ત્વચાની ચમક માટે ઉપયોગી સંતરાની છાલ
સંતરા એક એવું ફળ છે જેને એન્ટિ ઓક્સિડન્ટસ માનવામાં આવે છે. મોટા ભાગના લોકો સંતરાના ગુણો વિશે જ વધુ જાણતા હોવાથી સંતરાની છાલને ફેંકી દેતા હોય છે. જ્યારે સંતરાની છાલ સ્કિન માટે ફાયદાકારક છે. તેના ઉપયોગથી ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર થઇ શકે છે.
સંતરાની તાજી છાલને કોણી, ઘૂંટણ અથવા ગરદન પર રગડવાથી ત્વચાની કાળાશ દૂર થાય છે.
સંતરાની છાલની પેસ્ટ બનાવીને મધ સાથે ભેળવીને સ્કિન પર લગાડવાથી ત્વચા પરના મૃતકોશ દૂર થાય છે. ત્વચામાં ગ્લો આવે છે અને ત્વચાના રોમછિન્દ્રોની સફાઇ થાય છેે. સંતરાની છાલને ચંદન પાવડર સાથે ભેળવી તેની પેસ્ટ બનાવવી. આ પેસ્ટ તૈલીય ત્વચા માટે અને ખીલ પર ફાયદાકારક નિવડે છે.
સંતરાની છાલની ખુબીઓ
સંતરાની છાલ પણ સંતરાની માફક જ વિટામિન સીથી ભરપૂર હોય છે. ઉપરાંત તેમાં એન્ટિબેકટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે, ઓઇલ કન્ટ્રોલિંહ પ્રોપર્ટીઝ હોય છે તેમજ એન્ટી ઓક્લિડન્ટસ અને એન્ટિમાઇક્રોબિયસ પ્રોપર્ટીઝ જોવા મળે છે.
ત્વચાને સુંદર રાખવા માટે કોલેજનની જરૂર પડે છે. કોલેઝન અને પ્રાકૃતિક પ્રોટીન હોય છે, જે ત્વચાની કોશિકાઓના નિર્માણમાં મદદ કરે છે. જેથી ત્વચા સ્વસ્થ અને ગ્લોઇંગ દેખાય છે.
સતંરાની છાલના ફાયદા
ત્વચા પર સંતરાની છાલના પાવડરનો સ્ક્રબ અથવા તો પેસ્ટ બનાવીને ઉપયોગ કરવો. જેનાથી ત્વચાને દરેક પ્રકારના લાભ મળે છે, તેમજ ત્વચા બ્રાઇટની સાથેસાથે ટાઇટ પણ થાય છે.
સંતરાની છાલના ઉપયોગથી ત્વચામાં કુદરતી કસાવટ આવે છે. બ્લેકહેડ્સ અને એકનેની સમસ્યા દૂર થાય છે.
સંતરાની છાલને સુકવવાના તરીકા
સંતરાની છાલને સુકવીને પાવડર બનાવા માટે યોગ્ય પદ્ધતિની જાણકારી હોવી જોઇએ. જેથી સંતરાની છાલમાં સમાયેલા ગુણોનો પૂરો લાભ મેળવી શકાય.
સંતરાની છાલને સૂર્યના સીધા કિરણો એના પર ન પડે તે રીતે એટલે કે છાંયામાં સુકવવી જોઇએ.
સંતરાની છાલને સૂતરાઉ કપડા અથવા સ્વવચ્છ અખબાર પર ફેલાવી દેવી. એના પર એક ઝીણું કપડું ઢાંકી દેવું, જેથી હવાની અવર-જવર થઇ શકેે.સંતરાની છાલ પર જરા અમથું પણ પાણી પડવાથી તેના પર ફંગસ તેમજ નમી લાગવાની શક્યતા રહે છે. તેથી તેને સુકી જગ્યામાં જ રાખવા.
સંતરાની છાલનો પાવડર બનાવાની રીત
સંતરાની છાસ બરાબર સુકાઇ જાય પછી તેને મીક્સરમાં વાટી પાવડર બનાવી રાખવો. જો તમે એનો સ્ક્રબ બનાવા ઇચ્છતા હોય તો પાવડર થોડો જાડો રાખવો. આ પાવડરને ચોખાના લોટ અને ગુલાબજળ સાથે ભેળવી પેસ્ટ બનાવી લેવી અને સંપૂર્ણ બોડી પર સ્ક્રબ કરવું.
ખીલ, તેમજ તેના ડાઘ-ધાબા હોય તો ચંદન પાવડર, ચણાનો લોટ અને ગુલાબજળ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા તથા ગરદન પર લગાડવાથી ફાયદો થાય છે.
- સુરેખા