Get The App

અજમાવી જૂઓ-મીનાક્ષી તિવારી

Updated: Sep 19th, 2017

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ-મીનાક્ષી તિવારી 1 - image

- મલાઇમાં એક ચમચો સફરજનનો રસ ભેળવી ફીણી લઇ ચહેરા પર લગાડવું. ઝાંય હળવી થાય છે તથા રંગ પણ નિખરે છે.

- પકોડા-ભજિયા બનાવતી વખતે ચણાના લોટમાં થોડો કોર્નફ્લોર ભેળવવાથી તેલ તો ઓછું બળશે સાથેસાથે ક્રિસ્પી બનશે.

- જીરુ નાખી ઉકાળેલા પાણીથી કોગળા કરવાથી મુખ દુર્ઘંધ દૂર થાય છે.

- મૂળાના પરોઠા બનાવવાનું પૂરણ ઢીલું થઇ ગયું હોય તો થોડો ચણાનો લોટ ભેળવવો.

- રક્તમાં હેમોગ્લોબિનનું પ્રમાણ વધારવા નિયમિત સવાર-સાંજ ૧૦૦થી ૨૦૦ ગ્રામ જેટલો બીટનો રસ પીવો. તેમાં સપ્રમાણ ગાજરનો રસ ભેળવવાથી વધુ લાભ થાય છે.

- શેરડીના ટુકડા ચાવવાથી કમળામાં ફાયદો થાય છે.

- પેઢામાંથી રક્ત તથા પસ નીકળતું હોય તો લીંબુનો રસ ઘસવો.

- કાંદા સાંતળતી વખતે તેમાં મીઠું ઉમેરવાથી કાંદા જલદી સંતળાઇ જાય છે.
 

Tags :