પીઠ અને ગરદન પરના કાળા ડાઘ દૂર કરવાના ઉપાયો
સામાન્ય રીતે જોવામાં આવે છે કે, શરીરના બહારના હિસ્સાઓનું માનુની વધુ કાળજી કરતી હોેય છે. પરંતુ ન દેખાતા અને શરીરના પાછળ ના હિસ્સા પ્રત્યે બેધ્યાન થઇ જતી હોય છે. જેમાં મુખ્ય પીઠ છે. જે સફાઇની કમી અથવા તો તડકાના સંપર્કમાં આવવાથી કાળી પડવા લાગે છે. આવું થાય છે ત્યારે મહિલાઓ લો બેક અથવા તો બેકલેસ પરિધાન પહેરવામાં મુંઝવણ અનુભવે છે. પીઠને પહેલા જેવી સ્વર્છ કરવા માટે લીંબુના રસનો ઉપયોગ કરી શકાય છે.
લીંબુનો રસ અને એલોવેરા
એક બાઉલમાં બે લીંબુો રસ લેવો તેમાં બે ચમચા એલોવેરા જેલ ભેળવવું, આ જેલ તાજુ હોય તો વધુ સારું. આ બન્નેને બરાબર ભેળવીને પીઠ પર લગાડવું. પાંચ મિનીટ પછી આ મિશ્રણથી પીઠ પર મસાજ કરવો અને લૂફાની મદદથી સ્ક્બિંગ કરવું. પછી પીઠને હુંફાળા પાણીથી ધોઇ નાખવી.
ચણાનો લોટ અને લીંબુનો રસ
એક કપમાં એક ટેબલ સ્પુન ચણાનો લોટ લઇ તેમાં એક લીંબુનો રસ નીચવવો. ઉપરાંત તેમાં બે ચમચો દહી અને એક ચમચો ગુલાબજળ ભેળવવું. આ મિશ્રણને ભેળવી પીઠ પર લગાડી સ્ક્રબ કરવું અન ેપાંચ મિનીટ પછી ભીના હાથથી સ્ક્રબ કરીને ચણાના લોટથી પીઠ સાફ કરી ધોઇ નાખવી.
મસૂરની દાળ અને લીંબુનો રસ
મસૂરની દાળન ોપાવડર ત્રણ ચમચા લઇ તેમાં બે ચમચા લીંબુનો રસ, એક ચમચો એલોવેરા જેલ અને એક ચમચો દહીં ભેળવી બરાબર મિક્સ કરી પીઠ પર લગાડવું અને હળવા હાથે સ્ક્રબ કરવું. પેક સુકાઇ જાય પછી ભીના ટુવાલથી સાફ કરવું.
ચોખાનો લોટ અને લીંબુનો રસ
ત્રણ ચમચો ચોખાનો લોટ, બે ચમચા દહીં, એક લીંબુન ોરસ ભેળવીને પેક બનાવવો. તેને પીઠ પર લગાડી ૧૦ મિનીટ સુધી રહેવાદેવું. આ પેક પીઠપરથી દૂર કરતી વખતે ભીના હાથેથી પીઠને સ્ક્રબ કરતા રહેવું અને પછી પીઠને ધોઇ નાખવી.
ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા
-ઘણા લોકોને લીંબુથી ત્વચા પર બળતરા થતી હોય છે જો આમ થાય તો તરત જ પીઠ ધોઇ નાખવી.
-સ્કિન ટેનિંગ વધુ પડતું ડીપ હોય તો તેનો ઉપચાર ઘરગત્થુ ન કરતાં નિષ્ણાંતની સલાહ લેવી.
-પીઠ પર પેક લગાડતી વખતે તકલીફ થાય તો તરત જ લગાડવાનુ ંબંધ કરી દેવું.
-પૂરી પીઠ પર પેક લગાડતા પહેલા પેચ ટેસ્ટ કરવો.
-પીઠ પર દેખાતી કાળાશ અથવા બ્લેક પેચ શરીરમાં કોઇ તકલીફ હોવાનો ઇશારો પણ હોઇ શકે છે. તેથી ડોકટરની સલાહ અવશ્ય લેવી.
ગરદન પરની ટેનિંગ દૂર કરવાના ઉપાય
બેકિંગ સોડા : બેકિંગ સોડા ત્વચા પરની ગંદકી અને મૃત્ ત્વચાને દૂર કરવામાં મદદગાર છે. બેકિંગ સોડા અને પાણી લઇ પેસ્ટ બનાવીને ગરદન પર લગાડવું. સુકાજિાય પછી ભીની આંગલીઓથી સાફ કરવું. ત્વચા પર મોઇશ્ચાઇઝર લગાડવું. સારુ પરિણામ મળે ત્યાં સુધી નિયમિત કરવું.
એપ્પલ સાઇડર વિનેગર: એપલ સાઇડર વનેગર બે મોટા ચમચા લેવા તેમાં ચાર મોટા ચમચા પાણી ભેળવવું. રૂની મદદથી ગરદન પરલગાડવું. ૧૦ મિનીટ પછી સાફ કરીને મોઇશ્ચરાઇઝર લગાડવું. એકાંતરે કરવું.
બટાકાનો કસ: એક નાના બટાકાનો રસ કાઢી ગરદન પરલગાડવું. સુકાઇ જાય પછી હફાળા પાણીથી દૂર કરવું.રસ લગાડતા પહેલા તેને ગાળી લેવો.એકાંતરે કરવું.
દહીં : બે મોટ ચમચા દહીં લઇ તેમાં એક લીંબુનો રસ ભેળવી ગરદન પરલગાડવું ૨૦ મિનીટ પછી પાણીથી સાફ કરવું.
ઉબટન: બે મોટા ચમચા ચણાનો લોટ, એક ચમચી હળદર,અડધ ોચમચી લીંબુનો રસ અને ગુલાબજળ ભેળવી પેસ્ટ બનાવી ગરદન પરલગાડવી. સુકાઇ જાય પછી હુંફાળા પાણીથી ધોઇ નાખવું. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત કરવું.
- મીનાક્ષી તિવારી