Get The App

યોગ્ય પૉટી ટ્રેનિંગ વધારે બાળકનો આત્મવિશ્વાસ

Updated: May 19th, 2025

GS TEAM


Google News
Google News
યોગ્ય પૉટી ટ્રેનિંગ વધારે બાળકનો આત્મવિશ્વાસ 1 - image


- બાળક માટે પોટી  ટ્રેનિંગ, એટલે  કે તેને જાજરૂમાં  લઈ જઈને  મળ ત્યાગ કરવાની  તાલીમ આપવી તેના ઉછેરનો મહત્ત્વનો ભાગ છે.  

નવજાત  શિશુનો તબક્કાવાર  વિકાસ  થતો જાય  તેની સાથે  તે ઊંધા પડવાથી  લઈને  ભાખોડિયા  ભરવા  અને ચાલવા  સુધીની  ક્રિયાઓ  મોટાભાગે  જાતે જ કરવા લાગે છે.  પરંતુ કેટલીક  ક્રિયાઓ  તેને શીખવવી પડે છે.  જેમ કે ગમે ત્યાં અથવા  કપડામાં  મળ-મૂત્ર  ત્યાગ ન કરવા.  બાળકને  દર કલાકે બાથરૂમમાં  ઊભું  રાખીને  પેશાબ કરવાનું શીખવી શકાય.  અને તેને  એકવખત  બાથરૂમમાં  મૂત્ર  ત્યાગ  કરવાની ટેવ પડી  જાય ત્યાર પછી  ધીમે ધીમે  તેને પૉટી ટ્રેનિંગ પણ આપી  શકાય.

બાળક માટે પોટી  ટ્રેનિંગ, એટલે  કે તેને જાજરૂમાં  લઈ જઈને  મળ ત્યાગ કરવાની  તાલીમ  આપવી તેના  ઉછેરનો  મહત્ત્વનો  ભાગ છે.  તજજ્ઞાો કહે છે કે પૉટી ટ્રેનિંગ બાળકોના વિકાસનો મહત્ત્વનો ભાગ છે.  આ તાલીમ  તેમના માત્ર  શારીરિક જ   નહીં, માનસિક  અને ભાવનાત્મક  વિકાસ માટે  પણ એટલી જ જરૂરી  છે.  જ્યારે  ભૂલકાને  પોટી  ટ્રેનિંગ  આપવામાં આવતી  હોય ત્યારે  તેને  તાલીમ આપનારી  વ્યક્તિમાં પણ અખૂટ ધીરજ અને  જવાબદારીની   ભાવના હોવી જોઈએ.  આનું  કારણ જણાવતાં  તેઓ કહે છે કે   આ સમય દરમિયાન  જ બાળકમાં  શારીરિક  નિયંત્રણ,  આત્મવિશ્વાસ  અને જવાબદારી  જેવા ગુણોવિકસે છે.  બાળકને પોટી  ટ્રેનિંગ આપવાનું  કામ મોટાભાગે  માતાના હિસ્સામાં  આવે છે.  તેથી બાળક  સાથે તેનો વ્યવહાર  બાળકની  માનસિકતા  પર ઊંડી   છાપ છોડે  છે.  જો માતા  બાળકને  પોટી  ટ્રેનિંગ  આપતી વખતે  સકારાત્મક  રહે તો  બાળકમાં  સલામતીની  ભાવના પેદા થાય  છે.  આવા માહોલમાં  બાલક પણ ગભરાયા વિના જાજરૂમાં   મળ ત્યાગની  ક્રિયા કરે છે.  એક વખત  તે આ પ્રક્રિયા  શીખી જાય એટલે તેની ભીતર  આત્મવિશ્વાસ  પેદા થાય  છે.  તેને જાતે જ કંઈક  કર્યાની ખુશી અને  સંતોષ મળે છે.  જો કે બાળકને  પોટી  ટ્રેનિંગ  આપતી વ્યક્તિને એ  વાત  ખાસ ધ્યાનમાં  રાખવી જોઈએ  કે દરેક બાળક  અન્ય  ભૂલકાં કરતાં  અલગ હોય છે.  તેથી  તેમને આ બાબતે   તેની તુલના  બીજા કોઈ બાળક સાથે ન કરવી જોઈએ.  બલ્કે  તેને ધૈર્યપૂર્વક  તાલીમ આપવી  જોઈએ.

વૈજ્ઞાાનિક  દ્રષ્ટિએ  જોવા જતાં બાળક  બેથી ત્રણ  વર્ષની  વયમાં હોય ત્યારે  તે માનસિક રીતે ટોયલેટનો  ઉપયોગ  કરવા  તૈયાર થઈ  જાય છે.  આ વયમાં  જ બાળક  પોતાની શારીરિક   ક્રિયાઓ  પર નિયંત્રણ  મેળવવાની ક્ષમતા વિકસાવે  છે. કેટલાક  બાળકો પોટી ટ્રેનિંગ  માટે જલદી  તૈયાર થઈ જાય છે,  જ્યારે  કેટલાંક  થોડો  વધુ સમય  લે છે  મહત્ત્વની  વાત એ છે  કે તેઓ જાજરૂમાં  જઈને  મળ-મૂત્ર  ત્યાગ કરવા તૈયાર છે  તેના સંકેતો પણ  તેઓ આપવા લાગે છે.  જેમ કે  તેમને  લાંબા  સમય સુધી  ડાયપર  ભીનું ન  કરવું,  ડાયપર  ગંદુ થયું  હોય તો અકળામણ વ્યક્ત  કરવી,  પેશાબ કે મળ ત્યાગ  કરવા મોટેરાઓની  નકલ  કરવી ઈત્યાદિ.  આમ છતાં  યોગ્ય પૉટી  ટ્રેનિંગ  બાળકના  આત્મ-સન્માન  અને માનસિક  સ્વાસ્થ્ય  પર સકારાત્મક  પ્રભાવ   પાડે છે.

 બાળક  તજજ્ઞાો કહે છે  કે પૉટી  ટ્રેનિંગ માત્ર  યોગ્ય  રીતે મળ-મૂત્ર  ત્યાગ કરવાની પ્રક્રિયા  નથી.  પરંતુ ટોયલેટનો  વ્યવસ્થિત  રીતે ઉપયોગ  કરતાં આવડતું  હોય એવા બાળકોમાં  આત્મનિર્ભરતા  અને સ્વનિયંત્રણની  ભાવના વિકસે છે.  તેમના ભાવનાત્મક  વિકાસ માટે ા અનુભૂતિ અગત્યની બની રહે છે.  તેઓ વધુમાં  કહે છે કે જો   બાળક પર   આ તાલીમ માટે દબાણ   કરવામાં આવે, તેને સંબંધિત  ક્રિયા શીખવા  પૂરતો  સમય આપવામાં ન આવે તો તેઓ નિરાશ થઈ જાય છે,  તેમને શરમ આવે છે અથવા  તેઓ લઘુતાગ્રંથિ  અનુભવે  છે. આવું ન બને.  

એટલા માટે  તેમને પૂરતો  સમય આપો,  તેમનાથી ભૂલ થાય  તો તેમને વઢી કાઢવાને બદલે  એમ કહો  કે આવી ભૂલ થવી  સહજ  છે.  તેમાં ગભરાઈ  જવાની  કે  શરમાવાની જરૂર નથી.

જ્યારે  બાળક  શૌચાલયનો  ઉપયોગ  યોગ્ય રીતે કરતો થઈ  જાય ત્યારે  તેની પ્રશંસા  કરવાનું પણ ન ચૂકો. તમે ચાહો તો તેને ઈનામ પણ  પણ આપી શકો.  આમ  કરવાથી  તે અન્ય કોઈ  તાલીમ  લેવા પણ ઉત્સાહિત  બનશે.

જો  બાળકોની   દિનચર્યા   સુનિશ્ચિત  કરી દેવામાં આવે તોય તેમની  પૉટી ટ્રેનિંગ   આસાન બની જાય છે.  તેમને એ વાત સમજાય છે કે  જેવી રીતે ચોક્કસ  સમયે સુવા-ઉઠવાનું હોય,  ભોજન  લેવાનું  હોય તેવી જ રીતે ચોક્કસ સમયે પૉટી  કરવાની હોય.  ત્યાર પછી  તેને અમુક વખતે   દરરોજ મળ  ત્યાગ કરવાનું કહેવામાં આવે  તો તેને ધીમે  ધીમે  તેની ટેવ પડી જશે.

- વૈશાલી ઠક્કર

Tags :