પૈઠણી : સાડીઓની મહારાણીની પાછળ ઘેલી નારીઓ .
આપણા દેશની સંસ્કૃતિ મહાન છે. તે જ પ્રમાણે અહીંની કારીગરીનો પણ જોટો જડવો મુશ્કેલ છે. આપણા દેશમાં પ્રાંતોની વિવિધતાત સાથે સાડીઓની પણ વૈવિધ્યતા જોવા મળે છે. અને આટલી બધી વિવિધતા વિશ્વના કોઈ દેશમાં જોવા મળશે નહીં.
આજે તહેવારોની ખરીદી કરવા કે લગ્નપ્રસંગ માટે ખરીદી કરવા સાડીના શોરૂમમાં જઈએ તો દુકાનદાર આપણી સામે સાડીઓની એટલી બધી વેરાયટીઓ મૂકે છે કે તેમાંથી પસંદગી કરવી મુશ્કેલ થઈ જાય છે. આપણા વણકરો ખાદીથી લઈને સાચી જરીની સિલ્કની સાડી બનાવે છે. આપણા દેશના વિવિધ પ્રાંતોમાં વસતા વણકરોના આંગળામાંથી એકદમ આકર્ષક અને ઉત્કૃષ્ટ ડિઝાઈન બને છે. વણકરોની ઉત્તમ કલાનો ઉત્કૃષ્ટ નમૂનો એટલે સદીઓ જૂની 'પૈઠણી સાડી'.
મહારાષ્ટ્રના પૈઠણમાં બનતી આ સાડીઓની ચમક અને ઠસ્સો જોતા ભલભલી સ્ત્રીનું મન મોહી જાય છે. ભારતમાં મળતી મોંઘી સાડીઓમાં 'પૈઠણી' સાડીની ગણતરી થાય છે. પરંતુ આ સાડીની જો સરખી જાળવણી કરવામાં આવે તો તે બે-ત્રણ પેઢી સુધી ચાલે છે,. અને એક વખત તે સો વર્ષ જૂની બની જાય એટલે તે 'અમૂલ્ય' બની જાય છે.
જો તમારે ખરેખર પૈઠણી સાડી ખરીદવી હોય તો નૈના ઝવેરીને મળોે. આ ડિઝાઈનર તમને એક એકથી ચઢિયાતી ડિઝાઈન બનાવશે. ૧૯૮૯થી પૈઠણી સાડી ડિઝાઈન કરે છે. તે સમયે તેમને લગ્નમાં જવાનું હતુ.ં અને લગ્નમાં કંઈક નવુ અન ેઠસ્સાદાર પહેરવું હતું. મુંબઈમાં તેઓ પૂના ખાસ પૈઠણી ખરીદવા ગયા હતા. અને ખરેખર, તેમની સાડીએ પ્રસંગમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી. તે દિવસે તેમને પૈઠણી સાડી ડિઝાઈન કરવાનો વિચાર આવ્યો હતો. નૈનાએ પનવેલ પાસે લૂમ શરૂ કરી અને પોતાના મિત્રો અને સંબંધીઓ માટે સાડી ડિઝાઈન કરવાનુ ંશરૂ કર્યું હતું.
સાધારણ રીતે પૈઠણી સાડી ખૂબ જ મોંઘી હોવાથી મધ્યમવર્ગીય ગૃહિણી તેને લેવાનો વિચાર જ નથી કરી શકતી. પણ આ બાબતે અસહમતી દર્શાવતા નૈના કહે છે કે, ''પૈઠણી સાડી રૃા. ૪,૨૦૦થી લઈને એક લાખ રૂપિયા સુધીની બને છે. પહેલા તેમાંમ સોનાની જરી વાપરવામાં આવતીહતી. પણ હવે તેની જગ્યાએ સોનાનો ઢોળ ચડાવેલી ચાંદીની જરીનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી તેની કિંમતમાં ધરખમ ઘટાડો થાય છે.''
પૈઠણીમાં ધૂપછાંવ આત્મા ઉપસાવવા બે રંગને ભેગા કરવામાં આવે છે. આનાથી ખૂબ જ ભવ્ય દેખાવ ઉપજે છે. ઝાડ તતા આમળા, મહેંદી, દાડમ, હળદર, ગળી વગેરે છોડોની ડાયસાડીને ડાય કરવા વાપરવામાં આવ ે છે. પૈઠણીમાં કાળી ચંદ્રકલા (કોળા) ઉદાની (આછો કાળો), કસુંબી (મજન્ટા), કપિલા (લાલ) મોતીયા (મોતી જેવો ગુલાબી), નીલ ગુંજી (ભૂરો) મોરપંખી (મોરપિચ્છ) બૈગની (રીંગણી) પોફલી (લીલો) જેવા રંગ હોય છે.
પહેલાના સમયમાં પ્લેન સાડી અને ભારે પાલવની માંગ ખૂબ હતી. ત્યારબાદ પ્લેનને બદલે બુટ્ટીઓની ફેશન આવી હતી. તારા, પૈસા, ફુલ, પોપટ, મોર, કેરી. જેવી નાની બુટ્ટીઓ મૂકવામાં આવે છે. પૈઠણીને તેની ડિઝાઈન પ્રમાણે તોતામનીયા અથવા નારળી જેવા નામ આપવામાં આવે છે. તે ઉપરાંત કાલ્પનિક પક્ષીઓની ડિઝાઈન પણ બનાવવામાં આવશે. આવું જ એક પક્ષી છે. 'હ્યુમા પક્ષી' જે પાણીમાંથી નીકળીને આકાશમાં ઊડે છે. 'બેહસ્તી પરિંદા' સ્વર્ગના પક્ષી તરીકે ઓળખાય છે.
પૈઠણીને સાચવવાની ટીપ્સ:
* પૈઠણી સાડીને ક્યારેય પુઠ્ઠાના બોક્સ કે પ્લાસ્ટિકની થેલીમાં ન રાખવી.
* હંમેશાં સાડીને હેંગર ઉપર ટીંગાડીને રાખો તથા તેના પર પાતળુ ંમસલીનનું કપડું ઢાંકી રાખો.
* પૈઠણી સાડી મૂકી હોય ત્યાં ડામરની ગોળી ન મૂકો.
* પૈઠણી સાડી મૂકી હોય ત્યાં જંતુનાશક દવા કે એરફ્રેશનર ન છાંટો.
* પૈઠણી સાડી પર સીધેસીધું પરફ્યૂમ ન નાંખો પહેલાં પર્ફ્યૂમને શરીર પર છાંટો. પછી થોડી મિનિટ ઊભા રહો. ત્યારબાદ સાડી પહેરો.
* ચોમાસા પહેલા અને પછી સાડીને બહાર કાઢી હવામાં ટીંગાડો. તે જ પ્રમાણે સાડીની એક સરખી ઘડી ન પડે તે માટે જુદી જુદી રીતે ઘડી કરવી.
* પૈઠણી સાડી પહેર્યા પછી તેમાંથી પરસેવો જતો રહે તે માટે હવામાં રહેવા દો.
* દર થોડા વખતે રોલ પ્રેસ કરાવો. સામાન્ય તાપમાને તમે પૈઠણીને ઘરે પણ ઈસ્ત્રી કરી શકો છો.
* પૈઠણીને ક્યારેય ઘરે ધોવી નહિ. હમેશાં ડ્રાયક્લીન કરાવવી.