Get The App

સહિયર સમીક્ષા - નયના

- હું 20 વર્ષની છું. મારી કોલેજમાં ભણતા એક યુવકે મિત્ર તરીકે સંબંધ રાખવાની વિનંતી કરી હતી જેનો મેં સ્વીકાર કર્યો હતો. આ કારણે લોકો સમજે છે કે અમે પ્રેમમાં છીએ. આ કારણે હું બદનામ થઈ રહી છું. મારે શું કરવું તે જણાવવા વિનંતી.

Updated: Oct 20th, 2020

GS TEAM


Google News
Google News
સહિયર સમીક્ષા - નયના 1 - image


હું ૨૦ વર્ષની છું. મારી કોલેજમાં ભણતા એક યુવકે મારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ મેં તેનો અસ્વીકાર કર્યો હતો. એ પછી એણે પ્રેમી નહીં તો મિત્ર તરીકે સંબંધ રાખવાની વિનંતી કરી હતી જેનો મેં સ્વીકાર કર્યો હતો. તે મારી સાથે કોઈ અણછાજતી છૂટ લેતો નથી. તેમજ મારી સાથે વધુને વધુ સમય પસાર કરવાના તે પ્રયાસ કરે છે. આ કારણે લોકો સમજે છે કે અમે પ્રેમમાં છીએ. આ કારણે હું બદનામ થઈ રહી છું. મારે શું કરવું તે જણાવવા વિનંતી.

એક યુવતી (અમદાવાદ)

સ્ત્રી-પુરુષ વચ્ચે મૈત્રી આજના જમાનામાં સામાન્ય છે. પરંતુ લોકોના મોઢા પર ગળણી બાંધી શકાતી નથી. આથી આ અફવામાંથી બચવા માટે તમારી પાસે એક જ માર્ગ છે કે આ યુવક સાથેની મૈત્રી ખતમ કરી દેવી. લાગે છે એ યુવકના મનમાં ઊંડે ઊંડે આશા છે કે તમે એનો પ્રસ્તાવ સ્વીકારશો. તે તમારા પ્રત્યેના પ્રેમની લાગણી દબાવી શક્યો નથી. અને તેને તેણે દોસ્તીનો નામ આપ્યું છે. આથી તેની સાથે સ્પષ્ટતા કરવામાં જ તમારી ભલાઈ છે. 

હું ૨૭ વરસની અપરિણીત મહિલા છું. ૧૧ વર્ષની હતી ત્યારે મારા સ્તનનો થોડો વિકાસ થયો હતો એ પછી વિકાસ થયો નથી. શું સ્તનોના ઉભાર માટે કોઈ ઉપાય છે ખરો? કોઈ વ્યાયામ કે માલિશ ઉપયોગી થઈ શકે છે? આ ઉપરાંત મને નીપલોમાં દુઃખાવો થાય છે. તેમજ યોનિમાં પણ માસિક દરમિયાન ખંજવાળ આવે છે. યોગ્ય ઉપાય સૂચવવા વિનંતી.

એક બહેન (સુરત)

તમે તમારું વજન જણાવ્યું નથી. તમારું વજન ઓછું હોય તો તમારા અવિકસિત સ્તનો પાછળ એ કારણ હોઈ શકે છે. યોનિમાં ખંજવાળનો પ્રશ્ન છે તો યોનિપટલ અખંડ હોય તો ઇન્ફેકશન થવાની શક્યતા ઓછી છે. તમારે ગરમ પાણી, સાબુ કે ડેટોલનો વપરાશ બંધ કરવો જોઈએ. માસિક દરમિયાન સેનેટરી નેપકિન્સના વપરાશમાં પણ ધ્યાન રાખવું જોઈએ. સ્તનોના વિકાસ માટે કોઈ દવા કારગત નીવડતી નથી. આથી તમારે પરિસ્થિતિ સાથે સમાધાન કરવું પડશે. તમે પેડેડ બ્રા પહેરી શકો છો. બ્રેસ્ટ ઇમ્પાન્ટેશનનો વિકલ્પ છે જેની હું સલાહ આપતી નથી. તમારી તકલીફ દૂર કરવા માટે કોઈ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. 

હું ૨૭ વરસની પરિણીત મહિલા છું. મારે બે સંતાન છે. બીજા સંતાનના જન્મ પછી મેં કોપર-ટી બેસાડી હતી એ પછી અચાનક જ મારું વજન વધવા માંડયું છે. મારે વજન ઉતારવું છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.

એક બહેન( મુંબઈ)

કોપર-ટી બેસાડવા અને વજન વધવા સાથે કોઈ સીધો સંબંધ નથી, પરંતુ આ પછી ગર્ભ રહેવાની ચિંતા દૂર થઈ જતા સ્ત્રીઓ સેક્સ બાબતે નચિંત થઈ જાય છે અને ઘણીવાર તેમનો ખોરાક પણ વધી જાય છે. આ કારણે વજન વધવાની શક્યતા છે. તમારે તમારા ડાયેટ પર નિયંત્રણ કરવાની જરૂર છે તેમજ વજન ઉતારવા તમે વ્યાયામનો આશરો લઈ શકો છો. કોઈ ડાયેટિશયનની સલાહ લઈ ડાયેટ નક્કી કરો તેમજ નિષ્ણાત વ્યાયામ પ્રશિક્ષક હેઠળ વ્યાયામ શરૂ કરો. તમારા ઘર નજીક આવેલા કોઈ જીમ કે યોગ ઇન્સ્ટિટયૂટમાં નામ નોંધાવી વ્યાયામ શરૂ કરો. ચાલવું, સાયકલ ચલાવવી કે દોરડા કૂદવા એ શ્રેષ્ઠ વ્યાયામ છે. 

હું ૧૮ વરસનો છું. હું ઘણો સંવેદનશીલ છું. મને રડવું પણ ઝડપથી આવે છે એથી મારા ભાઈઓ મને ખીજવે છે. આ ઉપરાંત મને બાળકો સાથે સમય પસાર કરવો ગમે છે. મારી આ સમસ્યા દૂર કરવાનો કોઈ ઉપાય દેખાડો.

એક યુવક (બીલીમોરા)

માનવીમાં લાગણીઓનો ભરપૂર ખજાનો છે. લોકો પ્રત્યેની કરૂણા અને સંવેદનશીલતા રડવા માટેનું કારણ છે. પુરુષ પણ રડી શકે છે. રડવામાં વાંધો નથી, પરંતુ એની અસર રોજિંદા જીવન પર પડે ત્યારે સમસ્યા સર્જાય છે. આથી તમારી લાગણીઓ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરો. બાળકો સાથે રમવાનો વાંધો નથી, પરંતુ પુખ્ત લોકોથી દૂર રહેવા માટે તેમને માધ્યમ બનાવો નહીં. તમારા ભાઈઓને તમારી કંપની જોઈતી હશે એટલે તેઓ તમને ચીઢવતા હશે. ટીકાઓનો સામનો કરી તેને દૂર કરવાનો પ્રયાસ કરો એનાથી દૂર ભાગો નહીં.

Tags :