લીલાં શાકભાજી કાયમ ધોઈને જ સમારવા, કારણ કે એનાથી વિટામિન અને ખનીજ તત્ત્વો નષ્ટ નથી થતાં :
* સલાડ કે શાકભાજી બહુ નાનાં નાનાં સમારવાથી એમાં રહેલાં પોષકતત્ત્વો ઓછાં થઈ જાય છે.
* બાફેલાં શાકભાજીનું અથવા દાળમાંનું વધારાનું પાણી ફેંકી દેવાના બદલે શાકભાજી કે સૂપ વગેરેમાં વાપરી શકાય છે.
* લીલાં શાકભાજીને ચડાવતી વખતે એના પર ઢાંકણું ઢાંકી દેવું જોઈએ, જેથી વરાળ મારફતે વિટામિન ઊડી ન જાય.
* ભાત કૂકરમાં જ બનાવો. ઓસામણ કાઢીને બનાવવાથી તેમાંનાં પોષકતત્ત્વો નષ્ટ થઈ જાય છે.
* લોટ ચળામણ સાથે જ બાંધો.
* બટાકાંને છાલ સહિત બાફવા જોઈએ.
* ખાવાના સોડાનો રસોઈ બનાવવામાં ઉપયોગ ન કરો. એનાથી વિટામિન 'બી' થોડાક પ્રમાણમાં નાશ પામે છે.
* રસોઈને વારંવાર ગરમ કરવાથી પોષકતત્ત્વો નાશ પામે છે.
* રસોઈ બનાવતી વખતે તેલ કે ઘી બહુ ગરમ કરવાથી વિટામિન 'ઈ' નાશ પામે છે.
* ચણા, રાજમા, વટાણા, ચોળા જેવા કઠોળને બરોબર ધોયા પછી એ પાણીમાં જ બાફવાં. વધારાનું પાણી ફેંકવાને બદલે શાક બનાવતી વખતે અથવા લોટ બાંધવામાં વાપરી શકાય છે.
* રોટલી બનાવવા માટે ૧ કલાક પહેલાં લોટ બાંધી દો. એમ કરવાથી રોટલી સુપાચ્ચ અને પૌષ્ટિક બને છે.
* શાકભાજી હંમેશાં તાજાં જ ખરીદો. સસ્તું ખરીદવાના લોભમાં જરૂર કરતાં વધારે ખરીદી સ્વાસ્થ્ય સાથે ચેડાં ન કરો.
* રસોઈ બનાવતી વખતે રસોડાનાં વાસણ, નેપ્કિન અને પાણી ચોખ્ખું હોય તેનું ખાસ ધ્યાન રાખો.
* બને ત્યાં સુધી રસોઈ જાતે જ બનાવો અથવા તમારી સૂચના મુજબ તમારું ધ્યાન ન રહે તે રીતે રસોઈ બનાવડાવો.


