Get The App

ઘરમાં ગોઠવેલાં પ્લાન્ટની કરો રક્ષા કિટાણુથી

Updated: Sep 29th, 2025

GS TEAM

Google News
Google News
ઘરમાં ગોઠવેલાં પ્લાન્ટની કરો રક્ષા કિટાણુથી 1 - image

મહેનતથી ઘરમાં ફળ-ફૂલ, તુલસી, લીમડો, અજમો જેવા ફળફૂલ ઉગાડવાનો શોખ ઘણી મહિલાઓને હોય છે. પરંતુ આ પ્લાન્ટસને કીટાણુઓથી સુરક્ષિત રાખવાના ઉપાય જાણતા ન હોવાથી મોટા ભાગે આ છોડવાઓ નાશ પામતા હોય છે.  અહીં  પ્લાન્ટસને સુરક્ષિત રાખવા માટેના કુદરતી ઉપાયો જણાવામાં આવ્યા છે. 

લીમડાનું તેલ

લીમડાનું તેલ છોડવાઓ મમાટે એક અત્યંત લાભકારી પ્રાકૃતિક કીટનાશક છે, જેને ઘણા સંશોધનો દ્વારા પુરવાર કર્યું છે. લીમડાના તેલમાં એજાડિરેક્ટિન નામનું તત્વ કીટાણુઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ખાસ કરીને એફિડ, માઇટ, વ્હાઇટ ફ્લાઇ જેવા હાનિકારક જીવાણુઓથી છોડને સુરક્ષિત રાખી શકાય છ.ે લીમડાનું તેલ  ફક્ત કીટાણુઓને જ નથી મારતું, પરંતુ પ્લાન્ટસને વગર નુકસાન પહોંચાડીને સુરક્ષિત રાખે છે. સાથે જ લીમડાનું તેલ માટીની ગુણવત્તાને વધારે છે અને છોડવાઓની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. 

રાખ

રાખમાં કેલશ્યિમ, પોટેશિયમ અને મેગનેશિયમ જેવા મિનરલ્સ સમાયેલા હોય છે, જે માટીની ગુણવત્તામાં વધારો કરે છ.ઉપરાંત માટીનું પીએચ સંતુલિત કરે છ.ેઅને છોડવાઓની જડોને મજબૂત કરે છે. વૈજ્ઞાાનિક સંશોધનના અનુસાર, રાખની મદદથી છોડવાઓને પોષક તત્વ પુરુ પાડે છે જેથી તેનો વિકાસ વધુ સારી રીતે થઆય છે. સાથે જ રાખ કીટાણુ અને ફંગસથી પણ પ્લાન્ટસની સુરક્ષા કરે છે. 

લાકડાનો બુરો

લાકડાનો બુરો છોડવાઓની દેખભાળ માટે ઉપયોગી છે. આ માટીમાં નમી જાળવી રાખે છે. તેની ગુણવત્તા વધારવામાં મદદ કરે છ.ે બુરો સુક્ષ્મ જીવાણુની વૃદ્ધિને પ્રોત્સાહિત કરે છે જે પ્લાન્ટસના મૂળિયાને મજબૂત કરતું હોવાથી છોડનો વિકાસ સારો થાય છે. ઉપરાંત લાકડાનો બુરો માટીમાં પોષક તત્વોનું સંતુલન જાળવી રાખે છે. 

લસણ

લસણની તેજ ગંધ જીવાણુઓને દૂર ભગાવે છ.ે કીટોથી સુરક્ષિત રાખવા માટે પ્લાન્ટસમાં લસણની એક કળી માટીમાં ભેળળી દેવી. 

દૂધ

સામાન્ય દૂધ પ્લાન્ટસ માટે લાભદાયી નીવડે છે. સંશોધનથી સ્પષ્ટ થયું છે કે, દૂધમાં સમાયેલા પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન છોડ્વાઓની વૃદ્ધિમાં વધારો કરે છે. પ્લાન્ટસમાં દૂધ નાખવાથી ફંગલ ઇન્ફેકશનથી બચાવમાં મદદ કરે છે. તેની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છ.ે 

જોકે દૂધનો ઉપયોગ સીમિત માત્રામાં તેમજ તેને પાતળુ કરીને કરવો જોઇએ. જેથી છોડવાઓને નુકસાન ન કરે તેમજ માટીની ગુણવત્તા વધે.

હર્બલ પાણી

આ પાણી તુલસી, લીમડો અને ફુદીનાના છોડ્વાઓના અર્કમાંથી બનેલું હોય છે.જે પ્લાન્ટસને રોગોથી બચાવે છે અને કીટાણુઓનો નાશ કરે છે. માટીની ગુણવત્તા વધારે છે. પર્યાવરણ માટે પણ નુસખો સુરક્ષિત છે. તેના નિયમિત છટકાવથી પ્લાન્ટસ લીલાછમ રહે છે.આ પાણી રસાયણિક કીટનાશકોને એક ઉત્તમ વિકલ્પ છે. 

સાબુનું પાણી

એફિડ્સ અને સ્પાઇડર માઇટસ જેવા જીવાણુઓથી પ્લાન્ટસને સુરક્ષિત રાખવા માટે સાબુનું પાણી રાહત આપે છે. ૫ટેબલસ્પૂન ડિશ સોપમાં ૪ કપ પાણી ભેળવી એક બોટલમાં ભરી રાખીને આ મિશ્રણનું છોડવાઓ પર સ્પ્રે કરવું. 

 તમાકુ

એક લીટર ગરમ પાણીમમાં સુકાયેલા તમાકુના પાનનો ચુરો કરીને ઉકાળીને ચા જેવું બનાવવું. આ પાણીમાં પા ભાગનો ડિશ સોપ ભેળવીને ૩૦ મિનીટ માટે રાખીને છોડવાઓના પાંદડા પર સ્પ્રે કરવું, આ મિશ્રણ છોડવાઓના પાનને કીટાણુઓથી સુરક્ષિત રાખે છે. 

- જયવિકા આશર