Get The App

શિયાળામાં ફાયદાકારક સરસવનું તેલ

Updated: Dec 12th, 2022

GS TEAM

Google News
Google News
શિયાળામાં ફાયદાકારક સરસવનું તેલ 1 - image

સરસવના તેલને પોષ્ટિક માનવામાં આવે છે. તેનો ઉપયોગ આહારમાં પણ કરવામાં આવે છે. તેની તાસીર ગરમ હોવાથી શિયાળામાં સરસવનું તેલ અત્યુંત લાભકારી માનવામાં આવે છે. 

સરસવના તેલનું માલિશ કરવાથી શરીરની માંસપેશિયો મજબૂત થાય છે અને રક્ત સંચાર પણ બહેતર થાય છે. તે શરીરમાં ગરમાવો લાવવામાં સહાયરૂપ  થાય છે. 

દાંતની તકલીફમાં સરસવના તેસમાં મીઠું ભેળવીને રગડવાથી ફાયદો થાય છે. તેમજ દાંત મજબૂત થાય છે. 

ત્વચા સંબંધી સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે. તે શરીરના કોઇ પણ ભાગમાં ફંગસ થતા અટકાવે છે અને થઇ હોય તો તેને વધતી રોકે છે. ત્વચાને ચમકીલી અને સ્વસ્થ બનાવે છે. 

સરસવનું તેલ વાળમાં નાખવાથી તે વાળના મૂળને પોષણ આપીને રક્તસંચાર વધારે છે. જેથી વાળ ખરતા અટકે છે. સરસવમાં ઓલિક એસિડ અને લીનોલિક એસિડ સમાયેલું હોય છે, જે વાળના ગ્રોથ વધારવા માટે ગુણકારી છે. 

ઘણા લોકો સરસવ તેલનો ઉપયોગ એક ટોનિક તરીકે કરે છે. તે શરીરની કાર્ય ક્ષમતા વધારીને શરીરની કમજોરી દૂર કરવામાં સહાયતા કરે છે. આ તેલના માલિશ પછી સ્નાન કરવાથી શરીર અને ત્વચા સ્વસ્થ રહે છે. 

ઠંડીના દિવસોમાં સરસવનું તેલ શરીરમાં ગરમાટો લાવવાનો રામબાણ ઇલાજ છે. હુંફાળા તેલથી મસાજ કરવાથી રૂક્ષ-સુકી ત્વચા પણ નરમ, મુલાયમ તથા ચીકણી થાય છે. સરસવના તેલના માલિશથી ગઠિયા રોગ અને સાંધાના દુખાવામાં રાહત થાય છે.

સરસવના તેલમાં વિટામિન ઇ પ્રચૂર માત્રામાં સમયોલું છે, જે ત્વચાને અલ્ટ્રાવાયોલેટ કિરણો અને પ્રદૂષણથી બચાવે છે. તેમજ ચહેરા પરની ઝાંય અને કરચલીથી પણ મોટા ભાગે રાહત આપવામાં સહાયરૂપ છે.  આહારમાં સમાવેશ કરવાથી પાચનતંત્રને દુરસ્ત કરવામાં લાભદાયી છે. ભોજન પ્રત્યે અરૂચિ થતી હોય તો સરસવના તેલમાં રાંધેલું ભોજન ખાવાથી લાભ થાય છે. 

સરસવના તેલને આહારમાં સામેલ કરવાથી કોરોનરી આર્ટ ડિસીઝનું જોખમ ઓછું થાય છે. તેથી તેને ભોજનમાં જરૂર સામેલ કરવું.

સૂતા પહેલાં સરસવના તેલથી પગના તળિયાની માલિશ કરવામાં આવે તો આંખની રોશની તેજ થાય છે તેમજ મગજને ઠંડક મળે છે. 

સરસવના તેલમાં સમાયેલા વિટામિન જેવા કે થિયામાઇન, ફોલેટ અને નિયાસિન શરીરના મેટાબોલિઝમને ઉત્તેજિત કરે છે. જેથી વજન ઘટાડવામાં  મદદ મળે છે. 

સરસવનું તેલ રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવાનું કામ કરે છે. શરીરની કમજોરીને દૂર કરવા સરસવના તેલનું નિયમિત રીતે સેવન કરવું. 

સરસવમાં પર્યાપ્ત માત્રામાં મેગ્નેશિયમ સમાયેલું હોય છે, જે અસ્થમાથી પીડિત લોકો માટે ફાયદાકારક છે.શરદી થઇ હોય તો સરસવના તેલના ઉપયોગથી  રાહત થાય છે. 

- મીનાક્ષી તિવારી