Get The App

રાણી દુર્ગાવતી : આરંભ હૈ પ્રચંડ

Updated: May 4th, 2026

GS TEAM

Google News
Google News
રાણી દુર્ગાવતી : આરંભ હૈ પ્રચંડ 1 - image

- વંદના ગોસ્વામી 

એ કવાર રાજા જંગલમાં શિકાર કરવા જાય છે. એની સાથે સૈનિકોનો કાફલો પણ તૈયાર થાય છે. રાજા આમ પરિવારપ્રેમી. દરેક જગ્યાએ પરિવારને સાથે રાખે પણ શિકાર કરવા જાય તો હંમેશા એકલા જ. એકવાર રાણીએ સાથે આવવાની જિદ્દ કરી પણ રાજા ન લઇ ગયા તે ન જ લઇ ગયા. આ વખતે તેની ૧૨ વર્ષની પુત્રીએ સાથે આવવાની હઠ લીધી, રાજાએ એને ખૂબ મનાવી પણ માને એ બીજા. દીકરીને ડર બતાવ્યો. પણ ગળથૂથીમાં જ બહાદુરી પિવડાવવામાં આવી હતી. દીકરી સામે કયો બાપ જીતી શક્યો !

રાત્રે જંગલમાં ટેન્ટમાં પુત્રીને દાસીને હવાલે કરી રાત્રે રાજા શિકાર પર જવા નીકળે છે, તો પુત્રી સાથે આવવાની જિદ્દ કરે છે. પિતા અંધારાની, સિંહની બીક બતાવે છે પણ દીકરી એકની બે થતી નથી. ડરવાને બદલે એ દીકરી કહે કે 'સિંહ હશે તો જોવાની મજા આવશે'. આ વાત પર રાજા દીકરીને સાથે લે છે. માંચડો બાંધીને શિકારની રાહ જુએ છે. રાત જામતી જાય છે, ઘોર અંધારમાં દીકરીને સહેજ પણ ડર લાગતો નથી, ઉલટાનું એ પૂછે છે કે 'સિંહ ક્યારે આવશે ?' રાજાને એમ કે સુમસામ અંધારાથી દીકરી ડરી જશે એટલે પાછા જવા એક અલગ રથ તૈયાર રાખ્યો હતો. પણ દીકરી તો પિતા સાથે એકીટશે સહેજ પણ ડર્યા વગર શિકારની રાહમાં બેઠી. જ્યારે સિંહ આવ્યો તો ડરવાની વાત તો એકબાજુ પર પણ પોતે શિકાર કરવાની જિદ્દ પડકીને બેઠી. દીકરીની તીરંદાજી સારી પણ સિંહનો શિકાર કરવો જુદી વાત હતી, પણ દીકરીએ તો એક જ તીરમાં સિંહનો શિકાર કર્યો. સિંહણ દીકરીની આ બહાદુરી જોઈ બાપની છાતી પહોળી થઇ ગઈ. મૃત સિંહ પાસે આવી દીકરી એને અપલક તાકી રહી. 

એ ૧૨ વર્ષની દીકરી એટલે બુંદેલખંડની બેટી રાણી દુર્ગાવતી. 

સમાપન

સારું હાસ્ય ઘરમાં પ્રસરેલાં સૂર્યકિરણો છે.

 - વિલિયમ થેકરે