- જેને પહેરીને કન્યા કુંવારિકા મટીને નવવધૂ બને છે
સૌંદર્ય એક વિભાવના છે. મનની કલ્પના છે, વસ્તુ નથી. સૌંદર્ય એ ખરી રીતે માનવીના અંતરની દ્રષ્ટિ છે. સૌૈંદર્યનું અનંત તત્ત્વ છે. એની પ્રતીતિ પાનેતર કરી આપે છે. કાપડિયાની દુકાને શો-કેઈસમાં ગોઠવેલા પાનેતરની જે ઝલક છે, તેના કરતાં કોઈ એકાંત ઓરડામાં ખીટી કે વગણીએ લટકતા પાનેતરને મળેલી ઉત્કૃષ્ટ કલ્પનાની કંઈ ઓર આભા છે. કોઠમણી, કંકુવરણી, નમણી કન્યાના અંગો પર પરિધાન પામેલ પાનેતરને વળી આગવી શોભા છે.
રાજા-મહારાજાઓના વખતથી અત્યારના વરરાજાના જમાનામાં કન્યાઓ વસ્ત્રોની બાબતમાં ખૂબ જ સજાગ રહી છે. વિવિધ જાતનાં વસ્ત્રોેનોે રૂઆબ ભપકો અને ચમક માનવમાત્રને આકર્ષે છે. પણ એ તમામ વસ્ત્રોમાં 'પાનેતર' અને 'ઘરચોળા'નું સ્થાન સ્ત્રીજીવનમાં આગવું છે.
'લગ્ન' એટલે એ આત્માનું પરમાત્માની સાક્ષીમાં મિલન. સ્ત્રીજીવનમાં અપૂર્વ અવસર! એ અવસરનો મંગળ પોષાક એટલે જ 'પાનેતર'.
કન્યાના નવજીવનમાં વિશેષ મહત્ત્વ ધરાવતું પાનેતર એ મોસાળ પક્ષ તરફથી મોસાળાં નિમિત્તે મામા તરફથી ભાણીને આપવામાં આવે છે. ક્યારે પસંદગીનું પાનેતર લેવા માટે મામા ભાણેજને પૈસા જ આપતા હોય છે. જેથી સંદગીનું પાનેતર લઈ શકાય. કેમ કે પાનેતર એ દીકરીની દીકરીને માનવતર ઘર તરફથી મળેલું સંભારણું છે. આ સંભારણું જીવનભરનું સ્મૃતિ ચિહ્ન બની રહે છે. તેથી તે લગ્ન પૂર્વે તો કન્યા પહેરતી પણ નથી.
પાનેતર એટલે દુલ્હનનોે શણગાર, શુકનનો લાલ રંગ અને શુધ્ધ પવિત્રતાની સફેદીથી બનેલું પાનેતર નવોઢાના રૂપ અને શણગારમાં વધારો કરે. દર વર્ષે પાનેતરમાં નવી નવી ડિઝાઈનો જોવા મળે છે. પરંતુ તેનું કલર કોમ્બીનેશન તો એક જ હોય છે. લાલ અને સફેદ આ ઉપરાંત પણ પાનેતરમાં કેટલીકવારલીલો રંગ પણ જોવા મળે છે.
આજે તોે ન્યુ ફેશનના બદલાતા યુગમાં પાનેતરમાં પણ વિવિધ ડિઝાઈનો આવવા લાગી છે. દર વર્ષે પાનેતરમાં અવનવી ડિઝાઈનો આવે છે. પરંતુ તેના મૂળ રંગો એના એ જ રહ્યા છે. પાનેતરમાં પાલવ બોર્ડર ચેક્સ, બુટ્ટા, લાઈનીંગ લહેરિયા, પેચવર્ક, જરી નૂઈ એવા જાતજાતની અને ભાતભાતની ડિઝાઈનો જોવા મળે છે. પરંતુ તેમાં વપરાતા લાલ અને સફેદ રંગ કન્યાને શુકન અને શુદ્ધ પવિતક્રતા બક્ષે છે. પાનેતર પહેરવાથી કન્યા અખંડ સૌૈભાગ્ય પ્રાપ્ત કરે છે. અને કન્યા એક નવું જ રૂપ ધારણ કરે છે તેવી માન્યતા છે.
લાલ અને સફેદ રંગના કોેમ્બીનેશનમાં મળતા પાનેતર ખરીદતા યુવતીઓ કલાકોના કલાકોે સાડીઓના શોરૂમમાં ગાળે છે અને પાનેતરની પસંદગી કરે છે. કારણ કે પાલવ, બોેર્ડર અને લાલ કે સફદે રંગની વધઘટ અને કન્યાના વર્ણ પ્રમાણે પાનેતરની પસંદગી થાય તો જ કન્યા શોભી ઊઠે.
પહેલાં સંપૂર્ણ સફેદ રંગનું અને નીચે જરીનું પટ્ટીવાળું પાનેતર પહેરાતું હતું. પણ વહેતા જતા સમયના વહેણની સાથે સાથે તેમાં લાલ-લીલો મરૂન રંગ ઉમેરાતા ગયા પછી તેમાં બાંધણીનું બાંધણ કરવામાં આવ્યું.
ઘરચોળું એ સસરા પક્ષ તરફથી નવવધુને ચડાવવામાં આવે છે. જ્યારે કન્યા પરણવા માટે મંડપ (મોયરા)માં આવે તે પહેલાં પાનેતરની ઉપર ઘરચોળું પહેરવામાં આવતું પણ અત્યારના સમયમાં ઘરચોેળાનો ઉપયોગ ચુંદડી તરીકે માથા પર ઓઢાડવામાં થાય છે.
પાનેતરની સાડીમાં વિવિધ પ્રકારની અનેક ડિઝાઈનો હોય છે. જેવી કે પૂતળીઓ, હાથી, બોર્ડરો, પોેપટ, કેરી, મોગરો, કળશ, ઝીણા સાથિયા વગેરે અને તે પણ જરીકામ અને કસબ કામવાળા હોય છે.
સૌરાષ્ટ્રમાં નાગર લોકોની કોેટનની અંદર પોેપટની બોેર્ડર અને સાચા જરીકામવાળી પાનેતર પહેરે છે. શ્રીમંત કુટુંબોમાં સિલ્કના પાનેતર કે ઘરચોળા પહેરાય છે. તે બાવન ભાગુ કસબી, કામ, ગજી, બનારસી નામે ઓળખાય છે.
પાનેતર આમ તોે ગુજરાતી સ્ટાઈલમાં જ પહેરાય છે. તેનો પાલવ આગળની તરફ ફેલાતો હોવાથી પાલવની ડિઝાઈને અને રંગની ખાસ વિશિષ્ટતા તરત જ સૌને ધ્યાનમાં આવે છે. બારીક વર્ક કરેલી નાજુક બોર્ડર પણ દરેકને ઊડીને આંખે વળગે છે. પાનેતરની શોેભામાં ચાર ચાંદ લાગી જાય છે. પાનેતર પસંદ કરતી વખતે કેટલીક બાબતોનોે ખ્યાલ રાખવો જરૂરી છે. ત્વચાને રંગ અને શરીરનું કદ ધ્યાનમાં રાખીને પાનેતરની પસંદગી કરવી જોઈએ. શ્યામ વર્ણની કન્યાના પાનેતરમાં લાલ રંગ વધુ ઉપસતો હશે કે સફેદ રંગ વધુ ઉપસતો હશે તો કન્યા વધુ શ્યામ લાગશે. તેથી તેણે લાલ અને સફેદ રંગનું સંમિશ્રણ હોય એવું પાનેતર પહેર્યું હોય તે ખૂબ જ જરૂરી છે.
જો કન્યાની ઊંચાઈ ઓછી હોય અને તે બહુ મોટો પાલવ, મોટી બોર્ડર કે મોટી ડિઝાઈન આડી લાઈન કે પછી ચેક્સવાળું પાનેતર પહેરે તો વધુ નીચી લાગે છે. તેથી તેણે નાની પ્રિન્ટ નાની ચેક્સ, લહેરિયા કે લાઈનીંગવાળી ડિઝાઈનનું પાનેતર પહેર્યું હોય તો તેની હાઈટ ઓછી નહીં લાગે.
જોે કન્યાની ઊંચાઈ વધુ હોય તો મોટી બોર્ડર, જરીનો પટ્ટો કે મોટી મોટી ડિઝાઈનવાળું પાનેતર કન્યાને એકદમ પ્રભાવશાળી વ્યક્તિત્વ અર્પશે. સ્થૂળ અને જાડી કન્યાને માટે ખરીદાયેલું પાનેતરનું પોત સુંવાળું, પાતળુ અને સરળ ડિઝાઈનવાળું હશે તોે કન્યા વધુ સોહામણી લાગશે. જ્યારે ખૂબ જ પાતળી કન્યા જાડુ કે કડક રહે તેવું પોેત પહેર્યું હશે તો તેનું શરીર ભરાવદાર હોય તે રીતે ઉપસી આવશે.
આ ઉપરાંત વધુ ચળકાટવાળા કપડાં પસદ ન કરો. આવા કપડાં કેમેરાની લાઈટમાં 'ગ્લેર' મારે છે. અને તેથી તમારા ફોટા સારા નહીં આવે. ઉપરાંત તમારા કિંમતી આભૂષણો પણ પહેરેલા દેખાશે નહીં. તેથી પાનેતર જેટલું સૌમ્ય અને સરળ હશે એટલું વધુ સુંદર લાગશે.
ખરેખર 'પાનેતર' 'ઘરચોળુ' અને બંને શુકનવંતા વસ્ત્રો છે કે જેને પહેરીને જ કન્યા કુંવારીકા મટીને નવવધૂ બને છે. અને પોેતાનોે પ્રિયજન સાથે પ્રભુતામાં પગલાં માંડે છે. જેનું મુક સાક્ષી પાનેતર જ છે.


