For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

પત્નીની ચાલાકી સામે પરાસ્ત થતા પતિદેવ .

Updated: Sep 18th, 2023


પુરુષ વિચારે છે કે મહિલાઓની જીભ વધારે ચાલે છે, પરંતુ તેમને એ ખબર નથી હોતી કે તેમનું મગજ પણ ખૂબ ઝડપી ચાલે છે. તેનાથી તેઓ ઘણીવાર ચાલાકીભરી ચાલ ચાલે છે.

આ મહિલાઓ પરસ્પર સંબંધમાં જાણીજોઈને અજાણ બનવાનો પ્રયત્ન કરે છે અને એવો દેખાડો કરે છે કે તેઓ માસૂમ છે. જ્યારે તે દરેક વાત ખૂબ સારી રીતે જાણે છે અને પ્રયત્ન કરે છે કે પુરુષ જ પહેલ કરે. એવું કરવા પાછળ તેમની ઇચ્છા એ હોય છે કે તે પોતાના પાર્ટનર કે પ્રેમી પાસે પોતાની વાત મનાવી લે કે પોતાનું કામ કઢાવી લે.

આવો જાણીએ, તેમની કેટલીક ચાલાકીભરેલી ચાલ વિશે :

એક બસમાં મારી પાછળની સીટ પર બેસેલી બે મહિલા એટલા ઊંચા અવાજમાં વાતો કરી રહી હતી કે મને બધું સ્પષ્ટ સંભળાઈ રહ્યું હતું ત્યારે એક મહિલાએ જણાવ્યું કે રાત્રે લગભગ દોઢ વાગ્યા સુધી પતિ સાથે ઝઘડો થતો રહ્યો. 'અરે, શું થયું યાર?' બીજીએ પૂછ્યું તો તેણે જણાવ્યું કે કાલે રાત્રે પતિ એ જાણવા માટે જિદ્દ પર રહ્યા હતા કે હું કાલે દિવસે કોની સાથે છોલેભટૂરે ખાવા ગઈ હતી? પરંતુ હું પણ જિદ્દ પર જ રહી અને મોડી રાત સુધી મેં તેમને કંઈ ન કહ્યું, પરંતુ મેં તેમને સ્પષ્ટ સંભળાવી દીધું કે હું જેની સાથે પણ ગઈ હતી તમને જણાવવું જરૂરી નથી સમજતી. જ્યારે તેમણે મને નેકલેસ અપાવવાનું વચન આપ્યું તો મેં જણાવ્યું કે હું મારા કોલીગ સાથે ગઈ હતી.

ઑફિસમાં ઘણીવાર એવું જોવા મળે છે કે થોડી મોટી ઉંમરની મહિલાને એક પુરુષ સાથીની જરૂર હોય છે જેથી તેમને એ અહેસાસ રહે કે તેઓ હજી પણ યુવાન છે. એ પણ જોવા મળે છે કે આ ઉંમરની કેટલીય મહિલાઓ પોતાના પુરુષ મિત્ર સામે પતિની બૂરાઈ કરવા લાગે છે કારણ કે તેઓ સારી રીતે સમજે છે કે એવું કરીને જ તેઓ સામેવાળાની સહાનુભૂતિથી મેળવી શકે છે. વાત જાણે એમ બને છે કે તેનાથી પુરુષ જલદી ઓગળી જાય છે. મહિલાઓ એવું પુરુષ સાથીનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રિત કરવા પણ કરે છે. પુરુષ બિચારો તેમની ચાલમાં ફસાઈ જાય છે.

આ વાત તમે કોઈના મોઢે બોલતા ચોક્કસ સાંભળી હશે, 'મારા લગ્ન થવાના છે પણ મારું દિલ હંમેશા તારા અને માત્ર તારા માટે જ ધબકે છે,' 'તું મળવા માટે બોલાવીશ તો હું હંમેશા આવીશ,' 'હું માત્ર તને જ પ્રેમ કરું છું.'

મહિલાઓ આ હથકંડાનો ઉપયોગ ખૂબ સારી રીતે કરે છે, જેથી સામેવાળી વ્યક્તિ તેમની મીઠીમીઠી વાતોમાં આવીને બરાબર એવું જ વિચારે જેવું મહિલા તેને જણાવે છે.

જો તમે કોઈ મહિલાને મળવા બોલાવી હોય અને તમારે તેની પાસે પહોંચવામાં મોડું થઈ ગયું હોય તો પહેલાં તો તે થોડીવાર મોં ફુલાવી લેશે, તમને પણ પોતાની પાછળપાછળ ફેરવશે. પછી કેટલીય વાર સુધી જો તમે તેને ગિફ્ટ આપવા કે તેના મતલબની વાત કરશો તો તમને માફી આપવાની વાત કહીને તરત હસીને તમારી સાથે વાત શરૂ કરી દેશે.

મોટાભાગની મહિલાઓ પોતાનું મગજ સૌથી વધારે પ્રેમી કે પાર્ટનર માટે ચલાવે છે કારણ કે તે તેમનો ખેલાડી હોય છે. જો અહીં વાત બની ગઈ તો બાકી બધું જાય ભાડમાં. પાર્ટનર પાસે કોઈ કામ કરાવવાનું હોય તો તે માસૂમ બની જાય છે. તેમના ચહેરા પરથી લાચારી અને મજબૂરી સ્પષ્ટ ઝળકે છે.

આ તો જગજાહેર વાત છે કે તૈયાર થવામાં સૌથી વધારે સમય મહિલા જ લગાવે છે. મોટાભાગે એવું ખૂબ ઓછું બનતું હશે કે કોઈ મહિલાએ પુરુષને રાહ ન જોવડાવી હોય. પતિ હોય કે પ્રેમી, બંને તેમની આ ચાલમાં ફસાઈ જાય છે. હકીકતમાં, આ પ્રકારની કંડિશનને તેઓ ખૂબ એન્જોય કરે છે. તેની સાથે તેઓ પોતાનું મહત્ત્વ પણ જણાવે છે. મોટાભાગની મહિલાઓ ભલે ન બીજી બાબતમાં ડોમિનેટિંગ ન હોય, પણ આ પેંતરો જરૂર એપ્લાય કરે છે. જાતે ટાઈમ આપીને મોડા પહોંચવાનો અર્થ છે કે તેઓ તમને તડપાવવા ઇચ્છે છે.

મહિલાઓ પુરુષોની સરખામણીમાં ડેટ્સ યાદ રાખવામાં પણ માહેર હોય છે. માની લો કે તમે તેમના બર્થડે પર તેમને કોઈ ગિફ્ટ ન આપી, તો તેઓ મહિના માટે તમારી ભૂલ યાદ અપાવશે અને પોતાના માટે કેટલીય ગિફ્ટ પણ ખરીદાવશે.

કોઈ મુસીબતની સ્થિતિ આવતા તેઓ પતિને આગળ કરી દે છે ત્યારે પતિ પરમેશ્વર, દેવતા, ઘરનો બોસ, માલિક બધું બની જાય છે ત્યારે મહિલાઓ એ પણ કહેવાનું નથી ચૂકતી કે ઘરના આગેવાન કે હેડ ઓફ ધ ફેમિલી તમે છો. પતિઓને લાગે છે કે હા તેઓ જ બોસ છે, પરંતુ હકીકતમાં કોણ કોનો બોસ છે, તેમને ત્યારે ખબર પડે છે જ્યારે કોઈ વસ્તુ પૂરી કરવામાં ન આવી હોય.

રડવા સિવાય તેમનું બીજું હથિયાર છે તેમનું મૌન રહેવું અને મોં ફુલાવીને એક ખૂણામાં બેસી જવું. મૌનથી મોટાભાગના પુરુષ ગભરાઈ જાય છે. જો કોઈ મહિલા ચૂપ થઈ ગઈ તો સમજો કે થોડાંક કલાક કે આવનારા દિવસોમાં તમારી ખેર નથી. ખોટું બોલવું તો મોટાભાગની મહિલાઓની શક્તિ છે.

મહિલા સાસરીમાં પણ ખૂબ ચાલાકીભરી ચાલ ચાલે છે. તે પોતાના લાભ માટે ચાલનારી કેટલીક ચાલ તો એવી હોય છે જેને તેઓ મોટાભાગે અજમાવે છે.

* તબિયત બગડવાનું બહાનું કરીને તે કેટલાંય કામથી છુટકારો મેળવી લે છે.

* લગ્ન પછી સાસરીમાં આવતા તે, 'ફલાણું કામ મેં ક્યારેય નથી કર્યું' જેવું બહાનું બનાવીને સાસરીમાં પોતાના નાપસંદ કામને કરવાથી બચી જાય છે.

* મારા સાસુસસરા ખૂબ સારા છે. હું તેમની સાથે ખૂબ ખુશ છું. આખરે તેઓ પણ મારા પોતાના જ છે. તેમના આ કહેવાનો અર્થ બીજાની સામે એ વ્યક્ત કરવાનો હોય છે કે તેમનાથી વધારે ખુશ બીજી કોઈ વહુ નથી.

ઑફિસમાં મોટાભાગની મહિલાઓ પોતાની તબિયત ખરાબ હોવાના બહાનાને હથખિયાર રૂપે ઉપયોગ કરે છે. તે તેના માટે કંઈક એવું કરે છે કે સામેવાળું એમ કહી દે કે આજે કામ ન કર કે હું તારું કામ કરી લઈશ.

ઑફિસમાં મોટાભાગની મહિલાઓ મતલબ માટે મિત્રતા કરે છે કારણ કે ક્યારે કોણ જાણે કોની જરૂર પડી જાય. આ સ્થિતિમાં મહિલાઓ પોતાની મિત્રતાના સમ આપીને પોતાનું કામ કરાવી લે છે.

ઑફિસમાં મોટાભાગે એ જોવા મળે છે કે એક મહિલા બીજી મહિલા સામે બદલો લેવા ઇચ્છે, તો તે તેને સીધેસીધું કંઈ નથી કહેતી, પરંતુ તેના માટે તેના મોં પર મીઠી અને પીઠ પાછળ કેટલુંય ભલુંબૂરું સંભળાવતી હોય છે એટલે કે અપરોક્ષ રીતે તે તેને પરેશાન કરીને તેની છબિ બગાડે છે. તે માટે તે તેના નજીકના મિત્રની નજીક જઈને પણ તેને ઈજા પહોંચાડે છે. આ મહિલાઓની મિત્રતા ખૂબ ખતરનાક સાબિત થાય છે જે બીજાને ફસાવાનું કામ કરે છે. તમારી સાથે મીઠીમીઠી વાતો કરશે અને તમારી દરેક નાનીમોટી વાતનો રિપોર્ટ તેને આપશે, જેનાથી તમે આ વાત છુપાવવા ઇચ્છો. કેટલીય મહિલાઓ પીઠ પાછળ બૂરાઈ કરવામાં માહેર હોય છે. તે તમારી મિત્ર હોવા છતાં પણ તમારી પર્સનલ વાતનો રિપોર્ટ બીજાને આપીને તેમનું ભલું કરવાનો પણ પ્રયાસ કરે છે.

ઑફિસમાં મહિલા અને પુરુષની મિત્રતા હોય તો આ મિત્રતા દેખાડા અને કામ કઢાવવા માટે વધારે હોય છે. જો મિત્રતા બે મહિલા વચ્ચે હોય તો ઘણીવાર એક મહિલા બીજીને નીચું દેખાડવા માટે તેનું પર્સનલ વાતો ડિસક્લોઝ કરી દે છે.

કેટલીય મહિલાઓની ટેવ હોય છે કે તેઓ સામેવાળાની એટલી પ્રશંસા કરશે કે પ્રશંસા સાંભળનાર ફુલાઈ જાય. જાણે માની લો કે કોઈ તમને કહે કે તમે ફલાણું શાક ખૂબ સારું બનાવો છો, તો તમારી પ્રશંસા સાંભળીને તમે આવતી વખતે આ શાક તેના માટે પણ જરૂર બનાવશો. આ મહિલાઓ તમારી પ્રશંસા કરીને બસ પોતાનું જ કામ કાઢે છે.

ઘરની પાડોશની મૈત્રી આજકાલ સ્ટેટસ જોઈને થાય છે. આ મિત્રતા કરનાર મહિલાઓ પોતાની પ્રશંસા કરવામાં માહેર હોય છે. આ ચાલાક મહિલાઓથી બચીને રહેવામાં જ સમજદારી છે.

ઑફિસમાં કેવી રીતે સતર્ક રહેવું

* તેમની મીઠીમીઠી વાતોમાં ન આવવું.

* જરૂર હોય ત્યારે જ સાથ આપો, તે સિવાય નહીં.

* તમારા કામથી મતલબ રાખો.

* કોઈની બૂરાઈ ન તો સાંભળો અને ન કરો.

* સારી અને પ્રશંસાત્મક વાતો સાંભળીને પીગળી ન જાઓ, કારણ કે ખુશ થઈને તમે કંઈ પણ કરવા તૈયાર થઈ જશો. 

* ઑફિસની મિત્રતા ઑફિસ સુધી અથવા ઘરની બહાર સુધી રાખો કે જેથી ઘરવાળાને પરેશાની ન થાય.

Gujarat
Worldcup 2023
English
Magazines