માત્ર ૫૦ ટકા જ અવિવાહિત છોકરીઓ પ્રિમેન્સ્ટ્અલ હેરાનગતિઓથી બચી શકે છે. આવું મેન્સિસ પ્રત્યેના તમારા દૃષ્ટિકોણ ઉપર પણ આધાર રાખે છે. આ દરેક છોકરીમાં થનારી એક સામાન્ય શારીરિક ક્રિયા છે.
યૌવનાવસ્થા શરૂ થતાં જ કિશોર અને કિશોરીઓમાં કેટલાંક સામાન્ય પરિવર્તન તો થાય જ છે. કિશોરીઓમાં પરિવર્તનની સાથે સાથે માસિક શરૂ થઈ જાય છે. પ્રથમવાર આવનારા મેન્સિસ કે પિરિયડ્સને માસિક કહે છે.
ઘણીવાર માસિકચક્ર અનિયમિત અટકી અટકીને એટલે કે થોડા થોડા મહિને થાય છે કે પછી ઘણીવાર ઝડપથી પણ થાય છે.
સામાન્યત: માસિક દરેક કિશોરીઓમાં ૧૧-૧૩ વર્ષની ઉંમરે શરૂ થઈ જાય છે.
જો માસિક નવ વર્ષની ઉંમર પહેલાં શરૂ થઈ જાય તો એને અકાળે પ્રૌઢતા કહીશું. જો ૧૬ વર્ષની ઉંમર સુધી શરૂ ન થાય તો યૌવનાવસ્થાનો આરંભ મોડેથી થયો કહેવાશે.
સામાન્ય માસિક
આજકાલની કિશોરીઓને સારું ભોજન અને સેક્સ વિશે પહેલેથી જ જાણકારી હોવાને લીધે નાની ઉંમરમાં જ માસિક શરૂ થઈ જાય છે, પણ પહેલાં એવું નહોતું, પરંતુ એથ્લિટ્સ, બેલે ડાન્સર, જિમ્નેટ્સ કરનારી કિશોરીઓમાં મેન્સિસ અન્ય કિશોરીઓની સરખામણીએ થોડું મોડું જ શરૂ થાય છે.
આમ તો દર મહિને મેન્સિસ નિયમિત સમયે જ થાય છે, પણ કેટલીક સ્થિતિઓ બાદ કરતા જેમકે પ્રેગનન્સીના કેટલાંક મહિના બાદ અને મેનોપોઝની સ્થિતિ સુધી પહોંચતાં પહેલાં જો મેનોપોઝ ૪૦ વર્ષની ઉંમર કરતાં પહેલાં જ થઈ જાય છે તો એને પ્રિમેચ્યોર મેનોપોઝ કહે છે. પ્રજનન વયના સમય સુધી મેન્સિસ દર ૨૮ દિવસના અંતરે થાય છે, પણ આ દરેક સ્ત્રીના શારીરિક સૌષ્ઠવને અનુરૂપ હોય છે, પણ આ લગ્ન પછી અને પ્રેગનન્સી આવવાથી બદલાઈ પણ શકે છે. જો કોઈ સ્ત્રીમાં મેન્સિસ થવાના દિવસો વચ્ચેનું અંતર ૨૧-૩૫ દિવસ સુધી પણ હોય તો એ નોર્મલ જ કહેવાશે. આની સાથે જ સમયનું અંતર અને લોહીનો પ્રવાહ દરેક સ્ત્રીમાં અલગ અલગ જ હોય છે. મોટાભાગે આ ત્રણ-પાંચ દિવસ, પણ કેટલીક સ્થિતિઓમાં બેથી સાત દિવસ સુધી પણ હોય તો એને નોર્મલ જ માનવામાં આવશે.
ગુલાબી રંગનો રજોસ્ત્રાવ ગર્ભાશયમાંથી નીકળનારા શ્લેષમા અને રક્ત હોય છે જેને મેન્સિસ કહે છે.
બીજા અને ત્રીજા દિવસે રક્તસ્રાવ વધારે પ્રમાણમાં તેમજ ઘેરા લાલ રંગનો હોય છે. આમાં ગર્ભાશયના પડનું ખરી પડવાનું પણ સામેલ હોય છે.
રજોસ્રાવ દરમિયાન થનારો સાવ ક્લોટમાં નહીં લિક્વિડના રૂપમાં નીકળે છે તેની એક જુદા પ્રકારની વાસ હોય છે. આ દિવસોમાં થનારો ૨ક્તસ્રાવ ૫૦-૫૮ મિલીલિટર સુધી દરેક પિરિયડમાં થાય છે.
રજોસ્રાવ આમ તો પ્રવાહી રૂપમાં હોય છે, પણ ૫૦ ટકા મહિલાઓમાં તે પ્રવાહીની સાથે ક્લોટ સ્વરૂપમાં પણ હોય છે.
સ્રાવમાં વધારે માત્રામાં ક્લોટ નીકળતું હોય તો એને હેવી બ્લીડિંગ કહીશું. મોટાભાગે ૧૬ વર્ષની ઉંમર સુધી બધી છોકરીઓમાં આ નિયમિત થવાનું શરૂ થઈ જાય છે.
રજોસ્રાવમાં આવનારી તકલીફો
રજોસ્રાવમાં નાની નાની શારીરિક અને ગભરામણ જેવી તકલીફો તો આવે જ છે.
૨૦ ટકા મહિલાઓ માસિકના દિવસોમાં ન તો કોઈ અસુવિધા અનુભવે છે કે ન આને લઈને થાય છે.
માત્ર ૫૦ ટકા જ અવિવાહિત છોકરીઓ પ્રીમેન્સ્ટુઅલ હેરાનગતિઓથી બચી શકે છે. આવું એટલા માટે થાય છે કે તમારી મેન્સિસ પ્રત્યેની દ્રષ્ટિ કેવી છે તેના પર તેનો આધાર છે. આ દરેક છોકરીમાં થનારી એક સામાન્ય શારીરિક ક્રિયા છે.
બહુ વધારે ભાવુક ીઓ માસિધર્મના મહત્ત્વને વધારીને લે છે. જ્યારે શાંત ચિત્તની ીઓ આના મહત્ત્વને મામૂલી જ ગણે છે.
માસિકધર્મ શરૂ થતાં પહેલાં ૫૦ ટકા ીઓ કે જેમની ઉંમર ૩૦ વર્ષથી ઓછી છે તેમને પેટ, શ્રોણી તેમજ કમરના દુખાવાની સમસ્યા થાય છે તો કેટલીક ીઓમાં આળસ, તાણ, ગભરામણ, ડિપ્રેશન, ઉત્તેજના, ચીડિયાપણું, માથાનો દુખાવો, સ્તનોનું ભારેપણું, કામમાં ધ્યાન ન રહેવું, કામમાં શિથિલના આવવી જેવી તકલીફો થાય છે, જે માનસિક અને શારીરિક બંને રીતની ક્રિયાઓને પ્રભાવિત કરે છે.
કેટલીક ીઓ માસિકધર્મ દરમિયાન શ્રોણીમાં વજન પણ અનુભવે છે અને જ્યારે માસિકધર્મ નિયમિત પ્રક્રિયામાં આવી જાય છે તો આરામ અનુભવે છે. કેટલીક ીઓ પોતાની શારીરિક ક્રિયાઓમાં બદલાવ જુએ છે જેમકે કબજિયાત, પેટના ભાગમાં પરિવર્તન કે વારંવાર મળ કે મૂત્ર ત્યાગવા જેવી ક્રિયાઓ થાય છે.
પેટ ચૂંથાવું કે ઊલટી જેવું અનુભવવું, માથાનો દુખાવો અને ખૂબ દુખાવા સાથે રક્તસ્રાવ જેવી તકલીફોમાંથી પણ ઘણી ીઓને પસાર થવું પડે છે.
આંખો નીચે કાળાં કૂંડાળાં, ચહેરા પર થનારા લાલ ચકામાં જે ડોક સુધી ફેલાઈ જાય છે. ક્યારેક ક્યારેક નાકમાંથી લોહી પણ નીકળે છે. આવું પણ માસિકધર્મ દરમિયાન ઘણી ીઓમાં થઈ શકે છે. ઘણી ીઓમાં માસિકધર્મના કેટલાંક દિવસ પહેલાં થાઈરોઈડ ગ્રંથિનું વધવું તથા પાણી અને મીઠાના અટકવાની પ્રકૃતિ પણ બિલકુલ રોકાઈ જવા જેવી સ્થિતિમાં આવી શકે છે. ૩૩ ટકા ીઓના વજનમાં ૧.૫ કિલોગ્રામ સુધીની વૃદ્ધિ માસિકધર્મ પહેલાં થઈ જાય છે.
જો ી ઝડપથી સેનેટરી પેડ બદલે તો એનો અર્થ છે કે એને સ્રાવ વધારે થાય છે અને જો એને ઓછો ાવ, અનિયમિત મેન્સિસ અને વચ્ચે વચ્ચે પણ ક્યારેક સ્રાવ થઈ જાય છે તો તેણે સલાહ માટે ડૉક્ટરને ચોક્કસ મળવું જોઈએ.
કિશોરીઓનો માસિકધર્મ પ્રત્યેનો દ્રષ્ટિકોણ
જેવી રીતે માસિકધર્મ દરેક છોકરીને તેના ીજીવનમાં પૂર્ણતા પ્રદાન કરે છે અને આ કિશોરીઓમાં થનારી એક નિયમિત ક્રિયા છે તો પણ વિચારોની ભિન્નતા અને શિક્ષિત હોવાના કારણે આના પ્રત્યે બધાના વિચાર પણ ભિન્ન હોય છે. ૭૫ ટકા છોકરીઓ માને છે કે આ અસુવિધાજનક છે અને તેમને મુશ્કેલી આપે છે. ૧૩ ટકાનું માનવું છે કે આ દરેક ીના જીવનમાં આવનારું મહત્ત્વપૂર્ણ ચક્ર છે, જ્યારે ૮ ટકા માસિકધર્મને લઈને ચિંતિત થતી નથી. ૩.૫ ટકા સ્ત્રીઓ આને ગંદી અને કંટાળાજનક ક્રિયા માને છે.
માસિકધર્મ અંગેની ભ્રાંતિઓ
માસિકધર્મને ીઓ પોતપોતાની રીતે ગુપ્ત નામોથી સંબોધિત કરે છે કારણ કે જાહેરમાં આના વિશે વાત કરવાથી હંમેશા દૂર રહેવાનું ઈચ્છે છે.
નિયમિત રીતે માસિકધર્મનું શરૂ થવું એ એક ીના સ્વસ્થ શારીરિક સૌવની નિશાની છે, સાથે જ તે પ્રજનનની દ્રષ્ટિએ પણ યોગ્ય હોય છે.
જ્યારે પહેલીવાર કિશોરીઓમાં આ ક્રિયા આરંભ થાય છે તો તેઓ ખૂબ વિચિત્ર લાગણી અનુભવે છે. કેટલીક ગભરાઈ જાય છે, રડે છે તો કેટલીક આના પ્રત્યે સમજણ કેળવે છે.
કેટલીય કિશોરીઓને આ બાબતે એટલા માટે સાચી જાણકારી નથી મળી શકતી કારણ કે એમની માતાઓ જ એમની સાથે માસિકધર્મ વિશે વાત કરવામાં શરમ અનુભવે છે.
આપણા દેશમાં સેક્સ શિક્ષણ ન મળવું, પણ માસિકધર્મ સાથે જોડાયેલી ભ્રાંતિઓને જન્મ આપવાનું મહત્ત્વનું કારણ છે. એટલા જ માટે છોકરીઓ પોતાને ડરેલી, પરેશાન, ક્યારેક ક્યારેક ગુસ્સાવાળી અને તે સાથે જોડાયેલી વાતોને ગુપ્ત માની વાત કરતા શરમાય છે, પણ આનાથી ઊલટું, કેટલીક છોકરીઓ માસિકધર્મ પ્રત્યે આશાવાદી વિચાર ધરાવે છે જેથી તે પોતાના પર ગર્વ અનુભવે છે કે તે હવે કિશોરીમાંથી યૌવનાવસ્થામાં પ્રવેશ કરી રહી છે. દેશના મોટાભાગના ભાગોમાં આજે પણ માસિકધર્મ દરમિયાન છોકરીઓને રસોડામાં નથી જવા દેવામાં આવતી. એમને અલગ પથારીમાં સૂવું પડે છે, એમના માટે વાસણ પણ અલગ રાખવામાં આવે છે જાણે તેઓ કોઈ અછૂત હોય. ગામની ીઓને તો આ દિવસોમાં ખેતરોમાં પણ કામ કરવા દેવામાં નથી આવતું.
માસિકધર્મ મહિલાઓમાં થતાં શારીરિક પરિવર્તનો સાથે જોડાયેલી ક્રિયા છે અને આ દિવસોમાં પણ એમને અસ્વચ્છ અને અછૂત માનવા પાછળ કોઈ વૈજ્ઞાાનિક તથ્ય મોજૂદ નથી.
મોટાભાગના લોકો એવું વિચારે છે કે માસિકધર્મ થવાના એક અઠવાડિયા અગાઉથી અને તે દિવસો દરમિયાન ીઓ ચિડિયલ અને અવિવેકશીલ થઈ જાય છે. તેઓ જે પણ કામ કરે છે એમાં અવિશ્વસનીયતા વધારે હોય છે, પણ આ સાચું નથી. જો ખુદ ી પોતાને તેના પ્રત્યે સ્વસ્થ અનુભવે છે તો તે આ દિવસોમાં કોઈપણ કામ સારી રીતે કરી શકે છે.
કેટલાંક લોકોનું એમ પણ માનવું છે કે માસિકધર્મ દરમિયાન થનારા રક્તસ્રાવમાં શરીરના ઝેરી પદાર્થ તો નીકળે જ છે અને નીકળનારું લોહી ગંદું પણ હોય છે. ખરેખર તો આ રક્તસ્રાવમાં ગર્ભાશયમાંથી નીકળનાર શ્લેષમાં અને ગર્ભાશયના પડનો ખરી ગયેલો ભાગ હોય છે. ન તો તે ચેપી હોય છે અને ન ઝેરીલો.
સમાજનો એક વર્ગ એમ પણ માને છે કે માસિકધર્મ દરમિયાન યોનિની અંદરથી સાફ કરવી જોઈએ, પણ એવી કોઈ જરૂર નથી હોતી કારણ કે એમ કરવું સુરક્ષિત નથી હોતું. આમ કરવાથી સુરક્ષાત્મક સાવ ધોવાઈ જાય છે જેથી યોનિને નુકસાન પહોંચી શકે છે. આ દિવસોમાં જનનાંગ ખૂબ જ નાજુક સ્થિતિમાં હોય છે. ીઓએ સાફ અને સુરક્ષિત સેનેટરી પેડ્સનો ઉપયોગ કરવો જોઈએ તેમજ માસિકધર્મ દરમિયાન યોનિ ભાગને સાફ રાખવો જોઈએ.
એમ પણ મનાય છે કે માસિકધર્મ દરમિયાન ીપુરુષે ઈન્ટરકોર્સ ન કરવો જોઈએ કારણ કે એ વખતે ઈન્ટરકોર્સ કરવાથી રક્તસ્રાવ લિંગ અને ીના જનનાંગને પણ નુકસાન કરી શકે છે, પરંતુ માસિકધર્મ પર થયેલાં સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે મોટાભાગનાં દંપતી માસિકધર્મ દરમિયાન પણ સેક્સ ક્રિયાઓ ચાલુ રાખતા હોય છે.
મોટાભાગની ીઓ પોતાની જ માન્યતાને આધારે, માસિકધર્મ દરમિયાન શારીરિક સંબંધ સ્થાપિત કરવા નથી ઇચ્છતી હોતી. જ્યારે માસિકધર્મનો સમય તો એક સેફ પિરિયડ છે જેમાં ગર્ભધારણ કરવાનું શક્ય નથી. મેન્સિસમાં દરેક ીની સેક્સની ઇચ્છા અલગ હોય છે. ઘણી ીઓ આ સમયે સેક્સમાં રસ નથી લેતી, તો ઘણી ીઓ આના પ્રત્યે આ દરમિયાન વધારે ઉત્તેજિત હોય છે.
આની પાછળ કોઈ મેડિકલ કારણ રહેલું નથી કે માસિકધર્મ દરમિયાન સેક્સ ન કરવામાં આવે કે ીપુરુષ બંને સહમત છે તો તેઓ એ કરી શકે છે. માત્ર એમણે સુરક્ષા અને સફાઈનું ધ્યાન રાખવું જોઈએ અને તેઓ માસિકધર્મમાં પણ સેક્સનો આનંદ લઈ શકે છે.
આ દરમિયાન એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે રક્તસ્રાવની સુરક્ષા માટે સાફ અને સુરક્ષિત સેનેટરી પેડ્સનો ઉપયોગ કરવામાં આવે તેમજ વખતોવખત પેડ પણ બદલતા રહેવું જોઈએ.
કુદરતી રીતે ચોખ્ખાઈ રાખવા માટે જનનાંગોને સૂકા અને સાફ રાખો. રોજ સ્નાન કરો. અંડરગાર્મેન્ટ્સ રોજ ધોયેલાં અને ચોખ્ખાં પહેરવાં. માસિકધર્મ વિશે કિશોરીઓને દરેક રીતની સાચી જાણકારી મળવી જોઈએ.


