Get The App

હવે સીતાફળ ખરીદો ત્યારે ફળ વિક્રેતા પાસેથી માગી લેજો આ મધમીઠાં ફળના પાન

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
હવે સીતાફળ ખરીદો ત્યારે ફળ વિક્રેતા પાસેથી માગી લેજો આ મધમીઠાં ફળના પાન 1 - image

કોઈપણ ફળ ખરીદતી વખતે આપણે તેના પાન એમ વિચારીને કઢાવી નાખીએ છીએ કે નાહકનું વજન વધશે અને ફળના ભાવમાં તેના નાખી દેવા જેવા પાન ખરીદવા પડશે. પણ હવે સીતાફળ ખરીદવા જાઓ ત્યારે આવો વિચાર કરવાને બદલે ફળ વિક્રેતા પાસેથી આ મધમીઠાં ફળના વધારાના પાન પણ ખરીદી લેજો. વાસ્તવમાં સીતાફળના પાંદડાંમાં પ્રચૂર પ્રમાણમાં વિટામીન એ, સી, કેલ્શિયમ, લોહ તત્વ હોય છે. બહુ ઓછા લોકો જાણે છે કે આયુર્વેદમાં સીતાફળના પાનનો ઉપયોગ સેંકડો વર્ષથી થતો આવ્યો છે. તેનું સેવન ચા તરીકે પણ થઈ શકે અને આ પાન ખાઈ પણ શકાય. આ પાન આપણા સ્વાસ્થ્ય માટે શી રીતે લાભકારક બને છે તે જાણવું રસપ્રદ થઈ પડશે. નિષ્ણાતો તેના વિશે માહિતી આપતાં કહે છે..,

* સીતાફળના પાન ડાયાબિટિસને અંકુશમાં રાખવામાં સહાયક બને છે. તેમાં રહેલાં ફાઈબર રક્ત શર્કરાના સ્તરને સ્થિર રાખે છે. જ્યારે તેમાં રહેલાં એન્ટિઓક્સિડન્ટ્સ ઇન્સ્યુલીનની સંવેદનશીલતા વધારે છે, પરિણામે રક્ત શર્કરાનું સ્તર ઓછું થાય છે.

* કેટલાંક સંશોધનોમાં જાણવા મળ્યું હતું કે સીતાફળના પાનમાં કેન્સર ખાળવાની ક્ષમતા હોઈ શકે. આ પાંદડાંમાં રહેલાં ફાઇટોકેમિકલ, એન્ટિઓક્સિડંટ અને એન્ટિ-ઇન્ફલેમેટરી ગુણો કેન્સરની કોશિકાઓનો વિકાસ રોકે છે. જ્યારે તેમાં રહેલા વિટામીન સી અને એ કેન્સરની કોશિકાઓનો નાશ કરવામાં મદદ કરે છે. એટલું જ નહીં, તે શરીરમાં રહેલાં વિષારી તત્વો દૂર કરવામાં પણ સહાયક બનતાં હોવાથી કેન્સરજન્ય તત્વો શરીરમાંથી બહાર ફેંકાઈ જાય છે.

* ત્વચાને સ્વસ્થ-કાંતિવાન બનાવવામાં પણ સીતાફળના પાંદડા ખપ લાગે છે. તેમાં રહેલા એન્ટિ-બેક્ટેરિયલ ગુણો ખિલ, ખરજવું, ત્વચા પર રહેલો મેલ દૂર કરવાનું કામ કરે છે. સીતાફળના પાનની પેસ્ટ બનાવીને ત્વચા પર લગાવવાથી ચામડી સુંવાળી અને કોમળ બને છે.

* સીતાફળના પાન જુલાબને અંકુશમાં લેવામાં ખપ લાગે છે. તેમાં રહેલું ટેનિન નામનું એન્ટિઓક્સિડંટ પેટને શાંત કરીને જુલાબ ખાળવામાં મદદ કરે છે. તેમાં રહેલાં રેષાંથી પાચન તંત્ર સુચારુ રીતે કામ કરે છે અને તેના એન્ટિ-બેક્ટેરિયલ ગુણો આંતરડાંમાં થયેલું સંક્રમણ અટકાવે છે જે છેવટે ડાયરિયા પર નિયંત્રણ મેળવવામાં કારગર પુરવાર થાય છે. જુલાબ થાય ત્યારે શરીરમાંથી પાણી ઓછું થઈ જતું હોવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા સર્જાય છે. સીતાફળના પાંદડાંનો રસ પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે.

સીતાફળના પાનમાં રહેલા ગુણકારી તત્વો આ અને આવી ઘણી સમસ્યાઓ દૂર કરતાં હોવાથી તેને કચરામાં ફેંકી દેવાની ભૂલ કરવા જેવી નથી.  

- વૈશાલી ઠક્કર