સોરિયાસીસ અને આયુર્વેદ .
- આરોગ્ય સંજીવની
સોરિયાસીસ ને એક કુષ્ઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક સ્કીન ડીસીઝ છે. આજ-કાલ ઘણાં બધાં વ્યક્તિઓ કોઈ ને કોઈ રીતે આ સ્કીન ડીસીઝનો શિકાર બને છે.
સોરિયાસીસ (એક કુષ્ઠ) એ એક જટિલ રોગ છે. જે મુશ્કેલી થી મટે છે, તથા આહાર-વિહારમાં ધ્યાન ન રાખવામાં આવે તો, તે ઉથલો મારીને વારંવાર થાય છે. આ રોગનાં દર્દીઓ રોજ-બરોજ વધતાં જ રહે છે.
એલોપેથીમાં ડોક્ટરો આ રોગ માટે સ્ટીરોઈડ્રસ તથા એન્ટી હિસ્ટામીન વર્ગની દવાઓ ખાવાં તથા લગાવવા માટે આપે છે, જેથી થોડાક સમય માટે રાહત રહ્યાં બાદ, ફરીવાર આ રોગ ઘણા દર્દીઓમાં રીપીટેડલી થતો જોઈ શકાય છે.
આયુર્વેદનાં મતાનુસાર કુષ્ઠરોગની અંદર ક્ષુદ્રકુષ્ઠનાં ૧૨ પ્રકાર પૈકી એકકુષ્ઠનાં શાસ્ત્રીય લક્ષણો સાથે સોરિયાસીસ લક્ષણોની સામ્યતા જોવા મળે છે. સોરિયાસીસ જેવાં ચામડીનાં રોગમાં શરીરનાં માથા, ઘુંટણ, પીઠ, પગ તથા કમરમાં વિકૃતિ આવીને ચામડી પર રતાશ પડતાં સફેદ રંગનાં પોપડા બાઝીને ઉખડે છે. તથા ખૂબ ખંજવાળ તથા બળતરા, અને પાક પણ થાય છે. વ્યવહારમાં પણ એલોપેથી ટ્રીટમેન્ટ લઈને દર્દીઓમાં આયુર્વેદ સારવાર દરમ્યાન એક કુષ્ઠ રોગમાં પંચકર્મથી શરીર શુધ્ધિ કર્યા પછી નિયત સારવાર આપવાથી સુંદર અને યોગ્ય પરિણામ મેળવી શકાય છે.
* કારણો :- આ રોગ થવા માટેનાં મુખ્ય કારણોની જો વાત કરીએ તો સ્પષ્ટ રૂપમાં આ કારણોનો ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી. તેમ છતાં આ રોગને વારસાગત તથા જીચઅર્બર્જસીૌબ ગૈર્જગિીિ માનસિક તણાવ જેવા કારણો જવાબદાર ગણેલાં છે. ઘણીવાર વ્યક્તિને ચામડી પર વાગ્યા પછી આ રોગ થતો જોવા મળે છે. તો કેટલીકવાર શરીરમાં ચેપ લાગવાથી, દારૂ કે ધૂમ્રપાનનાં સેવનથી કે મેલેરિયા જેવા રોગની સારવાર પછી, કોઈ રોગમાં સ્ટીરોઈડ્સ જેવાં ઔષધોનાં અધિક સેવન પછી પણ આ રોગ થતો જોવા મળે છે.
આ ઉપરાંત ખોરાકમાં ખાટાં-તીખાં ખારાં તથા અભિષ્યંદી - દહીં જેવા પદાર્થોના વધુ સેવનથી, ખાસ કરીને મીઠાઈ, બેકરીની બનાવટો, દૂધ, છાશ જેવા પદાર્થોનું વધુ સેવન, અડદ-મૂળાં - તેલ, ઘી જેવા પદાર્થોનું વધુ સેવન, વિરુધ્ધ આહાર એટલે કે દૂધ સાથે ડુંગળી કે ખાટાં ફળોનું અવાર-નવાર સેવન કરવાથી રોગ થાય છે. માછલી, ઈંડા કે માંસાહારનું દૂધ સાથે વધુ સેવન કરવાથી પણ આ રોગ થઈ શકે છે. આ સિવાય મળ-મૂત્ર-ઉલટી જેવા સહજ વેગોને વારંવાર રોકવાથી છ.ભ. રૂમમાંથી બહારના ગરમ વાતાવરણમાં અચાનક જવાથી, દિવસની ઊંઘ ભય તથા વિવિધ પાપકર્મનેં પણ આ રોગ માટે આયુર્વેદમાં જવાબદાર માનવામાં આવેલ છે.
લક્ષણો :- શરીરમાં વિવિધ ભાગ જેવા કે, માથાની ચામડી, કોણી, ઘુંટણ, કમર તથા પગની ચામડી પર રતાશ પડતાં ચકામાં થાય, જેની પર ચાંદી જેવી ચમકતી ફોતરી જામે છે, જે ખંજવાળ વખતે ખરીને સહેજ લોહી નીકળતું જોવા મળે છે.
* આધુનિક દ્રષ્ટિએ સોરિયાસીસનાં નીચે પ્રમાણે પ્રકારો છે.
(૧)ક્લાસિડ પ્લેક સોરિયાસી :-
જમાં કોણી, ઘુંટણ, માથુ તથા કમર અને પગ પરની ચામડીમાં રતાશ પડતાં સફેદ રંગનાં ચાંદી જેવા ચમકતાં ચકામાં થાય છે.
(૨)ફ્લેકસ્યુરલ સોરિયાસીસ :-
જાંગ, બગલ અને સ્તનપ્રદેશની ચામડી પર લાલશ પડતી ફોતરી બાઝે છે.
(૩)ગુદા સોરિયાસીસ :-
નાના બાળકો તથા યુવાનોમાં સ્ટ્રેપ્ટોકોકલ જેવા બેક્ટેરીયાનાં ચેપ થી ગળામાં ગુલાબી રંગની નાની ફોલીઓ થાય છે, પછી ચામડી પર તે દેખાય છે.
(૪)પરચ્યુરલ તથા પામસોરિયાસીસ :-
ડોક, પીઠ, કમર, આંગળીઓ તથા ઢીંચણનાં સાંધામાં રોગની ગંભીર અસર થવાથી સંધિવાત જેવી તકલીફ શરૂ થવા લાગે છે.
આયુર્વેદ મુજબ જો વાત કરીએ તો, આયુર્વેદમાં કુષ્ઠનાં ૧૮ પ્રકાર બતાવેલ છે. જેમાં ૧૧ પ્રકારના ક્ષુદ્રકુષ્ઠ પૈકી એકકુષ્ઠનાં લક્ષણ સોરિયાસીસ જેવા છે. જેમાં ચામડીમાં પરસેવો થતો નથી તથા શરીરનાં રોગગ્રસ્ત ભાગમાં માછલીનાં ભીંગડા જેવા ચામડી દેખાય છે, તથા અજીકનાં પડની જેમ પોપડી ઉખડે છે. આ રોગમાં ખંજવાળ, પાક તથા બળતરા પણ થતી હોય છે.
ઉપાયો :- આ રોગમાં રોગીને શોધન એટલે કે, પંચકર્મમાં જેને વમન-વિરેચન તરીકે ઓળખવામાં આવે છે. તો કરાવીને ઔષધ-પ્રયોગ કરવામાં આવે તો સુંદર પરિણામો મળે છે. શરીરનાં દોષોને બહાર કાઢવા માટે શોધન પ્રક્રિયામાં દીપન-પાચન, સ્નેહપાન તથા વમન (ઉલટી દ્વારા દોષ કાઢવા) જેવી પ્રક્રિયાઓ નિયત સમય સુધી નિષ્ણાત વૈદ્યનાં માર્ગદર્શન હેઠળ કરાય છે.
ઔષધોમાં ખદિર, નિમ્બ, મંજીષ્ઠા, ગળો વગેરે જેવા ઔષધો તેમજ જાત્યાદિ તૈલ, નિમ્બતૈલ વગેરે જેવી દવાઓ લોકલ એપ્લિકેશન માટે વપરાય છે.
પંચકર્મ અને યોગ્ય ઔષધ સેવન આ રોગની તકલીફમાંથી અવશ્ય મુક્તિ આપે છે.
- જહાનવીબેન ભટ્ટ