Get The App

સાથળને સુડોળ બનાવો .

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
સાથળને સુડોળ બનાવો                                    . 1 - image

આધુનિક મહિલાઓ પોતાના શરીરને સુડોળ બનાવવા માટે જાગૃત થઈ છે. ભલે પછી એ ખાવાની બાબતે હોય કે વ્યાયામની બાબતે. મોટાભાગની સ્ત્રીઓ આકર્ષક ફિગરની ઘેલછા ધરાવે છે અને એ માટે પૂરતા પ્રયત્નો કરે છે. શરીરને સુડોળ બનાવવામાં વ્યાયામ મહત્ત્વનો ભાગ ભજવે છે. કેટલાંક અંગો જેવા કે સાથળ, પેટ, નિતંબ વગેરે પર જામી ગયેલા ચરબીના થર વ્યાયામ દ્વારા ધીરે ધીરે દૂર કરી શકાય છે. જો તમારા સાથળ પર પણ ચરબીના થર જામી ગયા હોય તો ગભરાશો નહીં. કેટલાંક વિવિધ વ્યાયામ કરીને સાથળ પર જામેલી ચરબી તમે દૂર કરી શકો છો. જરૂર છે આત્મવિશ્વાસ અને નિયમિતતાની. અહીં  આપેલા વ્યાયામના  પ્રકારો કરીને તમે પણ તરવૈયાઓ જેવું સુડોળ  શરીર બનાવી શકો છો.

(૧) સૌપ્રથમ પીઠના બળે સૂઈને તમારી એડિઓને એક મજબૂત ખુરશી પર રાખો. ત્યારબાદ ગોઠણને નિતંબથી ઊંચા સીધા રાખો. એડી ગોેઠણથી થોડી ઊંચી રાખો. એડી પર જોર આપીને શરીરની પાછળનો નીચલો ભાગ થોડો ઉપર ઉઠાવો. હવે નિતંબની માંસપેશીઓ સંકોચતા બંને કૂલા જમીનથી થોડા ઉપર ઉઠાવો અને જમણો પગ સીધો કરો. આ વ્યાયામ સોળ વખત કરો અને ફરી ડાબા પગ સાથે આ પ્રક્રિયાનંઉ પુનરાવર્તન કરો.

(૨) તમારા પગનો ખુરશી સાથે ૪૫ં નો કોણ બને એ રીતે ખુરશીની એકબાજુ ઊભા રહો. બંને હાથો વડે ખુરશીના ઉપલા ભાગને પકડીને તમારા શરીરને આધાર આપો. હવે તમારો એક પગ બહાર કાઢો અને બીજા પગના પંજા પર જોર આપતાં એડી ઉંચી કરો. ગોઠણ સીધા રાખો.  આધાર માટે ગોઠણ જરાપણ વાળો નહીં. જેમ જેમ તમે પગ બહાર કાઢશો અને ઉપર ઉપાડશો તેમ તમને આધાર આપવાવાળા પગમાં ખેંચાણ અનુભવાશે. આ સ્વાભાવિક છે. પીઠ સીધી રાખવી. પીઠ વળે નહી તેનું ધ્યાન રાખવું.

આ પ્રક્રિયા આઠ વાર કરવી.

(૩) એક લાંબુ પગલું પાછળ લો. આગળના પગને જમીન પર પંજો સીધો સંકેત કરતો હોય એમ રાખો. શરીરને પાછળના પગ પર આધાર મળે એ રીતે ગોેઠણને વાળો. કમરને થોડી ઝુકાવો  જેથી શરીરનો ભાર આગળના પગ પર આવે. હવે બંને હાથોને આગળના સાથળ તરફ સીધા સામે ફેલાવો. અને ગોઠણ એટલા વાળતા જાવ કે સાથળ જમીનની લગભગ સમાંતરે આવી જાય. બાર વખત પગ આગળ કરી અને બાર વખત હાથ ફેલાવીને આ વ્યાયામ કરો અને પછી બીજા પગથી આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.

(૪) જમણી બાજુ પડખું ફેરવી સુઈ જાઓ. ડાબા હાથ અને હથેળીને સીધા શરીરની સામે રાખો. હવે ડાબા પગનો પંજો જમણા પગના ગોઠણની પાછળ રાખો. નિતંબને સમલંબ રાખો. જમણો પગ સીધો રહે તથા જમણા પગની એડી પંજાથી ઉપર રહે અને પંજો આંગળીઓ વડે જમીનને અડકતો રહે એ રીતે રાખો. નીચલો પગ ઉપર તરફ ઉપાડો અને પગ ઉપાડતી વખતે નિતંબના આધારે ઉપાડવો, બેસવું નહીં પ્રત્યેક પગથી આ વ્યાયામ સોળ વખત કરવો.