સવારની શરૂઆત થતી હોય છે સ્નાનથી, પરંતુ સ્નાન કર્યા પછી પણ આળસ રહે તો તેનો મતલબ સ્પષ્ટ છે કે તમારી સ્નાન પ્રક્રિયામાં કંઈક ઊણપ છે જે કારણથી તમે આખો દિવસ ચુસ્ત અને સ્ફૂર્તિલા નથી રહી શકતા.
સ્નાન પ્રક્રિયાને આનંદદાયક અને સ્ફૂર્તિદાયક બનાવવા માટે અરોમા થેરપિ કુદરતી જડીબુટ્ટી નીચોવીને બનાવેલાં સુગંધિત તેલોનું સંમિશ્રણ છે. જેના પ્રયોગથી શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે.
અરોમા થેરપિ લેવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી પડતી. આ તમને ઘેરબેઠાં જ સુગમ બની રહેશે. તે માટે તમારે લેવો પડશે પામોલિવ અરોમાં થેરપિ એનર્જી શાવર જેલ, જે આદું, ગ્રીન ટી અને ઓરેન્જયુક્ત હોય છે. તેનાથી સ્નાન કર્યા પછી તમારી સવાર ફૂલગુલાબી બની જશે કારણ કે તે તમારી સુસ્ત જ્ઞાાનેન્દ્રિયોને ઉત્તેજિત કરી તમને આખો દિવસ સ્ફૂર્તિલા બનાવી રાખશે.
આખા દિવસની દોડધામ પછી સાંજે શરીર થાકનો અનુભવ કરે છે જે માત્ર સ્નાનથી દૂર નથી કરી શકાતો. તે માટે જરૂરી છે પામોલિવ અરોમા થેરપિ એન્ટિ સ્ટ્રેસ શાવર જેલ કે જે લેવેન્ડર, યાંગયાંગ અને પચૌલી તથા ઓરેન્જયુક્ત હોય છે. આ જે શરીરની માંસપેશીઓને તાણરહિત કરી મનને શાંતિ પ્રદાન કરે છે અને ત્વચાને મુલાયમ બનાવે છે.
આ દિવસોમાં જેલમાં રહેલાં સુગંધિત તેલ તેમને નીચેના લાભ આપશે :
- લવેન્ડર : તમને તાણ, ચિંતા તથા ચીડિયાપણું, માથાનો દુખાવો અને માંસપેશીઓના દુખાવામાં રાહત આપશે.
- યાંગયાંગ : તાણ, પરેશાની અને ઉદાસીનતામાં તમને શાંતિ આપશે. અનિદ્રા અને બ્લડપ્રેશરમાં રાહત પ્રદાન કરી આખો દિવસ સ્ફૂર્તિ અને કોમળતાનો અનુભવ કરાવે છે.
- પચૌલી : ડિપ્રેશન દૂર કરશે અને ત્વચાને એન્ટિસેપ્ટિક તથા એસ્ટ્રિજેન્ટ લોશનનું કામ કરશે.
- સંતરા : શરીર અને મસ્તિષ્કને શક્તિ પ્રદાન કરશે, ભૂખ અને મેટાબોલિઝમને ઠીક કરશે. તમને ખુશમિજાજ બનાવી રાખશે.
- ગ્રીન ટી : મસ્તિષ્કને તંદુરસ્ત બનાવશે અને શરીરમાં પાણીના સમતોલનને જાળવી રાખશે.
- આદું : શરીરને યુવાન બનાવે. પાચનતંત્રને યોગ્ય રાખશે અને લોહી શુદ્ધિમાં મદદ કરશે.
પામોલિવ અરોમા થેરપિ એનર્જી અથવા એન્ટિ સ્ટ્રેસ શાવર જેલથી સ્નાન કરતાં પહેલાં તેને પાણીમાં બરાબર મિક્સ કરો પછી સ્નાન કરો. સ્નાન કરતી વખતે હળવા હાથ વડે શરીરની પણ માલિશ કરવી. તેનાથી તમે આખો દિવસ એક્ટિવ બની રહેશો. તમારાં અંગોને સ્ટ્રેચ પણ કરો. જેમકે હાથ પગને ઉપર તરફ લઈ જવા, આંખની ભ્રમરો ઉપરનીચે કરવી, મોંમાં હવા ભરવી અને કાઢવી, માથું અથવા ગરદનને ગોળાકારમાં ઘુમાવવું, પગ તથા એડીઓના સ્નાયુઓને મસળવા, આ બધું કરવાથી તમે સ્ફૂર્તિનો અનુભવ કરશો.
અરોમા થેરપિમાં મિશ્રણ કરવામાં આવેલા સુગંધિત તેલોનો ઉપયોગ પ્રાચીન સમયથી ભારત, ગ્રીક, રોમ અને મિસરમાં થતો રહ્યો છે. આજે પણ અરોમા થેરપિ પ્રચલનમાં છે.


