ કરીએ છે. દર વર્ષે અમે એકાદ નવી ફ્લેવર્ડનો ઉમેરો કરતાં રહીએ છીએ. સાદા પૌંવાના બદલે ફ્લેવર્ડ પૌંવાની ડિમાન્ડ પણ હવે ધીમે ધીમે વધી રહી છે. આ પહેલાં અમારા વડિલોએ ફ્લેવર્ડ વાળા પૌંવાનું વેચાણ શરૂ કર્યું હતું પંરતુ ત્યારે તેનું વેચાણ ઓછું થતું હતું. હવે ગ્રાહકોની ડિમાન્ડ વધતાં ફ્લેવર્ડ પૌંવાનું વેચાણ પણ વધી રહ્યું છે.

લોકોના જીભના ચટાકાના કારણે ફ્લેવર્ડ પૌંવાનું વેચાણ વધવા સાથે ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. સાદા પૌંવા જે ભાવે મળે છે તેના કરતાં ડબલ ભાવે ફ્લેવર્ડ પૌંવાનું વેચાણ થઈ રહ્યું છે. પરંતુ વિવિધ પ્રકારની ફ્લેવર્ડ હોવાથી લોકો આવા પૌંવા ખરીદતા અચકાતા નથી.