Get The App

શિયાળામાં શરીરના સાંધાને સાચવો

Updated: Dec 8th, 2020

GS TEAM

Google News
Google News
શિયાળામાં શરીરના સાંધાને સાચવો 1 - image


જોઇન્ટ પેઈન તમારી હરફર પર બ્રેક ન મારે, તે માટે જરૂર અજમાવો આ ઉપાય.. સાંધાનો દુખાવો સામાન્ય હોય છે અને ગંભીર પણ. સામાન્ય દુખાવાને તો તમે ખાનપાન અને જીવનશૈલીમાં પરિવર્તન લાવીને ઠીક કરી શકો છો, પરંતુ ગંભીર દુખાવા માટે ઇલાજની જરૂર હોય છે. એક અનુમાન પ્રમાણે દર ૪ વ્યક્તિમાંથી ૧ સાંધાના દુખાવાથી પરેશાન છે. આ સમસ્યા પુરુષોની સરખામણીમાં મહિલાઓને વધારે હોય છે.

સાંધાનો દુખાવો કેમ થાય છે

સાંધામાં દુખાવો થવાના કેટલાય કારણ હોઈ શકે છે, જેમ કે બોન ફ્લૂઈડ (હાડકાં દ્રવ) કે મેમ્બ્રેનમાં પરિવર્તન આવવું, વાગવું કે અંદર કોઈ બીમારી થવી, હાડકાંનું કેન્સર, આર્થ્રાઈટિસ, સ્થૂળતા, બ્લડ કેન્સર, ઉંમર વધવાની સાથે સાંધાની વચ્ચેના કાર્ટિલેજ કુશનને લચીલાપણું અને ચીકાશયુક્ત બનાવી રાખવા લુબ્રિકેંટ ઓછું થવું, લિગામેંટ્સની લંબાઈ અને લચીલાપણું ઓછું થવું.

સાંધાને સ્વસ્થ કેવી રીતે રાખવા

સાંધાનો દુખાવો ખાસ તો આર્થ્રાઈટિસનો કોઈ ઇલાજ નથી, પરંતુ કેટલાય ઉપાય છે, જેને અપનાવીને તેની ઝપટમાં આવવાથી બચી શકાય છે કે તેની ઝપટમાં આવતા લક્ષણોને અંકુશમાં રાખી શકાય છે :

* સાંધામાં હાજર કાર્ટિલેજને આર્થ્રાઈટિસના લીધે નુકસાન પહોંચે છે. તે ૭૦ ટકા પાણીથી બને છે, તેથી પુષ્કળ પાણી પીઓ.

* કેલ્શિયમ યુક્ત ખાદ્યપદાર્થો જેવા કે દૂધમાંથી બનતી વસ્તુઓ, બ્રોકલી, સાલમન, પાલક, રાજમા, મગફળી, બદામ, ટોફૂ વગેરેનું સેવન કરો.

* વિટામિન સી અને ડી સ્વસ્થ સાંધા માટે ખૂબ ઉપયોગી છે. તેથી તેનાથી ભરપૂર ખાદ્યપદાર્થો જેવા કે સ્ટ્રોબેરી, સંતરા, કિવી, પાઈનેપલ, ફ્લાવર, બ્રોકલી, કોબીજ, દૂધ, દહીં, માછલી વગેરેનું પર્યાપ્ત સેવન કરો.

* સૂર્યના પ્રકાશમાં પણ થોડો સમય વિતાવો. તેનાથી વિટામિન ડી મળશે.

* વજનને નિયંત્રણમાં રાખો. વજન વધવાથી સાંધા પર દબાણ આવે છે.

* નિયમિત એક્સર્સાઈઝ કરો, જે સાંધાની અક્કડાઈને ઓછી કરવામાં મદદ કરે છે, પરંતુ એવી એક્સર્સાઈઝ કરવાથી બચો, જેનાથી સાંધા પર વધારે દબાણ આવે.

* દારૂ અને ધૂમ્રપાનનું સેવન સાંધાને નુકસાન પહોંચાડે છે. આર્થ્રાઈટિસથી પીડિત જો તેનું સેવન બંધ કરી દે તો તેમના સાંધા અને માંસપેશીઓમાં સુધારો આવી જાય છે અને દુખાવામાં પણ ઘટાડો થાય છે.

* સ્વસ્થ લોકોએ પણ ધૂમ્રપાન ન કરવું, કારણ કે તે તેમને રુમેટોઈડ આર્થ્રાઈટિસના શિકાર બનાવી શકે છે.

* ફળ અને શાકભાજીનું સેવન વધારે પ્રમાણમાં કરો.

* આદું અને હળદરનું સેવન કરો. તે સાંધાના સોજાને ઓછો કરે છે.

* આરામપ્રિય જીવન ન જીવો.

* સોજો વધારતા પદાર્થ જેમ કે મીઠું, ખાંડ, આલ્કોહોલ, કેફીન, તેલ, દૂધ કે દૂધમાંથી બનતી વસ્તુઓ, ટ્રાન્સ ફેટ અને લાલ માંસનું સેવન ઓછું કરો.

* પગપાળા ચાલવું, જોગિંગ કરવું, ડાન્સ કરવો, જિમ જવું, સીડીઓ ચડવી કે હળવી એક્સર્સાઈઝ કરીને પણ હાડકાંને મજબૂત બનાવી શકાય છે.

ઠંડીની મોસમમાં રાખો ખાસ ધ્યાન

ઠંડીની મોસમમાં સાંધાનો દુખાવો વધારે સતાવે છે, કારણ કે આ મોસમમાં લોકો આરામ વધારે કરે છે. તેનાથી શારીરિક સક્રિયતા ઓછી થઈ જાય છે. દિવસ નાનો અને રાત મોટી હોવાથી જીવનશૈલી બદલાઈ જાય છે. ખાનપાનની ટેવ પણ બદલાઈ જાય છે. લોકો એક્સર્સાઈઝ કરવામાં ખચકાય છે, તેથી નિમ્ન વાતોનું ધ્યાન રાખો :

* નિયમિત એક્સર્સાઈઝ કરો. શારીરિક રીતે સક્રિય રહો.

* જ્યારે બહાર ઉષ્ણતામાન વધારે ઓછું હોય ત્યારે બહાર ટહેલવા અને અન્ય પ્રવૃત્તિઓથી બચો.

* શરીરને હંમેશાં ગરમ કપડાંથી ઢાંકીને રાખો.

* પાણી ઓછું ન પીઓ. દરરોજ ૮-૧૦ ગ્લાસ પાણી અચૂક પીઓ.

* ઠંડીથી તમારી જાતને સુરક્ષિત રાખો. જે ભાગમાં દુખાવો હોય તેને ગરમ કપડાથી લપેટીને રાખો.

* ઠંડી વસ્તુઓ ખાવાના બદલે ગરમ વસ્તુઓનું સેવન વધારે કરો.

* સહેલ અને એક્સર્સાઈઝ કરો. તેનાથી માંસપેશીઓને ખૂલવામાં મદદ મળશે અને સાંધાની અક્કડાઈમાં રાહત મળશે. હા, એક્સર્સાઈઝ કરવામાં ઉતાવળ ન કરો.

* કકરા લોટની રોટલી અને મગની દાળનું સેવન કરો. લીલાં શાકભાજી, મૂળા, દૂધી, કોળું, કાકડી, કોબીજ, ફ્લાવર, ગાજર વગેરેનું સેવન કરો. બ્રોકલીનો ઉપયોગ વધારેમાં વધારે કરો. તે આર્થ્રાઈટિસને વધવા નથી દેતું.

* જો દવા લો છો તો નિયમિત રીતે લેતા રહો.

જો સાંધાના દુખાવાની સાથે નીચેની સમસ્યાઓ હોય તો તરત ડોક્ટરને બતાવો : સોજો, લાલાશ, સાંધાનો ઉપયોગ કરતી વખતે સમસ્યા થાય, વધારે દુખાવો.

Tags :