જાતીય જીવનને જોશીલું બનાવતા ઘરેલું ઉપચાર
દાંપત્યજીવનમાં જાતીયસંબંધોમાંની રસહીનતા થી માનસિક તાણ અનુભવાતી હોય છે. આ એક એવી સમસ્યા છે કે જેની જાહેરમાં ફરિયાદ કરી શકાતી નથી અને પતિ-પત્નીની 'ન કહેવાય અને ન સહેવાય' એવી પરિસ્થિતિ ઊભી થાય છે.
પરંતુ જો પતિ-પત્ની સમજીને પોતાના જીવનમાંથી આ સમસ્યા દૂર કરવાના ઉપાય કરે તો દાંપત્યજીવનનો ભરપૂર આનંદ માણી શકાય છે. અહીં આ પ્રકારની સમસ્યા દૂર કરવાના હેતુ ઘરગથ્થુ ઉપચાર આપવામાં આવ્યા છે.
*૨૦૦ મિલી. ગાયના દૂધમાં એક ચમચો મધ ભેળવી ખાવાથી વીર્યની ઊણપ દૂર થાય છે.
*૧૫ ગ્રામ સફેદ મૂસળીની જડને એક કપ દૂધમાં ઉકાળી દિવસમાં બે વાર નિયમિત સેવન કરવાથી નપુસંકતા અને શીઘ્રપતનથી છૂટકારો મળે છે.
*લસણને જાતીય સંબંધની કમજોરી દૂર કરવામાં ઉપયોગી માનવામાં આવે છે. લસણની બે-ત્રણ કળી રોજ ખાવાથી સેક્સની ક્ષમતા વધે છે.
*શિયાળામાં એટલે કે ઠંડીના દિવસોમાં સવારે બે-ત્રણ ખજૂર ઘી માં સાંતળી નિયમિત ખાવા.
*એક ગ્રામ જાયફળનો ભૂક્કો પાણી સાથે ફાકી જવાથી સેક્સ ક્ષમતામાં વધારો થાય છે.
*યોનિ સંકોચનની તકલીફ હોય તો તજ, જાયફળ અને ફટકડી એક સાથે વાટી તેની ગોળી બનાવી રાતના સૂતી વખતે યોનિમાં રાખવી.
*આમળાનું ચૂરણ ૫-૧૦ ગ્રામ જેટલું મધ તથા ઘી સાથે ભેળવી સવારે નિયમિત ચાટવું.
*સુકા બે-ચાર અંજીરને સવાર-સાંજ દૂધમાં પલાળી ખાવા અને ઉપરથી એક કપ દૂધ પીવું.
જાતીય આવેગ વધારતો આહાર
પાલક તેમજ અન્ય પાંદડાયુક્ત ભાજી
વિટામિન ઇ તેમજ મેંગેનિઝ અને ઝિંકથી ભરપૂર હોય છે. વિટામિન ઇ ના સેવનથી સેક્સ હોર્મોન્સ ક્રિયાશીલ થાય છે. તો મેંગેનિઝ મહિલાઓમાં એસ્ટ્રોજનનું પ્રમાણ વધારે છે. અને ઝિંક મહિલા અને પુરુષ બંનેમાં સેક્સની ઇચ્છા વધારવામાં સહાયક બને છે.
જૈતૂનનું તેલ
તેનાથી ટેર્સોસ્ટેરોનનું સ્તર વધે છે, જેથી સેક્સની ઇચ્છા વધે છે.
મસાલા
આદુ, મરી, લાલ મરચું તથા અન્ય મસાલા રક્ત પ્રવાહને વધારીને હોર્મોન્સના સ્તરના પ્રમાણમાં વધારો કરે છે. રક્તપ્રવાહ વધવાથી સેક્સ પાવર વધે છે.
નટ્સ
દરેક પ્રકારના નટ્સ સેક્સ ક્ષમતાને વધારે છે.
ચોકલેટ
ડ્રાય ચોકલેટ સેક્સ ઇચ્છાને વધારે છે કારણ કે તે મૂડ બસ્ટર્સ છે અને તાણ ભગાડી સેક્સ લાઇફ સુધારે છે.
ફળ
લગભગ મોટાભાગનાં ફળ સેક્સ બૂસ્ટર્સ હોય છે પરંતુ, બ્લેક કરન્ટ અને સ્ટ્રોબેરીમાં વિટામિન સી સૌથી વધુ માત્રામાં હોય છે. જે જાતીય અવયવોને હેલ્ધી અને સ્વસ્થ રાખે છે.
કેળા
વિટામિન બી થી ભરપૂર કેળા શક્તિવર્ધક છે અને જાતિય આવેગ વધારવાનો ઉત્તમ આહાર છે.
- સુરેખા
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar