Get The App

આકર્ષક, સેક્સી લુક મેળવવા...

Updated: Oct 3rd, 2017

GS TEAM


Google News
Google News

મેકઅપની ટેક્નિકની વાત કરતી વખતે કેટલીક ટિપ્સ આપવામાં આવી, જેમાં સૌપ્રથમ એ હતી કે મેકઅપ કરતાં પહેલાં એક કાગળ પર ચહેરાની ફિગર ડ્રો કરીને એના પર મેકઅપ કરીને જોવામાં આવે કે તમારા ચહેરા પર આ મેકઅપ કેવો દેખાશે.

આકર્ષક, સેક્સી લુક મેળવવા... 1 - imageઆજના સમયમાં બ્રાઈડલ  મેકઅપ હોય કે કોઈ ફિલ્મી હસ્તીનો મેકઅપ, ફેશન વર્લ્ડ હોય કે પછી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી, મેકઅપ દ્વારા નિતનવા પ્રયોગો કરવામાં આવી રહ્યાં છે. આવું એટલા માટે, કારણ કે વરરાજા-નવવધુ, મોડલ, ફિલ્મ સ્ટાર બધાને જ કેમેરાનો સામનો કરવાનો હોય છે.

કેમેરા કોઈને છોડતો નથી. ચહેરાનો નાનામાં નાનો ડાઘો, કરચલીઓ, રેખાઓ બધું જ કેમેરામાં કેદ થતું જોવા મળે છે. એટલા માટે એ જરૃરી બની જાય છે કે મેકઅપ ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યો હોય, જેથી કેમેરાની સામે, જેનો ફોટો પડદા પર આવવાનો હોય કે ફોટોગ્રાફના સ્વરૃપમાં, તે એકદમ જીવંત અને આકર્ષક દેખાય.

આ વાતની ખાતરી પૈનાશ ૨૦૧૧માં નવી દિલ્લીમાં યોજાયેલા એક સેમિનારમાં આવેલા નેધરલેન્ડના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનારા મેકઅપ આર્ટિસ્ટે કરી. એમણે કહ્યું કે મેકઅપનો હેતુ સુંદરતાને આકર્ષક બનાવવાનો અને એના લેવલને વધારવાનો હોય છે.

ભારતમાં સફેદ, કાળી, શ્યામવર્ણી તેમજ ઘઉંવર્ણ રંગની ડાઘાવાળી, નિસ્તેજ, શુષ્ક ઘણા પ્રકારની ત્વચા જોવા મળે છે. એવામાં નવી ટેક્નિક એર બ્રશથી સ્પ્રિંકલ પદ્ધતિ દ્વારા કરવામાં આવેલો મેકઅપ ખરેખર નવવધૂને નવો લુક આપવામાં મદદરૃપ બને છે.

મેકઅપની ટેક્નિક

લગ્નના દિવસે દરેક નવવધૂ લુક મેળવવાની  ઈચ્છા ધરાવતી હોય છે. એવામાં એર બ્રશથી કરવામાં આવેલો મેકઅપ ઈનચાન્ટેડ જ્વેલ લુક આપવામાં ટ્રેન્ડ સેન્ટર બની જાય છે. પારંપારિક વિધિ દ્વારા કરવામાં આવેલા મેકઅપથી અલગ એવા એર બ્રશ મેકઅપની રીત આધુનિક અને ઉત્તમ છે. એમાં ચહેરા પર એર બ્રશ દ્વારા એક મિસ્ટ સ્પ્રે કરવામાં આવે છે, જેથી ચહેરા પર કરવામાં આવેલું ફાઉન્ડેશન, પાઉડરનો મેકઅપ એકદમ વ્યવસ્થિત રહે અને લાંબા સમય સુધી જળવાઈ રહે.

મેકઅપની ટેક્નિકની વાત કરતી વખતે કેટલીક ટિપ્સ આપવામાં આવી, જેમાં સૌપ્રથમ એ હતી કે મેકઅપ કરતાં પહેલાં એક કાગળ પર ચહેરાની ફિગર ડ્રો કરીને એના પર મેકઅપ કરીને જોવામાં આવે કે તમારા ચહેરા પર આ મેકઅપ કેવો દેખાશે.

ફાઉન્ડેશનની પસંદગી

કાગળ પર હડપચીથી લઈને માથા સુધી બેઝના સ્વરૃપમાં ફાઉન્ડેશન લગાવીને એ જોવામાં આવે છે કે ક્યા રંગના ફાઉન્ડેશનથી ચહેરો ખીલશે. પછી જે ફાઉન્ડેશન ચહેરા પર જયે એને ફાઈનલ કરી દેવામાં આવે છે.

ફાઉન્ડેશનના કલરની પસંદગી દિવસે કરો. એવું એટલા માટે કે એક તો ફંક્શન દરમિયાન આખો દિવસ અજવાળામાં રહેવાનું. બીજું એ કે જો કેમેરાની સામે હો તો પણ બેબી લાઈટ્સ, મલ્ટિ ૧૦, મલ્ટિ ૨૦ અને તમારા પ્રસંગ અનુરૃપ કોણ જાણે કેટકેટલીય લાઈટ્સ ઉપયોગમાં લેવામાં આવી હોય તો ચહેરો વ્યવસ્થિત લાગશે અને ફોટો સારો આવશે.

ક્લીંઝરથી ચહેરો સાફ કર્યા પછી ફાઉન્ડેશન આંગળઓના ટેરવા પર અથવા સ્પંજથી ચહેરા પર લગાવો. કાન પર, કાનની નીચે  અને ડોક પર લગાવવાનું ભૂલશો નહીં. તે પછી કન્સીલરનો ઉપયોગ જરૃર કરો.

ઈનચાન્ટેડ જ્વેલ લુક માટે ચહેરાના બધા લુક્સ, જેમકે ઉપસેલો ભાગ, કરચલીઓ, મોટું નાક તેમજ ચહેરાના કદરૃપા ભાગને કન્સીલર લગાવીને વ્યવસ્થિત રીતે છુપાવી દો. કન્સીલરનો અર્થ અને હેતુ છુપાવવું જ છે.

બજારમાં ઈ પૂલ કન્સીલર પેલેટડ ૫ કલરમાં રૃા.૧,૨૬૫, કન્સીલર રિફિલ રૃા.૨૧૫ અને લિકવિડ કન્સીલર રૃા.૩૫૦માં મળી જાય છે.

છેલ્લાં ૩૫ વર્ષોથી અમેરિકાના કેલિફોર્નિયામાં બ્યૂટિપાર્લર ચલાવતી અવિનાશ લાલીનું માનવું છે કે મેકઅપ શરૃ કરાવતાં પહેલાં સૌથી જરૃરી બાબત એ છે કે, જે મેકઅપ કરાવી રહ્યા હોય, તે એકદમ રિલેક્સ હોય. એને કોઈ તાણ કે ચિંતા ન હોય.

બ્લશરનો ઉપયોગ ટેમ્પલ બોનથી ઉપરની તરફ કરો. જો ગોલ્ડન ઓલિવ ફાઉન્ડેશન લગાવ્યું હોય અને ડ્રેસનો રંગ લાલ અને લીલો હોય, તો એવામાં બ્લશર રેડ અને પિંકનું મિક્સર થઈ શકે છે. જોકે જે વસ્ત્રો પહેર્યાં હોય તેને અનુરૃપ જ બ્લશરનો ઉપયોગ કરવામાં આવે, તો વધારે સારું પરિણામ આપશે.

મેકઅપનો ફંડા

મેકઅપનો એક બીજો ફંડા છે લિક્વિડ ફાઉન્ડેશન અને પાઉડરનો રંગ એકસરખો હોય. સ્કેનડોર સૌંદર્યપ્રસાધનોમાં ટ્રેન્ઝલૂસન્ટ પાઉડર, ટ્રેન્ઝલૂસન્ટ એકસ્ટ્રા ફાઈન, ગોલ્ડ રિફલેક્ટિંગ પાઉડર, શિમરિંગ કોમ્પેક્ટ બધા જ યોગ્ય કિંમતે મળી રહે છે.

જ્યારે વાત ઈનચાન્ટેડ જ્વેલ લુક માટેની થતી હોય, તો આઈ મેકઅપમાં શાઈની ઈફેક્ટ, મેટાલિક ઈફેક્ટ તેમજ જૂઈલ ઈફેક્ટ માટેના આઈશેડો ઉપલબ્ધ છે. આઈ મેકઅપ માટે સૌથી પહેલાં ઉપર હળવું ફાઉન્ડેશનનું પડ પછી હાઈલાઈટર જેવા સિલ્વર શેડ લગાવી શકાય છે. સૌથી પહેલાં લાઈટ કલરનો આઈશેડો લગાવો. ડાર્ક આઈશેડો આઈલેશીઝ (પાંપણ)ની એકદમ નજીક લગાવો, એવું મેકઅપ આર્ટિસ્ટ સર રોનનું કહેવું છે, કારણ કે એનાથી ફોટોગ્રાફીમાં સારો લુક આવે છે.

આજકાલ બજારમાં બનાવટી પાંપણો સરળતાથી મળી જાય છે, પરંતુ તમારી કીકીના કલરને ધ્યાનમાં રાખીને તેની પસંદગી કરો અને બંને હાથ વડે પ્લકરની મદદથી એને આંખ પર લગાવો. આઈલેશીઝને કર્લી લુક આપવા માટે મસ્કરાના ૨ કોટ લગાવો. એનાથી પાંપણ મોટી અને ડાર્ક દેખાશે અને ગ્લેમરસ લુક આપશે.

લિપલાઈન લિપસ્ટિકના કલરને મેચિંગ પણ હોઈ શકે અથવા કોન્ટ્રાસ્ટ પણ. તે પોતાની પસંદગી પર આધારિત છે, પરંતુ એટલું જરૃરી છે કે લિપલાઈન દ્વારા હોઠને આકાર આપવામાં આવે છે.

લિપસ્ટિક લગાવ્યા પછી હોઠની વચ્ચે કોટન બડ મૂકો અને જેથી બધી લિપસ્ટિક હોઠ પર એકસરખી દેખાય. જો લિપગ્લોસ લગાવવાનું હોય અને લાંબા સમય સુધી એની અસર જાળવી  રાખવી હોય, તો એના માટે હોઠની      દબાવી લો. આમ કરવાથી તે ખૂણેથી રેલાશે નહીં. દિવસે મેકઅપ કરવા માટે સટલ પિંક કલરના લિપહ્લોસનો ઉપયોગ સારું પરિણામ આપવાની સાથે સુંદર પણ દેખાય છે.

-નયના    
 

Tags :