Get The App

ઠંડીમાં ચહેરાની ચમક જાળવતી પેટ્રોલિયમ જેલી

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
ઠંડીમાં ચહેરાની ચમક જાળવતી પેટ્રોલિયમ જેલી 1 - image

ઠંડીની ઋતુમાં તમારા પર્સમાં મેક-અપની સાથે પેટ્રોલિયમ જેલીની ડબ્બી રાખવાનું પણ ચૂકવા જેવું નથી. ત્વચા સૂકી પડી જાય અથવા તો ચીરા પડી જાય એ પછી એના પર વેસલિન ભરવાને બદલે પહેલેથી જ ત્વચાને પેટ્રોલિયમ જેલીથી મુલાયમ રાખવી હિતાવહ છે.

ઠંડીમાં વેસલિનનો ઉપયોગ

હોઠ સુકાઈ જતા હોય, પગની પાનીમાં ચીરા પડતા હોય, કોણી, ઘૂંટી અને ઘૂંટણ પરની ત્વચા શિયાળામાં વધારે સૂકી પડી જવાની ફરિયાદ રહેતી હોય તો દિવસમાં ત્રણથી ચાર વાર વેસલિન લગાવવાથી સ્કીન ફાટીને સફેદ પડી નથી જતી.

વેસલિન લગાવીને સૂઈ જવાથી સ્કિન સોફ્ટ અને સુંવાળી રહે છે.

પેટ્રોલિયમ જેલીના હટકે પ્રયોગો

૧. આઇ-શાઇન : તમે મેક-અપ લગાવતા હો કે ન લગાવતા હો, આંખ પર વેસલિન લગાવવાથી ફાયદો થશે. જો આઇલાઇનર કે આઇ-શેડો લગાવતા હો તો એ પહેલાં પેટ્રોલિયમ જેલી લગાવીને પછી અપ્લાય કરવાથી આંખો ચમકીલી લાગે છે અને મેક-અપ લાંબો સમય ટકે છે. મેક-અપ દૂર કરતી વખતે પણ તમે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરી શકો છો.

૨. હેર જેલી : ઠંડીની સીઝનમાં વાળ સૂકા પડી જવાની ફરિયાદ રહે છે. જો વાળના છેડા સ્પિલટ થઈ જતા હોય તો આંગળીઓ પર થોડીક જેલી લઈને વાળના છેડે લગાવવાથી ડ્રાયનેસ ઓછી થશે અને વાળ ચમકીલા લાગશે.

૩. નાકની ચમક : શિયાળામાં વારંવાર શરદી થઈ જતી હોય છે. શરદીમાં નાક નીતર્યા જ કરે છે. નાકને સાફ કરવા માટે રૂમાલ કે ટિશ્યુપેપરથી વારંવાર નાક ઘસવાથી નાકની આજુબાજુની ત્વચા સેન્સિટિવ અને લાલ થઈ જાય છે અને રૂક્ષ પડી જાય છે. એ સમયે નાકની સ્કિનની બળતરા ઓછી થશે.

૪. નખ પર : ખાસ કરીને હાથનાં આંગળાંનાનખની આજુબાજુની ત્વચા જલદીથી સુકાઈ જાય છે. શિયાળામાં નખ સૂકા અને બરછટ થઈ જાય છે અને એને કારણે આજુબાજુના ક્યુટિકલ્સ પણ બરછટ રહે છે. નખની આજુબાજુની ત્વચા પર રોજ રાતે સૂતા પહેલાં પેટ્રોલિયમ જેલી લઈને હળવા હાથે મસાજ કરવાથી નખ હેલ્ધી રહે છે.

૫. બેગની ચમક : જો તમે લેધરની હેન્ડબેગ વાપરતા હો તો તમારી બેગની ચમક વધારવાનું કામ પણ પેટ્રોલિયમ જેલીથી થઈ શકે છે. હેન્ડબેગ જૂની થઈ ગઈ હોય અથવા તો થોડાક દિવસથી સાફ કરવાની રહી ગઈ હોય તો એના પર પાણીવાળું કપડું ફેરવીને સાફ કરી લેવી. એ પછી પેટ્રોલિયમ જેલીવાળો હાથ કરીને લેધર પર ફેરવી દેવાથી બેગની ચમક વધી જશે.