Get The App

ઠંડા ઠંડા...કુલ કુલ

ગરમીમાં રાહત માટે ફળોના રસ

Updated: Apr 3rd, 2018

GS TEAM


Google News
Google News

આ સિઝનમાં ફળોનું લિસ્ટ તરબૂચ વગર તો પૂરું થઈ જ નથી શકતું. રસદાર તરબૂચ બીટા કેરોટીન, વિટામિન-સી અને લાઈકોપિન જેવાં જરૃરી પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે, જે શરીરમાં પાણીની માત્રા જાળવી રાખવામાં ઘણું મદદરૃપ સાબિત થાય છે.

ઠંડા ઠંડા...કુલ કુલ 1 - imageસમર મોસમમાં થોડું ઠંડા, કૂલ કૂલ ફ્રેશનેસથી ભરપૂર ફ્રૂટ જ્યૂસ પીવાની ઈચ્છા થાય છે. આપણી આ ઈચ્છા પૂરી થાય છે. આપણી આ ઈચ્છા પૂરી થાય છે માર્કેટમાં ઉપલબ્ધ સિઝનલ ફ્રૂટ્સથી. આજકાલ માર્કેટમાં ઉનાળાના ઘણા પ્રકારના જ્યૂસી ફ્રૂટ ઉપલબ્ધ છે, જે માત્ર ગરમી નથી દૂર કરતાં બલકે તેને ખાવાથી તમે હેલ્ધિ પણ બની શકો છો અને તમારી બોડી પણ ફિટ રહે છે.

આ સિઝનમાં તમે ખાટાંમીઠાં સફરજનની મજા લઈ શકો છો, જે ફાઈબરનો ઘણો સારો સ્ત્રોત છે. આ માત્ર હાઈ કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ જ નથી કરતાં બલકે આની છાલમાં અનેક પ્રકારના એન્ટિઓક્સિડેન્ટ પણ હોય છે, જે સખત તડકાથી કરમાઈ ગયેલી ત્વચામાં નિખાર લાવે છે. આ ખાવાથી હૃદયરોગ અને કેન્સર જેવા ગંભીર રોગમાં પણ ઘણો ફાયદો થાય છે.

આ મોસમમાં સૂકાં અને ફ્રેશ અંજીર પણ મળે છે. મીઠાં અંજીર ખાવાથી શરીરમાં પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્ન જેવાં મિનરલ્સનું પોષણ મળે છે. પોચાં જરદાલૂ (ખૂબાની)નો ઘેરો રંગ બીટા કેરોટીનથી ભરપૂર હોય છે. તડકામાં સુકાએલાં જરદાલૂ પણ ફાઈબર અનો પોટેશિયમના સારા સ્રોત હોય છે. શરીર માટે જરૃરી એન્ટિઓક્સિડેન્ટ, વિટામિન  સી અને બીટા કેરોટીન પણ આમાંથી પ્રાપ્ત થાય છે.

તમે જાંબુ અને પીચ જેવાં ફળોનો પણ ખૂબ આનંદ લઈ શકો છો. મીઠાં પીચથી બીટા કેરોટીન, વિટામિન-સીની સાથે સાથે ફાઈબર ખૂબ વધારે માત્રામાં મળે છે. રીંગણ અને લાલ રંગની છાલમાં ઘણા પ્રકારના લાભદાયક એન્ટિઓક્સિડેન્ટ હોય છે. આ સમયે તમે સ્ટ્રોબેરી અને ચેરી જેવાં મીઠાં અને રસવાળાં ફળ ખાઈને શરીર માટે જરૃરી પોષક તત્ત્વો મેળવી શકો છો, જે સામાન્ય રીતે કોઈ એક જગ્યાએ મળવાં મુશ્કેલ છે.

અહીં ફળોના રાજા કેરીને કેવી રીતે ભૂલી શકીએ.  કેરી બધાં પોષક તત્ત્વોથી ભરપૂર એવું ફળ છે. જેના રોજના સેવનથી વિટામિન-એ પ્રાપ્ત થઈ શકે છે. પપૈયું ખાવાથી પણ પેટ અને કાર્ડિયોવસ્કુલર સંબંધી પરેશાનીઓથી છુટકારો મળે છે. આ ઉપરાંત આ સમયે વિટામિન-સીથી ભરપૂર નારંગી, મોસંબી, ચીકુ, દ્રાક્ષ અને કેળાં પણ ઉપલબ્ધ રહે છે.

આ સિઝનમાં ફળોનું લિસ્ટ તરબૂચ વગર તો પૂરું થઈ જ નથી શકતું. રસદાર તરબૂચ બીટા કેરોટીન, વિટામિન-સી અને લાઈકોપિન જેવાં જરૃરી પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે, જે શરીરમાં પાણીની માત્રા જાળવી રાખવામાં ઘણું મદદરૃપ સાબિત થાય છે.

આટલાં બધાં ફળોમાંથી બે-ત્રણ પણ રોજ લેવાથી તમે આ સિઝનને બધી રીતે એન્જોય કરી શકશો. ફળોથી આપણા શરીરને બધાં જરૃરી પોષક તત્ત્વો, વિટામિન અને કેટલાંક મિનરલ્સ મળી રહે છે અને તેના પર તેના સ્વાદની મજા પણ લઈ શકાય છે.

તમે આ ફળોનો જ્યૂસ કાઢીને જ્યાં આઈસ, દૂધ અને ફુદીનાથી સજાવીને આનંદ લઈ શકો છો, ત્યાં જ ફ્રૂટ સેલડ બનાવીને અથવા પછી શાકભાજીમાં નાખીને પોતાનાં ભોજનનો સ્વાદ બમણો પણ કરી શકો છો. તમે ઈચ્છો તો ફ્રૂટ્સ સ્મૂદીજ બનાવીને જુદાં જુદાં ફળોની અલગ અલગ ફ્લેવરવાળા આઈસક્રીમની સાથે ખાઈ શકો છો. આથી તમે આઈસક્રીમ અને હેલ્ધિ ફ્રૂટ્સનો સ્વાદ એકસાથે માણી શકો છો.

સમયનો બચાવ કરવા માટે આ ફ્રૂટ્સનો જ્યૂસ કાઢીને તમે તેના આઈસ ક્યૂબ પણ પ્રિઝર્વ કરી રાખી શકો છો અને મનપસંદ રીતે તેને મિક્સ એન્ડ મેચ ફ્લેવરિંગ કરી શકો છો. આ જ્યૂસી ફળોને તમે નટ્સની સાથે મિક્સ કરી પકાવીને કોઈ સ્વીટ ડેઝર્ટ પણ તૈયાર કરી શકો છો, જેનાથી તેમની ન્યૂટ્રીશન વેલ્યૂ પણ વધી જાય.

ઠંડા ઠંડા...કુલ કુલ 2 - imageઆ સિઝનમાં આઉટિંગ કરતી વખતે પણ તમે ફ્રૂટ જ્યૂસનો આનંદ લઈ શકો છો. ખાન માર્કેટ સ્થિત 'કેફે ટરટલ' એવું જ ફેવરિટ ડેસ્ટિનેશન છે. અહીંની પ્રોપરાઈટર પ્રિયંકાનું કહેવું છે કે અમારો શરૃઆતથી જ  એવો પ્રયત્ન રહ્યો છે કે અમે પોતાના કસ્ટમર્સને ફ્રેશ જ્યૂસ કોઈ પણ જાતના સ્વીટનર, આર્ટિફિશિયલ ફ્લેવર અને કલર વિના આપીએ, જેનાથી તેમને સ્વાદની સાથે સાથે પોષણ પણ મળે.

અહીં તમે ડિમાન્ડ પર અલગ અલગ કોમ્બિનેશન ફ્રૂટ્સના બધા પ્યોર એન્ડ ફ્રેશ જ્યૂસ પી શકો છો, જ્યારે હેલ્થ કોન્શિયસ લોકોનું અહીંનું કૂકંબર, વેજી લૂસી, ઈન્સ્ટેન્ટ એનર્જી ફ્રૂટ જ્યૂસ અને મોકટેલ ભાવે છે. કેફે ટરટલ સ્પેશિયલ, સનસાઈન ગ્લો, રેડ રોકેટ, ટ્રોપિકલ ડિલાઈટ અને સ્વીટ બિલીશ અન્ય ડ્રિંક્સ છે, જે ફ્રેશ ફ્રૂટ્સથી બનેલ મોકટેલની મજા આપે છે.

એટલું જ નહીં,  અહીં ડાયાબિટીસ અને હાઈ બી.પી.થી દુ:ખી લોકો માટે કેફે ટરટલ કૂલર્સમાં શુગરફ્રી યુક્ત અનેક જ્યૂસ વેરાઈટીઝ હાજર છે. અહીં આવેલા લોકોની સગવડ માટે મેન્યૂમાં પ્રાઈસની સાથે સાથે ઈન્ગ્રીડિયન્સ અને કેલરી પણ સ્પષ્ટ દર્શાવવામાં આવ્યાં છે. આનાથી વધારે આમાં લાઈટ એન્ડ ઓછું સ્પાઈસી ફૂડ કેટલોગની બુક્સનું પણ સારું કલેક્શન છે. અહીંયાંથી તમે અનેક હર્બલ પ્રોડક્ટ્સ પણ ઘરે ખરીદીને લઈ જઈ શકો છો.

શું તમે જાણો છો કે આજની ફાસ્ટ લાઈફમાં ફ્રૂટ જ્યૂસને તમે મિસ ના કરો એટલા માટે  અનેક ફૂડ એન્ડ ડ્રિંક્સ કંપનીઓમાં સ્પર્ધા જામી છે. જી હા,  ઉનાળાની શરૃઆત થતાં જ રિયલ અને ટ્રોપિકાના ડિફરન્ટ ફ્રૂટ્સનો ટેસ્ટ બજારમાં ઉપલબ્ધ હોય છે.

એટલું જ નહીં, અમૂલ મસ્તી, કોલ્ડ કોફી અને અમૂલ કૂલ ફ્લેવર્ડ મિલ્ક પીને જ્યાં તમે જાણો 'બોલ્યા વગર,  જે બોલાય' તે સમજી શકો છો એવું જ માજા અને સ્લાઈસ જેવી સોફ્ટ ડ્રિંક્સ કંપનીઓ મેંગોનો સ્વાદ આપે છે અને પાછા પોતાના ઓલટાઈમ ફેવરિટ એન્ડ હેલ્ધિ નાળિયેર પાણી અને ફ્રૂટ જ્યૂસ કોર્નર તો હોય જ. જે કોઈ પણ તકલીફ આપ્યા વગર મિક્સ ફ્રૂટ જ્યૂસ સુધ્ધાં લઈને ઊભા છે.

સમર સિઝનમાં એક મુશ્કેલી તેઓ માટે જરૃર ઊભી થાય છે, જે ચાના શોખીન છે, કારણ  કે આ મોસમમાં તો માત્ર ઠંડું પીવાના દિલની  ઈચ્છા હોય, પરંતુ આનો પણ ઉકેલ છે - 'ચા બાર'. આ નામ હોય ત્યાં ના જાઓ. ત્યાં માત્ર ચા જ મળે છે. ત્યાંના આસિસ્ટન્ટ મેનેજર અનુસાર, ''અમારે અહીં ૬૦ થી પણ વધારે પ્રકારની ચા મળે છે, જેમાં હર્બલ, ફ્રૂટ, ફ્લેવર્ડ, આયુર્વેદિક અને આઈસ ટી સરમ સિઝન માટે બેસ્ટ ચોઈસ છે. જે પરંપરાગત ભારતીય જડીબુટ્ટીઓનો સ્વાદ કેફીન ફ્રી પૃપે મળે છે.

એટલું જ નહીં, સિઝનલ ફ્રૂટ્સના એક્સટ્રેક્ટના ફ્લેવર્ડ અને ટી લિકરમાં નાખીને આપવાથી ચાની સાથે સાથે ફ્રૂટ્સનો પણ મજાનો સ્વાદ મળે છે. અહીંયાં ચા ઉપરાંત મિલ્કશેક, સ્મૂદીજ, લસ્સી, લેમનેડ અને ગુલાબ, ખસખસ અને સિઝનલ ફ્રૂટ્સથી બનેલા શરબત પણ પી શકાય છે. અમે ટૂંકમાં જ ડાયાબિટીસ લોકો માટે એવી હર્બલ ટી લાવી રહ્યા છીએ, જેમાં હબર્સ જ શુગરની જેમ કામ કરે છે.''

બારાખંબા રોડ પર આવેલા ઓક્સફર્ડ બુક સ્ટોરમાં ચાલુ કરેલા આ ચા બારમાં તમારે ખાણીપીણી અને મધુર સંગીત સાંભળતા ડિફરન્ટ ટેસ્ટનાં પુસ્તકો વાંચવા અને ખરીદવાની તક પણ મળે છે તો થઈને સોનામાં સુગંધ જેવી વાત.

સમર ડ્રિંક્સ પીવામાં  જેટલું ટેસ્ટી અને રિફ્રેશિંગ લાગે છે, એટલી જ એના પ્રત્યે સાવધાની રાખવી જરૃરી હોય છે, કારણ કે જ્યાં આ પીણું પોષક છે, ત્યાં જ કેટલીક અવસાવધાનીને કારણે જીવની ઝંઝટ બની શકે છે. આવો જાણીએ કેવી રીતે :

* સમરમાં અનેક પ્રકારના વોટરબોર્ન રોગ થવાનું જોખમ રહે છે. એટલે જે ફ્રૂટ જ્યૂસ કોર્નરમાં સ્વચ્છ પાણીમાંથી જ્યૂસ નથી બનાવવામાં આવતો ત્યાં તમે એવો જ્યૂસ પીને બીમાર પડી શકો છો.

* ઘણી વખત પોતાની પસંદગીની ફ્લેવર્ડ જ્યૂસ જોઈને તેને આપણે ખરીદી લઈએ છીએ, પરંતુ હંમેશાં તેના પર છાપેલી મેન્યુફેક્ચરિંગ ડેટ જોઈને જ ખરીદો. ક્યાંક ડેટ એક્સપાયર તો નથી થઈ ગઈને.

* ડાયાબિટીસથી પીડાતા લોકોએ તેમાં મેળવેલી શુગરની માત્રા જોઈ લેવી જોઈએ. જેથી કોઈ પરેશાની ના થઈ જાય. એટલે સ્વીટનર નાખ્યા વગરનું ડ્રિંક્સ પીવું જોઈએ.

* ડાયેટિંગ કરતી વખતે જો તમે આ ડ્રિંક્સ પર વધારે ડિપેન્ડેન્ટ હો તો તેમાંની કેલોરીઝ કાઉન્ટ જરૃર કરી લેવી. નહીં તો વેટ ઓછું થવાના બદલે વધી પણ શકે છે.

* હંમેશાં જેને માન્યતા મળી હોય એવી કંપનીનાં જ ડ્રિંક્સ પીઓ, કારણ કે પૈસા કમાવાના ચક્કરમાં ઘણી વખત સામાન્ય કંપનીઓ પ્રસિદ્ધ ડ્રિંક્સ સાથે મળતાં આવતાં નામનાં ડ્રિંક્સ વેચવા લાગે છે.

* ક્યારેય કેફીન અને આલ્કોહોલ યુક્ત ડ્રિંક્સ ન પીઓ.  કારણ કે આ શરીરમાં પાણીની ઊણપ વધારી દે છે. જો તમે આઈસ ટી પીવાના શોખીન હો તો કેફીન ફ્રી ટી ખરીદો.

- જ્યોત્સના


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar


 

Tags :