ખટમીઠાં ગુણકારી સંતરા
Updated: Nov 20th, 2023
સંતરામાં વિટામિન સી પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે. વિટામિન સી ઇમ્યૂનિટી વધારવામાં મદદગાર છે. ઇમ્યુનિટી શરીરના કોઇ પણ ઇન્ફેકશન રક્ષણ કરે છે.
હૃદય
સંતરામાં સમાયેલ પોટેશિયમ અને વિટામિન સી હૃદય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પોટેશિયમના સેવનથી હાઇ બ્લડપ્રેશર, હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમને દૂર કરી શકાય છે. તેમજ વિટામિન સી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરીને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
રોગ પ્રતિકારક શક્તિને વધારે
રોગ પ્રતિકારક શક્તિને વધારીને બેકટેરિયા અને વાયરસથી રક્ષણ આપે છે. સંતરામાં વિટામિન સી જેવું સમૃદ્ધ તત્વ હોવનાથી તે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.
આંખ માટે ગુણકારી
સંતરા આંખની જ્યોતિ વધારવામાં ફાયદાકારક છે. તેમાં સમાયેલ વિટામિન સી આંખ સંબંધી સામાન્ય તકલીફોને ઓછું કરવાનું કામ કરે છે.
વજન ઘટાડવા માટે સંતરાનો જ્યૂસ
સંતરાનો જ્યૂસ વજનને નિયંત્રિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેમાં ફાઇબર ભરપુર માત્રામાં હોવાથી વજન ઘટાડવામાં સહાયક માનવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ઓછી કેલરી સમાયેલી હોવાથી તે મેદ ઘટાડવા માટે મહત્વનું ફળ માનવામાં આવે છે. તેમાં સમાયેલા કાર્બોહાઇડ્રેટ શરીરને ઊર્જા આપે છે.
કિડનીની પથરી માટે ગુણકારી
સંતરાનો સ કિડનીમાં પથરી થતાં બચાવે છે. તેમાં સાઇટ્રિક એસિડ સમાયેસુ ંહોય છે, જે ક્રિસ્ટર પથરીને બનતા રોકવાનું કામ કરે છે. પ્રતિદિન એક ગ્લાસ સંતરાનો રસ સેવન કરવાથી પથરીના જોખમથી બચી શકાય છે.
કોલોસ્ટ્રોલ ઓછું કરે છે
સંતરામાં ફાઇબર પ્રચુર માત્રામાં સમાયેલું છે. આ ફાઇબર શરીરમાંના કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત સંતરામાં અન્ય જરૂરી પોષક તત્વો વિટામિન સી, પોટેશિયમ અને ફ્લેવોનોઇડસ હોય છે, જે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં સહાયક માનવામાં આવે છે.
બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લાવે છે.
સંતરામાં ફ્લેવોનોઇડસ તેમજ પેક્ટિન જેવા આવશ્યક તત્વો સમાયેલા હોય છે. જે બ્લડપ્રેશરને નિયંત્રણાં રાખવામાં ઉપયોગી છે. આ ઉપરાંત સંતરામાં સમાયેલ પોટેશિયમ બ્લડ પ્રેશરને અંકુશમાં રાખે છે. સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે, રોજિંદા આહારમાં સંતરાને સામેલ કરવાથી હાઇ બ્લડપ્રેશર સાથે જોડાયેલા જોખમ જેવા કે હૃદયની બીમારી અને સ્ટ્રોકથી બચાવી શકાય છે.
કોલન કેન્સરમાં સહાયક
સંતરા ફાબિરનો સારો સ્ત્રોત માનવામાં આવતો હોવાથી સંશોધનના અનુસાર, ફાઇબર, કોલન કેન્સરમાં લડવામાં સહાયક હોય છે.
ડાયાબિટિસમાં ગુણકારી
સંતરામાં ફાઇબરની પર્યાપ્ત માત્રા હોય છે. ેસંશોધન દ્વારા જાણવા મળ્યું છેકે, ફાબિર ઝડપથી રક્તમાંની સુગર અને હ્લાઇકોલિસેટેડ હીમોગ્લોબિનનું પ્રમાણ ઓછુ ંકરવામાં સક્ષમ છે. જે ટાઇપ ટુ મધુમેહને વધારવાનું કારણ હોય છે. ટાઇપ ટુ ડાયાબિટીસ ધરાવનારા માટે સંતરાનું સેવન ગુણકારી છે.
પાચન શક્તિ અને કબજિયાતમાં રાહત
સંતરામાં ફાઇબર પૂરતા પ્રમાણમાં હોવાથી પાંચન તંત્રને મજબૂત કરે છે. તેમજ કબજિયાત જેવી પેટ સંબંધી સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે. ફાબિર મળને નરમ બનાવીને મળત્યાગની પ્રક્રિયાને સરળ બનાવે છે. જેથી કબજિયાતની તકલીફ ઓછી થઇ જાય છે.
એનિમિયા
સંતરાની અંદર આર્યન અને વિટામિન સી પ્રચૂર માત્રામા ંહોય છે. તેનું સેવન કરવાથી આર્યનની ઊણપને શરીરમાંથી ઓછી કરીને એનીમિયાને દૂર કરવામાં સહાયક હોય છે.
હોર્મોનલ અસંતુલન
મહિલાઓમાં હોર્મોનલ અસંતુલન, શરીરે મેદ જામવો અથવા તાણ થવા જેવી સમસ્યાઓ થતી હોય છે. આવી સ્થિતિ હૃદય રોગ અને ટાઇપ ટુ મધુમેહ માટે જવાબદાર છે. સંતરાને રોજિંદા આહારમાં સમાવાથી તે હોર્મોનલ અસંતુલન માટે ફાયદાકાર માનવામાં આવે છે.
ત્વચાને સ્વસ્થ બનાવે છે
સંતરામાં સમાયેલા વિટામિન સી એન્ટિ એજંગિ અને યૂવી પ્રોટેકશનની સાથેસાથે ત્વચાને સ્વસ્થરાખવાનું કામ કરી શકે છે. તેથી રોજ એક સંતરુ અથવા તો તેન ોરસ પીવાથી ફાયદો થાય છે. સંતરાની છાલનો ફેસમાસ્ક પણ ત્વચા માટે ફાયદાકારક છે.
ત્વચા પર થતા કાળા ડાઘા દૂર કરીને ત્વચાને મુલાયમ કરવાનું કામ સંતરામાં સમાયેલું વિટામિન સીકરે છે. તે ત્વચાની કોશિકાઓના વિકાસમાં મદદ કરે છે.
ખીલ દૂર કરે છે
સંતરામાં સમાયેલા સાઇટ્રિક એસિડ મૃત ત્વચાને દૂર કરે છે. તેમાં સમાયેલા વિટામિન સી ખીલને બહાર કાઢવામાં મદદ કરે છે. સંતરાની છાલનો ઉપયોગ ફેસવોશ તરીકે પણ કરી શકાયછે.
વાળ માટે ગુણકારી
સંતરામાં વિટામિન એ, સી, ઇ પ્રચૂરમ ાત્રામા ંસમાયેલું હોવાથી વાળને પોષણ આપે છે. જેથી ળાળ ખરતા અટકે છે અને વાળ ઘાટ્ટા અને ચમકીલા બને છે.
- મીનાક્ષી તિવારી