Get The App

ખાંસીની વ્યાધિનો સરળ ઈલાજ

Updated: Jan 25th, 2021

GS TEAM

Google News
Google News
ખાંસીની વ્યાધિનો સરળ ઈલાજ 1 - image

- ગળામાં દુખવાનાં વિભિન્ન કારણો, ગળામાં દર્દનો પ્રકાર પછી ભલે તે સાધારણ અટકાવ હોય કે ચુભતું હોય, તેજ  કાંટા જેવું દર્દ હોય, થૂંક ગળવામાં પણ તકલીફ થતી હોય અથવા ગળા થી કાન સુધી પીડા પહુંચતી હોય 


બોલવું અને ખાવું મનુષ્ય જાતિ માટે ફરજિયાત છે. એક દિવસ ઉપવાસ થઇ શકે છે. ઉપવાસમાં દિવસે પણ આપણે વ્રતનાં નામે ફરાળ ખાઇ લઇએ છીએ. પરંતુ મૌન રહેવું તો એક મોટી સજા છે. એમાં વળી તમને એવી કોઇ તકલીફ થઇ જાય, જેમાં ખાવા-પીવા અને બોલવામાં તકલીફ થવા માંડે તો જરા વિચારો શું થાય? જીહાં, આપણે વાત કરીએ છીએ ગળું દુખવાની, ગળું પાકવાની કે 'ફેરનજાઇટિસ'ની ભાગ્યે જ કોઇ એવી વ્યક્તિ હશે જેણે  આ તકલીફનો અનુભવ ન કર્યો હોય. મૌસમમાં પરિવર્તન, ખાવામાં ખાટી તળેલી વસ્તુ કે ઠંડા પદાર્થોનું સેવન આ તકલીફ ને જન્મ દેવામાં કારણરૂપ થાય છે.

બાળકો ને આપણે ધણીવાર જોઇએ છીએ કે તેઓ પાર્ટીમાં ગયા કે બહાર ફરવા ગયા તો આઇસ્ક્રીમ ખાઇ લીધી, વેફર, તળેલી  વસ્તુ ખાઇ લીધી, રંગવાળી ચોકલેટ, ફ્રૂટી પી લીધી અને પછી બીજે દિવસે ગળામાં દુખાવો, તાવ આવવાની ફરિયાદ કરવા માંડી. અવાજ બદલાઇ ગયો. બાળક કાંઇ પણ ખાવા-પીવા માટે આના-કાની કરવા માંડયુ. ઘણીવાર જોવામાં આવ્યું છે કે લાંબા સમય સુધી થનારી શરદી પણ ગળું ખરાબ થવાનું કારણ ઘણાં બાળકોમાં હોય છે. લગભગ બાળકો નાકનાં સ્ત્રાવ ને બહાર કાઢી શકતા નથી. અને આ સ્ત્રાવને ગળામાં ઉતારતા રહે છે. આને લીધે ગળામાં ઇન્ફેક્શન થવાની શક્યતા ઊભી થાય છે. અમુક બાળકોમાં વારંવાર ગળું ખરાબ થવાની  અને શરદી થવાની પ્રકૃત્તિ હોય છે. અને તેઓ ઘણાં સંવેદનશીલ હોય છે જે જરા પણ પરિવર્તન ને પરિણામે ભલે ને વાતાવરણમાં હોય કે ખાવા પીવાને લીધે ઘણીવાર માંદા પડી જાય છે.

મોટી વયનાં લોકોને 'ફેરનજાઇટિસ' એ પણી તીવ્ર જે ભોજનમાં થનારી ગડબડ ને લીધે થાય છે. હોટલનું જમવાનું, પેટિસ-ભજિયાં, એકદમ ઠંડી આઇસ્ક્રીમ ગળું ખરાબ કરી શકે છે. ઘણાં લોકોને ઘાટાં પાડીને બોલવાની આદત હોય છે જેને લીધે ગળું બેસી જાય છે. જેમ કે તમે પિક્નિકે ગયા ત્યાં ખૂબ જ ગીતો ગાયા, ઘોંઘાટ ધમાલ-મસ્તી કરી અને જ્યારે પાછાં ફર્યાં નો અવાજ બેસી ગયો અને ગળું દુખવા માંડયું.

આ બધા તીવ્ર એટલે કે 'એક્યૂટ ફેરનજાઇટિસ' ના કારણ છે. પરંતુ વારંવાર અથવા હંમેશા થનારી 'ફેરનજાઇટિસ જેને જીર્ણ એટલે કે 'ક્રાનિક ફેરનજાઇટિસએ પણ કહેવાય છે. આમાં એવી કોઇ ક બાબત હોય છે જે બિમારી ને કાયમ રાખે છે. ઘણીવાર લાંબા સમયથી  થયેલી એસીડીટી અથવા પિત્તને લીધે પણ ફેરનજાઇટિસની ફરિયાદ થાય છે. એવો વ્યવસાય જેમાં ઘણું બોલવું પડે છે જેમ કે શિક્ષક, ગાયક, નેતા યા સેલ્સમેન જેમને  ગળું ખરાબ થવાની શક્યતા હોય છે.

'ક્રાનિક ફેરનજાઇટિસ'નું એક  મહત્વપૂર્ણ કારણ કે, તંબાકુ ખાવી કે સિગરેટ પીવી.  સિગરેટ ફૂંકવી 'માફ કરજો' કદાચ સિગરેટ પીવાવાળાને આ શબ્દ માટે વાંધો હોય. આ જીર્ણ ફેરનજાઇટિસને જન્મ આપે છે. અને કાયમ રાખે છે. હું એક એવી વ્યક્તિ ને જાણું છું જે હંમેશા પોતાના કામને લીધે દેશ-પરદેશ ફર્યાં કરે છે. ભલે ગમે તેવા સંજોગો હોય તેઓ પોતાની પસંદગીની એયર-લાઇંસમાં પ્રવાસ કરે છે. આમ તો પ્રત્યેક ખ્યાતિ પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય સેવાઓમાં ધૂમ્રપાન કરવાની મનાઇ છે. એમનું કહેવું છે કે, 'હું ઘણી બધી અગવડો ચલાવી લઉ છું પણ  અમુક કલાકો સુધી જો મને સિગરેટ મ મળે તો ન ચાલે.' આના માણસો પોતે તો માંદા પડે છે  પણ સાથે સાથે તેમની આજુબાજુમાં સગા સંબંધિયો, બાળકો-વૃધ્ધો, મિત્ર-દુશ્મન દરેકને પોતાની ઇચ્છા વિરુધ્ધ ધૂમાડો અંદર લેવા મજબૂર કરે છે.

લગાતાર તંબાકુનું સેવન ગળાનાં શ્લેષ્મીક પડદાને ઉત્તેજિત કરે છે. અને ત્યાં ઇન્ફેક્શન  થાય છે. જો આ ઇન્ફેક્શન વારંવાર થાય તો મોઢામાં સફેદ રંગના 'લ્યૂકોપ્લેકીક' ચકામા પણ થઇ શકે છે જે કૈંસરની પૂર્વ અવસ્થાની નિશાની માનવામાં  આવે છે. એકતરફ માંદગી જે કૈંસરની પૂર્વ અવસ્થા પણ મનાય છે. તેને 'સબમ્યૂક્સ ફાઇબ્રોસીસ' કહેવાય છે. જે લગાતાર ધૂમ્રપાનને લીધે થઇ શકે છે.

ગળામાં દુખવાનાં વિભિન્ન કારણો, ગળામાં દર્દનો પ્રકાર પછી ભલે તે સાધારણ અટકાવ હોય કે ચુભતું હોય, તેજ  કાંટા જેવું દર્દ હોય, થૂંક ગળવામાં પણ તકલીફ થતી હોય અથવા ગળા થી કાન સુધી પીડા પહુંચતી હોય આ સમગ્ર પીડાનો ઇતિહાસ, વાતાવરણનો સંબંધ વગેરે ઘણાં નાનાં પણ મહત્વપૂર્ણ  અને વ્યક્તિગત લક્ષણોને આધારે હોમ્યોપેથિક દવાની પસંદગી કરવામાં આવે છે. જેમને એલર્જીની ફરિયાદ છે તેમને પણ રોગ સંપૂર્ણ રીતે નષ્ટ કરવાનું કામ કરે છે.

ગળાની તકલીફો માટે  અમુક મહત્વપૂર્ણ દવાઓ આ પ્રમાણે છે. બેલાડોના, હિયાર-સલ્ફ, બેરાયટા-કારબ, આરેજેપ્ટમ નાઇટ્રેટિક્મ, બેરાયટા-મ્યૂર, કેપસીક્મ, લેકેસીસ, મરક આઇએફ, નાઇટ્રિકલએસીડ, એસકટાક્સ, લાયકોપોડીયન, કેલેકેરિયા, ફાયટોલેકા, સાઇલીશિયા, વાયેથીયા, સલ્ફર, ફેરમ ફૉસ, કૉસ્ટીક્મ વગેરે.

વારંવાર થવાવાળી ગળાની  તકલીફો માટે સિરામિક ઇ-ઇન-ટી ચુંબકોનો પ્રયોગ ઘણો જ ગુણકારી સાબિત થાય છે.

એમાં વળી ઠંડીની ઋતુમાં આ તકલીફ વધારે હેરાન કરે છે. માટે હોમ્યોપેથી અને ચુંબકીય ચિકિત્સાની મદદથી  વારંવાર થવાંવાળી ગળાની  ખીચ-ખીચ થતી મુક્તિ મેળવો.