Get The App

સહિયર સમીક્ષા : લગ્ન પૂર્વે સેક્સ માણવાને કારણે મુશ્કેલી સર્જાય છે

- કામેચ્છા પેદા કરે એવી કોઈ ગોળી નથી

Updated: Nov 10th, 2020

GS TEAM

Google News
Google News
સહિયર સમીક્ષા : લગ્ન પૂર્વે સેક્સ માણવાને કારણે મુશ્કેલી સર્જાય છે 1 - image


તાજેતરમાં મારા પ્રેમી સાથે મેં શારીરિક સુખ માણ્યું હતું.   શું હું ગર્ભવતી બનું એવી શક્યતા છે?

તાજેતરમાં મારા પ્રેમી સાથે મેં શારીરિક સુખ માણ્યું હતું. જોકે અમે સમાગમ કર્યો નહોતો, પરંતુ મારા ગુપ્તાંગ નજીક તેનું વીર્ય સ્ખલન થયું હતું. જોકે મેં તરત જ મારા ગુપ્તાંગ ધોઈ નાખ્યા હતા. શું હું ગર્ભવતી બનું એવી શક્યતા છે?

એક યુવતી (ગુજરાત)

આશા રાખું છું કે અત્યાર સુધી તમને માસિક આવી ગયું હતું. પરંતુ તમે જે પરિસ્થિતિ વર્ણવી છે એમાં ગર્ભ રહેવાની શક્યતા છે. અને ગુપ્તાંગ ધોવાથી કોઈ ફાયદો થતો નથી. ભવિષ્યમાં આવું જોખમ ઉઠાવતા નહીં. નિરોધનો વપરાશ જરૂરી છે. તમારે તમારી મર્યાદા નક્કી કરવાની છે. લગ્ન પૂર્વે સેક્સ માણવાને કારણે મુશ્કેલી સર્જાય છે. આ વખતે તમે બચી ગયા હો તો બીજી વાર આવી તક મળે એ જરૂરી નથી. આથી ગર્ભ નિરોધક પદ્ધતિ વગર સેક્સ માણવું નહીં.

મારા લગ્નને ત્રણ વરસ થયા છે. મને સંભોગ કરવાની જોઈએ તેવી ઇચ્છા થતી નથી. આ કારણે હું મારી પત્નીને જોઈએ એવો સંતોષ આપી શકતો નથી. એને માટે કઈ દવા લેવી જોઈએ. એ બાબતે યોગ્ય સલાહ આપવા વિનંતી.

એક ભાઈ (મહેમદાવાદ)

કામેચ્છા પેદા કરે એવી કોઈ ગોળી નથી. કામેચ્છા મનમાં થવી જોઈએ. જોકે ડોક્ટરની સલાહ લઈ તમે દેશી વાયેગ્રાનો ઉપયોગ કરી શકો છો. પરંતુ ડોકટરની સલાહ વિના લેવામાં જોખમ છે. આ ગોળી કામેચ્છા વધારતી નથી. તેમજ સ્ખલન પર પણ તેની કોઈ અસર થતી નથી. અમુક દવાઓ લેતા હો તો આ ગોળી લેવી નહીં. દુનિયામાં કોઈ ગોળી એવી નથી જેની આડઅસર હોય નહીં. પાર્ટનરને સંતોષ આપવો હોય તો ઓરલ સેક્સનો ઉપયોગ થઈ શકે છે. 

મારો અવાજ સારો છે અને સ્કૂલમાં થતી સંગીત સ્પર્ધામાં મેં ઘણા ઇનામો મેળવ્યા છે. મારે સંગીતને કારકિર્દી બનાવવી છે. અને આ માટે હું મારા ભણતરનો ભોગ આપવા પણ તૈયાર છું. મારી ઉંમર ૧૪ વર્ષ છે. પરંતુ મારા માતા-પિતા આની વિરુદ્ધ છે. હું ભણવામાં પણ હોંશિયાર છું. યોગ્ય સલાહ આપવા વિનંતી.

એક યુવતી (મુંબઈ)

આ ક્ષેત્રમાં નામ મેળવવા ઘણો સંઘર્ષ કરવો પડે છે. પ્રખ્યાત સિંગિંગ ગુ્રપને મોટી કોર્પોરેટ કંપનીનું પીઠબળ મળે છે. તમારી ઉંમર હજુ ઘણી નાની છે. તમારી અતિશય મહત્વાકાંક્ષા જોઈ કોઈ તમારો ગેરલાભ ઉઠાવી શકે છે. સૌપ્રથમ તમારું ભણતર પૂરું કરો. સંગીતનું જ્ઞાાન મેળવવા આજે સંગીત પર આધારિત ઘણા રિયાલિટી શો છે જે તમારું કામ આસાન કરી શકે છે. આવા કોઈ રિયાલિટી શોમાં ભાગ લઈ તમારી ટેલન્ટના પારખા કરો. તમારા માતા-પિતા તમારા સપના તોડતા નથી. પરંતુ તમને વાસ્તવિકતાનું ભાન કરાવે છે. મુગ્ધાવસ્થામાં આવી અનેક મહત્વાકાંક્ષા ઉત્પન્ન થાય છે. આથી વડીલોની શિખામણ માની આગળ વધો.

હું ૨૨ વર્ષની છું. છેલ્લા પાંચ વર્ષથી એક યુવક સાથે મને પ્રેમ હતો. હમણા જ અમે કોર્ટ મેરેજ કર્યાં છે. પરંતુ ઘરવાળાના ડરથી અમે પોત-પોતાને ઘરે જ રહીએ છીએ. જોકે અમારા મળવા પર ઘરમાંથી કોઈ વિરોધ નથી. પરંતુ મારા પતિને એકાંતમાં મળતા મને ડર લાગે છે. આ કારણે તેઓ મારાથી દૂર થતા જાય છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક યુવતી (સુરત)

માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરનારા યુવક-યુવતીઓને આવી સમસ્યાનો સામનો કરવો પડે છે. હવે તમે પ્રેમી-પ્રેમિકા નહીં, પરંતુ પતિ-પત્ની છો આથી સાથે રહેવાનો માર્ગ શોધવો જોઈએ. તમારે તમારું ઘર વસાવવા તરફ વિચારવું જોઈએ. પહેલા આત્મ નિર્ભર બની ઘરની વ્યવસ્થા કરી. ઘરે લગ્નની વાત કરો. જોકે તમારા બન્નેને ઘરે તમારા હાળવા-મળવા પર વાંધો નથી તો પછી તમે લગ્નની વાત કેમ છૂપાવો છો? આ માટે કોઈ નક્કર કારણ છે કે પછી તમે ડરને કારણે જ આ વાત ગુપ્ત રાખી છે. પરિવાર સમક્ષ આડકતરી રીતે લગ્ન કરવાનો વિચાર જાહેર કરી તમે તેમનું મન શું છે એ જાણી શકો છો. 

- નયના

Tags :