Get The App

અજમો સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી .

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
અજમો સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી                              . 1 - image

અજમો રોજિંદી રસોઇમાં સ્વાદ અને સોડમ વધારનારો એક મસાલો હોવાની સાથેસાથે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. કહેવાય છે કે, અજમાનું સેવન વિવિધ પ્રકારના અન્નને હજમ કરવામાં સહાયક છે. સદીઓથી અજમાનો ઉપયોગ એસિડિટી, પેટમાં બળતરા, ગેસ વગેરે સમસ્યાઓમાં લાભ પહોંચાડનારો  રહ્યો છે.

એસીડિટી અને છાતીમાં બળતરા 

અધિક તીખું, તળેલું અને ભારી ભોજન કરવાથી છાતીમાં બળતરા થાય છે. એામાં એક ગ્રામ અજમો અને બદામની એક કાતરીને ચાવીચાવીને ખાવાથી અથવા તો વાટીને ખાવાથી રાહત થાય છે.

પેટની સામાન્ય તકલીફ

પેટની સામાન્ય તકલીફમાં એક ભાગ અજમો, અડધો ભાગ મરી, અને સિંધવ ભેળવીને  વાટી લેવું અને આ મિશ્રણને હુંફાળા પાણી સાથે એક-બે માત્રામાં સવાર-સાંજ ફાકવાથી ફાયદો થાય છે. 

કબજિયાતથી રાહત

અજમાને શેકીને વાટીને ફાકી જવાથી કબજિયાાતથી રાહત થાય છે. તેને રાતના પણ ખાવાથી ફાયદો થાય છે. 

શરદી અને ઉધરસ

અજમાને શેકી વાટી તેને પાણીમાં ઉકાળવો ઠંડો પડે પછી તેને ગાળીને આ પાણી પીવાથી ગળાની તકલીફમાં રાહત આપે છે. તંમજ શરદી, ઊધરસમાં પણ ગુણકારી છે.

કફ

અજમાનું સેવન કરવાથી ફેંફસામાંના કફને ઢીલો કરીને બહાર કાઢવામાં મદદ કરે છે. જેથી શ્વસનતંત્ર મજબૂત થાય છે. 

શરદીથી નાક બંધ થઇ ગયું હોય તો

શરદીના કારણે નાક બંધ થઇ જવામાં શેકેલા અજમાને અધકચરો વાટી સૂંઘવાથી બંધ થયેલું નાક ખૂલે છે અને માથાના દુખાવામાં પણ રાહત થાય છે. તેમજ શેકેલા અજમાને અધકચરો વાટી ગરમ પાણીમાં ભેળળી તેનો શેક લેવાથી પણ ફાયદો થાય છે. 

મેટાબોલિઝમ

અજમાને પાણીમાં ઉકાળી ઠંડુ પછે પછી તએ પાણીનું સેવન કરવાથી શરીરનું મેટાબોલિઝમ તેેજ થાય છે જેથી વસા અને ર્ક્બોહાઇડ્રેટ ઓગળવાની પ્રક્રિયા શરૂ થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. 

બ્લડ પ્રેશરને નિયંત્રણ

બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરે છે. 

માસિક ધર્મ

માસિક ધર્મ દરમિયાન થતા દુખાવા અને પ્રવાહને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

કાન

કાનના દુખાવામાં રાહત આપે છે. અજમાનું તેલ બજારમાં મળે છે તે તબીબની સલાહને અનુસરીને કાનમાં નાખવાથી ફાયદો થાય છે. 

શરીરના દુખાવામાં

અજમામાં સમાયેલા એનાલ્જેસિકગુણ શરીરના દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. 

કોલેસ્ટ્રોલ

એક સંશોધનના અનુસાર, અજમામાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસાઇડના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છ.ે અજમાને શેકીને ચાવીને ખાવાથી અથવા તો તેનો પાવડર કરીને પણ સેવન કરી શકાય છે. જેના સેવનથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઓછા થાય છે અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય છે. 

હાઇપરટેન્શન

અજમાનું સેવન હાઇપરટેન્શનમાંથી રાહતઆપીને મૂડને સારો કરવામાં મદદ કરે છે. તેમાં સમાયેલા એન્જાઇમ તન અને મનને તરોતાજા રાખવામાં મદદ કરે છે. 

- મીનાક્ષી તિવારી