Get The App

નોકરી માટે બાયોડેટા તૈયાર કરવાની ટીપ્સ

Updated: Nov 21st, 2017

GS TEAM


Google News
Google News
નોકરી માટે બાયોડેટા તૈયાર કરવાની ટીપ્સ 1 - image

કહેવાય છે કે ફર્સ્ટ ઈમ્પ્રેશન ઈઝ લાસ્ટ ઈમ્પ્રેશન. તમે જ્યારે કોઈને મળો ત્યારે પૂરા આત્મવિશ્વાસ સાથે મળવું જરૃરી છે. પોઝિટિવ એટિટયૂડ પણ એટલું જ મહત્ત્વનું છે. સારી જોબ મેળવવા ઈન્ટરવ્યૂ જેટલો મહત્ત્વનો છે તેટલી જ અગત્ય ધરાવે છે બાયોડેટા. તેને સીવી અથવા તો રિઝ્યુમ પણ કહેવાય છે.  બાયોડેટા એટલે તમારી શૈક્ષણિક અને કરિયર સંબંધિત માહિતી, જે ટૂંકમાં અને મુદ્દાસર દર્શાવી હોય. આમ તો બાયોડેટા બનાવતાં સ્કૂલ અને કોલેજમાં શીખવવામાં આવે છે. જોકે તમારો બાયોડેટા અન્યથી અલગ હોય તે પણ જરૃરી છે. એટલે કે બાયોડેટાનું ફોર્મેટ અહીં ઘણું મહત્ત્વનું રહે છે.

આથી જાણવું જરૃરી છે કે બાયોડેટા કેવી રીતે બનાવવો અને તેમાં કઈ માહિતી લઈ શકાય. બાયોડેટા હંમેશાં સ્પષ્ટ ભાષામાં અને મુદ્દાસર જ હોવો જોઈએ. કંપનીના એચ.આર.ડિપાર્ટમેન્ટ પાસે તમારા બાયોડેટા પર નજર કરવા માટે ૧૨૦ સેકન્ડ જેટલો સમય જ હશે. મિત્રો પાસેથી કોપી કરવા કરતાં સારા ફોર્મેટમાં  યોગ્ય માહિતી આપવી.

* શૈક્ષણિક લાયકાત સૌ પ્રથમ દર્શાવવી.

* તમારી જે-તે વિષયસંબંધી યોગ્યતા દર્શાવવી.

* બને તો મહત્ત્વના મુદ્દાઓને બોલ્ડ કરીને દર્શાવવા.

* સાથે જીવનમાં  તમારો ઉદ્દેશ્ય શું છે તે જણાવવું.
નોકરી માટે બાયોડેટા તૈયાર કરવાની ટીપ્સ 2 - imageભણતર સિવાય અન્ય કોઈ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી હોય તો દર્શાવી શકાય.
શૈક્ષણિક યોગ્યતા અને સાથે કામનો અનુભવ ક્રમ અનુસાર જણાવવો.

એટલે કે, છેલ્લે કઈ જગ્યાએ નોકરી કરતા હતા તથા જોબ પ્રોફાઈલની વિગતો ટૂંકમાં જણાવવી. અભ્યાસક્રમ સિવાય અન્ય કોઈ ડિગ્રી કે સેમિનાર અટેન્ડ કર્યો હોય તે જણાવવું.
કેટલી ભાષાઓનું જ્ઞાાન છે તે માહિતી પણ અગત્યની છે.

જો તમે ક્ષેત્ર બદલવા માગતા હો જેમ કે, ફાઈનાન્સમાંથી સેલ્સમાં, તો તેનો ઉલ્લેખ ચોક્કસથી કરવો. સાથે એ પણ દર્શાવવું કે તમે દરેક પ્રકારના કાર્ય માટે અનુકૂળ છો.

વેતન માટે પણ નેગોશિએશન લખો જેથી યોગ્ય પ્રભાવ પડે.
વધારાની અને કામ સિવાયની માહિતીનો સમાવેશ ના કરવો.

તો આમ બાયોડેટા બીજા પાસેથી કોપી કરેલું એક ડોક્યુમેન્ટ નથી, પરંતુ તમારી કરિયર અને ભવિષ્યના પ્લાનિંગ માટે ખૂબ જ અગત્યનું માધ્યમ છે.


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Tags :