ફેસિયલ હેર-રિમુવલ માટે ઘણા ઘરગથ્થુ ઉપાય મોજુદ છે. લાંબા સુંદર વાળ ચહેરા પર ચાર ચાંદ લગાડી દે છે, પણ ચહેરા પર નીકળતા ન ગમતા વાળની સમસ્યા તમારી સુંદરતાને બગાડી નાખે છે. આવા ન ગમતા નકામા વાળથી કેવી રીતે છૂટકારો મેળવી શકાય? ચાલો જાણીએ તેના ઘરગથ્થુ ઉપાય ......
સુગર- લીંબુ પેક
૩૦ ગ્રામ સાકર (હળવી દળેલી) માં લીંબુનો રસ મેળવીને પેસ્ટ બનાવો. આ પછી એ પેસ્ટમાં વણજોઈતા વાળ પર લગાવો. ૧૫ મિનિટ માટે આ મિશ્રણને ચહેરા પર લગાડેલો રહેવા દો. ૧૫ મિનિટ પછી હળવા હાથે ચહેરા પર રબ કરો અને પછી પાણીથી ધોઈ નાખો. આવું અઠવાડિયામાં એક વખત કરો.
હળદર-દહીં-બેસનનો પેક
ચહેરા પર ન જોઈતા વાળોથી છૂટકારો મેળવવા માટે આ કારગત ઉપાય છે. હળદર અને બેસનનો પેક બનાવવા માટે સૌથી પહેલા યોગ્ય માત્રામાં હળદર, બેસન અને દહીં મેળવો. આ મિશ્રણને ચહેરા પર લગાડો. આ પેક ચહેરા સુકાઈ ગયા પછી તેને સરક્યુલર માોશનમાં હાથેથી રગડો અને પછી ચહેરાને પાણીથી ધોઈ નાંખો. આવું અઠવાડિયામાં એક વખત કરો.
પપૈયા- હળદર પેક
ચહેરાની ડેડ-સ્કિનને કાઢવા માટે પપૈયા અને હળદરનો પેક ચહેરાના ન ગમતા વાળો પર લગાવો અને તેનાથી છૂટકારો મેળવો. આ માટે એક પાક પપૈયાને લઈને તેની છાલ દૂર કરી પીસી નાખો. આ પછી તેનામાં થોડો હળદર મેળવા અને તૈયાર થયેલા પેસ્ટને ન ગમતા વાળ ઉગ્યા હોય તેના પર લગાવો.૧૫ મિનિટ પછી હળવા હાથે તેને રગડો અન તેનાથી છૂટકારો મેળવો. આ પછી પાણીથી ચહેરો ધોઈ નાખો.
બટાટા - મસુર પેસ્ટ
બટાટા અને પીળી મસુરની દાળને મેળવીને તેને મિક્સરમાં પીસી નાખો અને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાડો. ૧૫ મિનિટ પછી તેને રગડો અને છૂટકારો મેલવો. આ વાળના રંગને ત્વચાના રંગથી મિક્સ પણ કરે છે અને સતત આ પ્રક્રિયા કરવાથી ન ગમતા વાળથી છૂટકારો પણ મળે છે.
કેળા- ઓટમિલ સ્ક્રબ
એક કેળા અને ઓટમિલને મેળવીને પેસ્ટ તૈયાર કરો. બાદમાં આ પેસ્ટને ચહેરા પર લગાવો અને ૧૫ મિનિટ પછી હળવા હાથોથી તેને રગડો અને પછી ધોઈ નાખો. આવું અઠવાડિયામાં બે વખત કરી શકાય.
મધ-લીંબુના રસનો પેસ્ટ
૧૦ મિ.લી. લીંબુના રસમાં ૪૦ મિ.લી. મધ મેળવીને તેની પેસ્ટ તૈયાર કરો. આ પછી કોટન બોલની મદદથી ન ગમતાં વાળ પર તેને લગાડો અને ૧૫ મિનિટ સુધી સુકાવા દો. સુકાયા પછી તેને હળવા હાથોથી સ્ક્રબ કરો અને પછી પાણીથી ધોઈ નાખો. આવું અઠવાડિયામાં બે વાર કરો.
લેમન-બેસન પેસ્ટ
ચહેરા પર ન ગમતા વાલને દૂર કરવા માટે એક પાણીમાં લીંબુનો રસ (૧૦ મિ.લી.) મેળવો. હવે આ મિશ્રણમાં થોડું બેસન ઉમેરો અને ૧૫ મિનિટ પછી હળવા હાથોથી સ્ક્રબ કરીને પાણીથી ચહેરાને ધોઈ નાખો.
ઓરેન્જ - લેમન પેક
સંતરા અને લીંબુના ફોતરાને સુકવીને બારીક પીસી લો. આ પછી તેમાં થોડું ઓટમિલ, બદામનો પાઉડર, ઓલિવ ઓઈલ અને ગુલાબજળ મેળવીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાડો અને પાંચ મિનિટ સુકાવા દો. સુકાયા પછી પાંચ-દસ મિનિટ સુધી હળવા હાથથી સ્ક્રબ કરો. આવું અઠવાડિયામાં ૨-૩ વાર કરવું.
ઇંડુ અને કોર્ન સ્ટાર્સ
એક ઇંડાના સફેદ ભાગને અડધા ચમચો કોર્નસ્ટાર્ચ અને એક ચમચી સાકર મેળવીને તેને ચહેરા પર લગાડો. સુકાયા પછી માસ્કને વાળોની વૃદ્ધિથી વિપરીત દિશામાં લગાડો.
પપૈયુ અને હળદર
પપૈયાને નાના-નાના ટુકડામાં કાપો અને તેને મસળીને પેસ્ટ બનાવી લો. આ પછી તેમાં અડધી ચમચી હળદર મેળવીને તેને ચહેરા પર લગાડો. કેટલીક મિનિટ સુધી મસાજ કરો. ૧૫-૨૦ મિનિટ પછી તેને હુંફાળા પાણીથી ધોઈ નાખો.
બેસન અને ગુલાબ જળ
એક વાટકીમાં બે ચમચી બેસન, ૨ ચમચી ગુલાબ જળ અને એક ચમચી લીંબુનોરસ મેળવો. તેને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ચહેરા પર લગાડો. આ પેસ્ટ સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યાર પછી તેને રબ કરીને દૂર કરો. સારું પરિણામ મેળવવા માટે આને અઠવાડિયામાં ત્રણથી ચાર વાર કરો.
જિલેટીન અને દૂધ
ત્રણ મોટી ચમચા ભરીને દૂધ લઈ તેમાં કેટલાંક ટીપાં લીંબુનોરસ મેળવો અને એ પછી તેમાં એક ચમચી વિના ફ્લેવર ધરાવતો જિલેટિન પાઉડર મેળવો. આ પછી ૧૫-૨૦ સેકન્ડ માટે માઈક્રોવેવમાં મુકો. પછીતેને સારી રીતે મેળવો. ચહેરા પર લગાડો. ધ્યાન રાખો કે આ બહુ ગરમ ન હોય. તેને કેટલીક મિનિટ સુધી સુકાવા દો અને પછી તેને દૂર કરો.
ઓટમિલ અને કેળા
એક વાટકીમાં બે મોટી ચમચી ઓટમિલ અને એક પાકેલું કેળું ખૂબ સારી રીતે મેળવો .તેને ચહેરા પર લગાડો અને સરક્યુલર મોશનમાં મસાજ કરો. ૧૫-૨૦ મિનિટ પછી ચહેરાને પાણીથી ધોઈ નાખો.


