- જેઠની બપોર ન હોય તો વર્ષાતુની ઝરમર વર્ષા નિરર્થક છે. આજે આપણે કહીએ છીએ કે, આખી જિંદગી પ્રેમ જાળવી રાખવો હોય, તો વચ્ચે-વચ્ચે એકબીજાથી દૂર રહેવાની આદત પાડી લો. ન સંબંધ વાસી બનશે ન પ્રેમ ફીકો પડશે,
જેઠ મહિનાની કાળઝાળ ગરમીએ. કિરણના સ્વભાવને એટલો બધો ચીડિયો બનાવી દીધો કે એને કોઈની સાથે વાતો કરવાનું મન થતું નહોતું, પરંતુ મોસમમાં અચાનક એવો પલટો આવ્યો કે બધું જ બદલાઈ ગયાની અનુભૂતિ થવા લાગી. એક તરફી વાદળોએ સૂરજના તાપને સંતાડી દીધો, બીજી બાજુ વરસાદની બુંદોએ મહિનાઓથી તરસતી ધરતીને શીતળતા પ્રદાન કરી.-
વરસાદની બુંદો કિરણનો તનમનને સ્પર્શી તો જાણે તૈના બેજાન શરીરમાં જીવ આવ્યો અને સ્વભાવનું ચીડિયાપણું પણ દૂર થઈ ગયું. રાત્રે. ઓફિસેથી કિરણનાપતિ સુનીલે ઘરે આવ્યા તો દરવાજા પાસે એને સજી-ધજીને રાહ જોતી ઊભેલી જોઈ. તેઓ રૂમમાં દાખલ થયા, તો બધુ જ રોમેન્ટિક અંદાજમાં સજાવટ કરીને ગોઠવેલું જોયું. ફ્રેશ થઈને ડિનર માટે બેઠા તો જોયું કે રોમેન્ટિક કેન્ડલ લાઈટ ડિનરનું આયોજન ક્યું હતું અને કિરણની આંખોમાં રોમાન્સ અને પ્રેમ સ્પષ્ટ વર્તાતો હતો. ભોજન પીરસાયું તો ડિશમાં તેમને બધી પોતાની મનપસંદ વાનગીઓ જોવા મળી.
સુનીલને સમજતાં વાર ન લાગી કે આ બધું વરસાદની બુંદોની અસર છે. એણે પણ ખિસ્સામાંથી સુંદર ફૂલોનો ગજરો કાઢયો અને કિરણનાં લાંબા, ઘેરા અને કાળા ખુલ્લા વાળમાં ખૂબ પ્રેમથી લગાવી દીધો. હકીકતમાં સુનીલ ઓફિસેથી નીકળ્યો ત્યારે જ વરસાદ શરૂ થઈ ગયો હતો, તો ઝરમર વરસાદે તેને પણ રોમેન્ટિક બનાવી દીધો, ત્યારે જ કિરણ માટે એણે ગજરો ખરીદી લીધો હતો.
જ્યારે ઝરમર જલધારા વરસી
કેન્ડલ લાઈટ ડિનરને હજી બંને જણા એન્જોય કરી જ રહ્યા હતા કે વાદળોએ એકવાર ફરીથી ઝરમર વરસવાનું શરૂ કરી દીધું. કિરણ તો જાણે આ ક્ષણની જ રાહ જોતી હતી. એણે હળવેથી સુનીલનું કાંડું પકડયું અને આંખોમાં આંખ પરોવીને સુનીલને બગીચા સુધી લઈ ગઈ.
વરસાદની ઝરમર જલધારા, હાથોમાં એમનો હાથ અને 'રિમઝિમ સે તરાને લે કે આઈ બરસાત...', 'યે રાત ભીગીભીગી યે મસ્ત ફિઝાએ...', 'એક લડકી ભીગી-ભાગી સી...', 'આજ રપટ જાએ તો હમેં ન...', 'રિમઝિમ ગીરે સાવન ઉલઝલિઝ જાએ મન...', જેવા રોમેન્ટિક ગીતોનો સાથ મળી જવાથી ભલા કોણ એવો પ્રેમી હશે, જે પોતાને નાચવાથી રોકી શકે. બંને મનભરીને નાચ્યા.
કંઈક આવી જ તક એક પ્રેમી યુગલને પણ મળી. લાંબા સમય પછી આ વખતે બંનેને એકાંતમાં મળવાની તક મળી હતી. એમના ગ્રેજ્યુએશનના અભ્યાસ દરમિયાન કોઈએ પણ ક્યારેય એમને અલગ નહોતા જોયા. બંનેએ ત્યારે જ નક્કી કરી લીધું હતું કે, નોકરી મળતાં જ તેઓ લગ્ન કરી લેશે, પરંતુ એક કોમ્પિટિશન ક્લિયર કર્યા પછી ટ્રેનિંગ માટે જ્યારે બંનેને છૂટા પડવું પડયું તો તેમના મિત્રો એમનું રડવાનું જોઈને બહાર નીકળી ગયા હતા.
હવે જ્યારે ૨ વર્ષ પછી બંને મળ્યા છે, તો બસ એકબીજાને જોઈ જ રહ્યા છે. સચિન પણ કંઈ બોલતો નથી અને સ્મિતાનો પણ અવાજ નીકળતો નથી. બંનેને સમજાતું જ નહોતું કે શું પૂછે, કેવી રીતે પૂછે. ત્યાં જ બહાર વીજળીનો કડાકો સંભળાયો અને પળભરમાં જ વરસાદ વરસવા લાગ્યો. બહાર ધરતી ભીંજાતી હોય ત્યારે અંદર મન પણ ભીંજાય છે, એટલે જ તો સ્મિતાના જકડાઈ ગયેલા હોઠ બોલી ઊઠયા, આજે પણ નથી સુધર્યો, બરાબર એવો જ છે. બધો સામાન વેરવિખેર રાખ્યો છે. ખસ, હું સરખો કરી દઉં છું.''
સચિન પણ ક્યાં ચુપ રહેવા માગતો હતો. વરસાદના છાંટાઓએ એને પણ ભીંજવી નાખ્યો. મનથી પણ અને તનથી પણ. એને એ દ્રશ્ય યાદ આવવા લાગ્યું જ્યારે બંને પહેલીવાર વરસાદમાં મદમસ્ત થઈને બરાબર ભીંજાયા હતા અને હાથમાં હાથ પકડીને એકબીજા પર વારી ગયા હતાં.
આજે ફરીથી એ જ અંદાજમાં ભીંજાવા માટે આતુર થઈ રહ્યા હતા બંને. એવામાં સચિને ભૂખ લાગી હોવાનું બહાનું બનાવીને સ્મિતાને બહાર જવા માટે પૂછયું. ભલા, સ્મિતા ક્યાં ના પાડવાની જ હતી. એ પણ એ યાદોનો એક ભાગ હતી. બહાર નીકળતાંની સાથે જ થોડી જ વારમાં બંને પૂરેપૂરા ભીંજાઈ ચૂક્યા હતા, પરંતુ જમવાની વાત બીજીવાર કોઈએ કરી નહીં.
હકીકતમાં ભૂખનું તો માત્ર બહાનું જ હતું. હકીકતમાં તો બંનેને એકબીજાની નજીક આવવું હતું. થયું પણ એવું જ. વરસાદના છાંટાઓમાં બંનેના જૂના પ્રેમના અંકુર ફરીથી ફૂટી નીકળ્યા. હવે તો એકબીજાની આગોશમાં સમાઈ જવાની તીવ્ર ઈચ્છા થઈ ગઈ હતી. સતત વધતા જતા વરસાદમાં દૂરદૂર સુધી કોઈ દેખાતું નહોતું, તો બંને એકબીજાને લપેટાઈ ગયા.
જગાડે તનમનમાં પ્રેમ
સાચે જ, વરસાદી મોસમ છે જ એવી. કમબખ્ત પ્રેમની જેમ મન પર પણ છવાઈ જાય તો તન પણ કાબૂમાં રહેતું નથી અને હઠીલું બની જાય છે. એટલે જ તો કવિઓની કવિતાઓ અને ગીતકારોનાં ગીતોમાં વર્ષાતુ અને ઝરમરતા છાંટાઓના અલગ-અલગ ભાવ, અંદાજ અને રીતની રજૂઆત કરવામાં આવતી રહી છે.
એક તત્ત્વજ્ઞાાનીની દૃષ્ટિએ જોઈએ તો ધરતી અને આકાશના સુંદર મિલનનું પ્રતીક છે વર્ષાઋતુ અને અન્ય પ્રાણીઓ માટે આ સંદેશ છે કે સર્જનની મોસમ આવી ગઈ. ધરતી એટલે કે સ્ત્રી અને આકાશ એટલે પુરુષ. જ્યાં સુધી બંને સમીપ ન આવે, ત્યાં સુધી સર્જનનો આધાર અધૂરો રહે છે. એટલે જ તો ગરમી અને લૂના પ્રકોપથી સૂકીભઠ્ઠ થયેલી ધરતી આકાશમાંથી બુંદોની વર્ષા થતાં જ નવયૌવનાની જેમ ખીલી ઊઠે છે. જાણે કહેતી હોય કે સર્જન કરવા માટે હવે તે સંપૂર્ણ રીતે સજ્જ છે. આ ઝરમર છાંટા જ છે, જે પુરુષ અને સ્ત્રીની વચ્ચે આવી લાગણી જન્માવે છે.
એક સમાજશાી કહે છે કે, દરેક મોસમનું પોતાનું મહત્ત્વ અને મિજાજ છે. જેઠની બપોર ન હોય તો વર્ષાતુની ઝરમર વર્ષા નિરર્થક છે. આજે આપણે કહીએ છીએ કે, આખી જિંદગી પ્રેમ જાળવી રાખવો હોય, તો વચ્ચે-વચ્ચે એકબીજાથી દૂર રહેવાની આદત પાડી લો. ન સંબંધ વાસી બનશે ન પ્રેમ ફીકો પડશે, કારણ કે દૂર રહ્યા પછી જ એકબીજા પ્રત્યે પ્રેમ અને તેની જરૂરિયાતની અનુભૂતિ થઈ શકે છે. કંઈક આવી જ કિલસફી પ્રકૃતિની પણ છે. તેથી જ તો દઝાડતી લૂના પ્રકોપ પછી પણ મધુર ઝરમર થાય છે અને આ જ કુદરતી તાલમેલ પ્રેમી યુગલોને પાગલ બનાવે છે.''
દાંપત્ય અને પ્રેમના સંબંધો પર પ્રભુત્વ ધરાવનાર મેરેજ કાઉન્સેલર વિનીતા મહાપાત્રા કહે છે, ''અજબ સંયોગ છે, પણ એક સુંદર હકીકત પણ છે. મેરેજ કાઉન્સેલિંગ દરમિયાન અમે ઘણીવાર જોયું છે કે ગુંચવાઈ ગયેલા સંબંધોની ગુંચ ઉકેલવા કે પાર્ટનરના દિલમાં પ્રેમ જગાડવા માટે વર્ષાતુ કે પછી એમ કહી કે ઝરમર વરસાદ ખૂબ અસરકારક સાબિત થાય છે. મનોવિજ્ઞાાન સાથે જોડાયેલી છે આ મોસમ.''
શોધ શું કહે છે
વર્ષાતુને લઈને ભલે પહેેલાં જેવું ખેંચાણ રહ્યું ન હોય, પરંતુ મોસમ અને મનનો સંબંધ તો આજે પણ નથી બદલાયો. થોડો વરસાદ થતાંની સાથે જ આપણે આજે પણ આનંદથી તરબોળ થઈ જઈએ છીએ. એમાંય જો પ્રેમમાં પડયા હોય તો મન થનગનવા લાગે છે, કારણ કે પ્રેમ કરનારાઓને પ્રેમ માટે આવી જ કોઈ તકની જરૂર હોય છે. પ્રેમ પર સંશોધન કરનારાઓ માને છે કે ઝરમર છાંટાઓ અને હોર્મોનલ સ્ત્રાવ વચ્ચે ગાઢ સંબંધ છે. પ્રેમના હોર્મોન ફૂલોની માદક સુગંધ, સુંદર વાતાવરણ અથવા કોઈ ખાસ પ્રકારના ભોજન ખાધા પછી ઝરવા લાગે છે, જે પ્રેમ કરવા માટે ઉત્તેજિત કરે છે. આવી રીતે જ આ હોર્મોન વર્ષાતુમાં પણ સક્રિય બની જાય છે. ગરમીમાં તે જેટલો નિષ્ક્રિય જોવા મળે છે, વરસાદમાં એટલો જ સક્રિય. મનુષ્યો માટે જ નહીં, અન્ય જીવો માટે પણ. આ ''મેટિંગ સિઝન'' એટલે કે સંવનનની તુ. હવે તો તમે માનશો ને કે ઝરમર છાંટા મનમાં પ્રેમ જગાડે છે.
''તમે જ કહો, પ્રેમ અને રોમાન્સ માટે કઈ મહત્ત્વની વસ્તુઓની જરૂર હોય છે. સુંદર વાતાવરણ, ખુશનુમા મોસમ, આજુબાજુ ખીલેલા રંગબેરંગી ફૂલો, ભીની ભીની સુગંધ અને તરંગિત મન, બરાબર ને. પરંતુ ઝરમર છાંટાઓની વચ્ચે કશું ર્યા વિના જ આપમેળે આ બધું થઈ જાય છે. ઘણીવાર અમે જોયું છે કે જે સંબંધોની આગ અંગત ઝઘડાઓના કારણે ઠંડી પડવા લાગી હતી, એમને જ્યારે અમે વર્ષાતુમાં કોઈ સુંદર સ્થળે થોડા દિવસો એકાંતમાં ગાળવાની સલાહ આપી, તો અપેક્ષા કરતા વધારે સારાં પરિણામો મળ્યાં. એ યુગલોએ એકરાર કર્યો કે મોસમમાં આટલું ખેંચાણ હોય છે, તે હવે જાણ્યું.''


