અજમાવી જૂઓ .
- વેજીટેબલ કરી વધી હોય તો કરીનો ઉપયોગ બિરીયાની બનાવવામાં કરવો. પ્રેશરકૂકર પેનમાં ઘી લઇ તેમાં લવિંગ-તજ -કાજુ સાંતળી ચોખા નાખી હલાવી તેમાં બિરીયાનીનો મસાલો તથા આદુ-મરચાં મીઠું નાખી દહીં વલોવી કરીમાં ભેળવવું. ચોખા વઘારી તેમાં આ મિશ્રણ નાખી હલાવી પ્રમાણસર પાણી નાખી બે-ત્રણ સીટી મારવી.ભાત ને મુલાયમ , સફેદ તથા દાણેદાર બનાવવા ચોખાને થોડીવાર મીઠાયુક્ત પાણીમાં પલાળી રાખીને રાંધવા.
- લસણને થોડી વારગરમ પાણીમાં પલાળી રાખી કપડાથી હળવું રગડવાથી છોતરા આપોઆપ ઉખેડવા લાગે છે.
- ચોખાને દળતા પહેલા હળવા શેકવાથી આરામથી દળાય છે.
- જોડાનો ડંખ પડતો હોય તે ભાગ પર રૂ અથવા પાતળું સ્પંજ રાખી જોડો પહેરવાથી ડંખ નહીં પડે.
- બચેલા સાબુના ટુકડાને રાતના પાણીમાં પલાળી રાખવાથી સવારે લિક્વિડ શોપ તૈયાર થશે.
- કેળું છૂંદીન ેચહેરાપર લગાડવાથી ત્વચા ગ્લો મારે છે.
- લસણ, હળદર તથા ગોળ ત્રણે ખાંડી ગરમ કરી મૂઢ માર પર લેપ કરવાથી ફાયદો થાય છે.
- આદુ અથવા તુલસીના પાનનો રસ કાઢી તેમાં મધ ભેળવી રોજ પીવાથી શરદી, મંદાગ્નિ તથા અજીર્ણ મટે છે.
- અંાખમાં ધૂળ, કચરો પડવાથી થતી બળતરાથી છૂટકારો પામવા રોજ દીવેલ આંજવું.
- ઠંડીમાં શરીરે ખંજવાળ આવે તો નિવિયા ક્રિમ કે મોઇશ્ચરાઇઝર લગાડવું. એ બેમાંથી કાંઇ પણ ન હોય તો તેલ લગાડી દેવાથી રાહત થાય છે.
- એક બાલદી હુંફાળા બે ચમચી ખાવાનો સોડા ભેળવી સ્નાન કરવાથી શીળસમાં રાહત થાય છે.
- ચંદન પાવડર. હળદર અને પાણી ભેળવી પેસ્ટ બનાવી ખીલ પર લગાડવાથી ફાયદો થાય છે.
- લીંબુનું અડધિયું ચહેરા પર નિયમિત રગડવાથી ત્વચાનો ટોન હળવો થાય છે. લીંબુમાં કુદરતી જ બ્લીચના ગુણધર્મો રહેલા હોવાથી તે ત્વચાને નિખારવામાં ઉપયોગી થાય છે.
- મીનાક્ષી તિવારી