Get The App

ન્યુરોકોસ્મેટીક્સ : ત્વચા અને મગજના સંબંધના વિજ્ઞાન પર કામ કરતા ઉત્પાદનો

Updated: Jun 15th, 2026

GS TEAM

Google News
Google News
ન્યુરોકોસ્મેટીક્સ : ત્વચા અને મગજના સંબંધના વિજ્ઞાન પર કામ કરતા ઉત્પાદનો 1 - image

- ન્યુરોકોસ્મેટીક્સમાં આવેલો ઉછાળો એક અસ્થાયી ટ્રેન્ડ નથી, પણ એક કાયમી પરિવર્તન છે. ત્વચાની સારવાર માટે માત્ર બાહ્ય પરીબળો પર ધ્યાન આપવાનો પરંપરાગત અભિગમ હવે પડકારાઈ રહ્યો છે.

ક્યારેય અનુભવ કર્યો છે કે ભાવનાઓમાં તણાઈને આપણી ત્વચા કેવી રીતે પ્રતિસાદ આપે છે? શરમની લાગણી, ત્વચા પીળી પડી જવી, ત્વચામાં ગુલાબી રંગ આવવો, ભયના કારણે રુંવાટા ઊભા થઈ જવા, આ તમામ ત્વચાના બાહ્ય વાતાવરણ પ્રત્યેના પ્રતિસાદ છે. વાસ્તવમાં આપણી ત્વચા અને મગજ અથવા ચેતાતંત્ર વચ્ચે નિરંતર સંપર્ક હોય છે.

ત્વચા સંભાળ અને સૌંદર્ય ઉદ્યોગો સતત વિકસતા રહે છે અને આપણું ધ્યાન આકષત કરે છે. જેમ જેમ ગ્રાહકો નવા વલણો વિશે વધુ જાગૃત થાય છે, તેમ તેમ બ્રાન્ડ્સ તેમના ઉત્પાદનોમાં નવા ઘટકોનો સમાવેશ કરતી રહે છે.

કેટલાક તત્વો એવા હોય છે જેને ત્વચા પર લગાડવાથી તે ત્વચા અને મગજ બંને પર અસર કરે છે. એનું મુખ્ય કારણ છે ત્વચા, ચેતાતંત્ર અને રુધિરાભ્રમણતંત્ર વચ્ચેનો સંબંધ. આ બાબતને વધુ સ્પષ્ટપણે સમજાવતા નિષ્ણાંતો કહે છે કે અમુક તત્વોમાં ત્વચામાં ઊંડે ઉતરીને લોહીના પ્રવાહમાં ભળવાની ક્ષમતા હોય છે. એકવાર આ પદાર્થ લોહીના પ્રવાહમાં સામેલ થયા પછી તે ચેતાતંત્રને અસર કરીને આપણા મૂડ, મગજ પર પ્રભાવ પાડે છે. એટલું જ નહિ તે પીડાની લાગણી પર પણ અસર કરે છે.

ત્વચા આસપાસના વાતાવરણની જાણકારી હાંસલ કરીને એક રિસ્પોન્સ ઉત્પન્ન કરે છે જેનો હેતુ ચેતાતંત્રને બાહ્ય સ્થિતિથી અવગત કરાવવાનો છે.

ન્યુરોકોસ્મેટીક્સ પાછળનું વિજ્ઞાન

ન્યુરોકોસ્મેટીક્સ એટલે એવા પદાર્થ જેને ત્વચા પર લગાડવાથી તે નર્વસ સીસ્ટમ અથવા ત્વચામાં રહેલી નસના નાના છેડાને અસર કરે છે. આવા પદાર્થો ખંજવાળમાં તો રાહત આપે છે પણ સાથે ત્વચા પરની કચલી અને ચહેરા પર પડતી રેખાને પણ પ્રભાવિત કરે છે.

મગજ અને ત્વચા વચ્ચેનો સંબંધ સદીઓથી જાણીતો છે. જો કે ત્વચાના સંદર્ભમાં ન્યુરોકોસ્ટમેટીક્સ એવા પદાર્થોનો વૈજ્ઞાનિક અભ્યાસ છે  જે ત્વચામાં રહેલી મગજને જોડતી નસોના નેટવર્ક સાથે ઈન્ટરએક્ટ કરીને ત્વચા અને મગજ બંનેના સ્વાસ્થ્ય માટે ઉત્તમ પરિણામ સર્જે છે. ત્વચા અને મગજ વચ્ચેના જોડાણ વિશે વધતી જાગૃકતા કોસ્મેટીક ઉદ્યોગને રોમાંચિત કરી રહી છે.

વધુને વધુ લોકોને જાણ થતી જાય છે કે તાણ, લાગણીઓ અને ન્યુરલ સિગ્નલીંગ ત્વચા પર બળતરા, સોજો, કરચલી અને ખીલ ઉત્પન્ન કરી શકે. ન્યુરોકોસ્ટમેટીક્સનો અભિગમ સર્વગ્રાહી છે. તે આ તમામ સંકળાયેલા પરિબળોને ધ્યાનમાં રાખીને એક આકર્ષક અને સંશોધાત્મક ક્ષેત્ર રચે છે.

ન્યુરોકોસ્મેટીક ઉત્પાદનોમાં વિશેષ કરીને ન્યુરોપેપ્ટાઈડ્સ, બાયોટિક્સ અને છોડના અર્ક જેવા ઘટકો હોય છે. અન્ય ઉત્પાદનોથી ન્યુરોકોસ્મેટીક્સમાં રહેલો તફાવત ત્વચાના શારીરિક અને માનસિક બંને પાસાના સમાધાનમાં રહેલો છે. તેનો મુખ્ય હેતુ ત્વચાના આરોગ્યને સુધારીને લાગણીઓ, તણાવ, વૃદ્ધત્વ અને એકંદર સુખાકારી પર અસર પાડવાનો છે.

આ બે દિશાના સંબંધથી સ્પષ્ટ થાય છે કે કેવી રીતે ત્વચાના કેટલાક ચોક્કસ ઉત્પાદનો આપણી ભાવનાત્મક સુખાકારીને અસર કરી શકે છે. આ દ્વિ-દિશાત્મક સંબંધથી સ્પષ્ટ છે કે કેવી રીતે ચોક્કસ ત્વચાના ઉત્પાદનો ભાવનાત્મક સુખાકારીને અસર કરી શકે છે. આવું જ એક ઉદાહરણ ન્યુરોકોસ્મેટિક ફોર્મ્યુલેશનમાં ન્યુરોપેપ્ટાઇડ્સ જેવા પેપ્ટાઇડ્સનો ઉપયોગ છે. આ પેપ્ટાઈડ્સ ત્વચાના કોષો પરના રિસેપ્ટરો સાથે જોડાઈને બેટા-એન્ડોરફિન્સ અને ક્યારેક ઓક્સીટોસિન જેવા ન્યુરોટ્રાન્સમીટરના સ્રાવને ઉત્તેજન આપે છે. આ ઈન્ટરએક્શનથી શાંત અને ઉત્તેજક બંને પ્રકારની અસર થાય છે. વાસ્તવમાં આ પેપ્ટાઈડ્સ કોલેજેન ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપીને ત્વચાના પોષણમાં સહાય કરે છે.

ત્વચાના કોષોની આવરદા પણ યુવા અને સ્વસ્થ ત્વચા માટે ખૂબ જ જરૂરી છે. ન્યુરોકોસ્મેટીક્સમાં કોષોની આવરદા વધારતા સક્રિય ઘટકો સામેલ કરીને આ સમસ્યાનું સમાધાન શક્ય બને છે. આ ઘટકો ત્વચા પર કામ કરીને કોલેજેન બ્રેકડાઉનને અટકાવે છે અને વૃદ્ધત્વની નકારાત્મક અસરોને નાબૂદ કરે છે. પરિણામે ન્યુરોકોસ્મેટીક્સથી કરચલી, ચહેરા પરની રેખાઓ, લચકી પડેલી ચામડીની સમસ્યાનું નિરાકરણ કરીને યુવા અને પુનર્જિવત રંગ મળે છે.

ન્યુરોકોસ્મેટીક્સના ઘટકો

ન્યુરોકોસ્મેટીક્સમાં સાધારણપણે ન્યુરોપેપ્ટાઈડ્સ, એડપ્ટોજેન્સ (અશ્વગંધા), એન્ટીઓક્સીડન્ટ્સ (વિટામીન એ, બી અને સી), અને બાયોટીક્સનો ઉપયોગ થાય છે. આ ઘટકો ત્વચામાં ન્યુરલ સિગ્નલોને અસર કરવાની તેમની ક્ષમતા માટે પસંદ કરાય છે અને યોગ્ય માત્રામાં તેનો ઉપયોગ કરવાથી તેઓ અનેક પ્રકારના લાભ આપે છે.

ન્યુરોકોસ્મેટીક્સ માત્ર ત્વચા પર જ નહિ પણ આપણા માનસિક સ્વાસ્થ્ય પર પણ ગાઢ અસર કરે છે. તાજેતરમાં કરાયેલા સંશોધનો મુજબ આપણી માનસિક સ્થિતિ આપણી ત્વચાના આરોગ્ય પર નોંધપાત્ર અસર કરે છે. ન્યુરોકોસ્મેટીક્સ આ સંબંધ પર ધ્યાન કેન્દ્રિત કરીને તાણ દૂર કરવામાં સહાય કરે છે. આમ ત્વચાની સારવાર પણ માનસિક થેરપીનો હિસ્સો બને છે.

ન્યુરોકોસ્મેટીક્સમાં આવેલો ઉછાળો એક અસ્થાયી ટ્રેન્ડ નથી, પણ એક કાયમી પરિવર્તન છે. ત્વચાની સારવાર માટે માત્ર બાહ્ય પરીબળો પર ધ્યાન આપવાનો પરંપરાગત અભિગમ હવે પડકારાઈ રહ્યો છે. ત્વચામાં ચમક લાવવા મગજને અસર કરે તેવા પદાર્થો વધુ ઉપયોગી સાબિત થાય છે.

- ઉમેશ ઠક્કર