સરસવનું તેલ આરોગ્ય માટે ફાયદાકારક
શિયાળાની કડકડતી ઠંડીમાં સરસવના તેલથી માલિશ કરવાથી શરીરને ગરમાહટ મળે છે. આ ઉપરાંત તે અનેક શારિરીક સમસ્યાઓમાં ઓષધિ તરીકે કામ આવે છે.
સરસવના તેલથી માલિશ કરવાથી માંસપેશિઓ મજબૂત થાય છે ્ને રક્તસંચાર પણ સુધરે છે. સરસવનું તેલ કડકડતી ઠંડીમાં શરીરમાં ગર્માહટ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.
દાંત દુખતો હોય કે પછીપેઢા પર સોજો આવ્યો હોય તો તે દરદથી રાહત પામવા માટેસરસવના તેલમાં મીઠું ભેળવીને રગડવાથી રાહત થાય છે.
સરસવનું તેલ શરીરની કાર્ય ક્ષમતાવધારીને નબળાઇને દૂર કરે છે. આ તેલથી માલિશ કર્યા પછી સ્નાન કરવાથી ત્વચા સ્વસ્થ રહે છે.
સરસવના તેલથી મસાજ કરવાથી સંધિવા તેમજ ગઠિયા વાના દુખાવામાં રાહત આપે છે. ઠંડીના દિવસોમાં સરસવનું તેલ શરીરમાં ગરમાહટ આપવા માટેનો રામબાણ ઇલાજ છે. સરસવના તેલમાં સમાયેલ ઓમેગા-૩ ફેટી એસિડ પણ સાંધાના દુખવા અને ગઠિયાની સમસ્યામાં સહાયક સાબિત થાય છે.
હુંફાળા ગરમ તેલથી મસાજ કરવાથી શરીરની રૂક્ષ ત્વચા મુલાયમ અને ચીકણી થાય છે.
સરસવના તેલમાં વિટામિન ઇ પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે. જે ત્વચાને અલ્ટ્રાવાયોલેટ કિરણો અને પ્રદૂષણથી રક્ષણ આપે છે. તેમજ ચહેરા પરની ઝાંય અને કરચલીથી રાહત આપવામાં મદદ કરે છે.
સરસવનું તેલ પાચનતંત્ર માટે પણ લાભદાયક છે. ખોરાક પ્રત્યે અરૂચિ અથવા તો ભૂખ ન લાગતી હોય તો સરસવના તેલમાં રસોઇ કરવાથી ભૂખ લાગે છે.
સરસવના તેલને રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી કોરોનરી હાર્ટ ડિસીઝનું જોખમ ઓછું થાય છે.
સરસવનું તેલ શરીરે લગાડી તડકામાં જવાથી સૂર્યના હાનિકારક કિરણોથી ત્વચાની રક્ષા કરે છે. તેલને ત્વચા પર લગાડવાથી ત્વચા પર એક મોટી પરત થઇ જાય છે જે સૂર્યના હાનિકારક કિરણોને ત્વચા ની અંદર પ્રવેશવા દેતોનથી.
કેન્સર એક ઘાતક બીમારી છે. તેવામાં સરસવ તેલનો ઉપયોગ આ સમસ્યાથી બચવા માટે મદદ કરે છે. એક સંશોધનના અનુસાર, સરસવના તેલમાં એન્ટી કેન્સર ગુણ સમાયેલા હોય છે. જે કેન્સર સેલ્સના વિકાસને રોકવાનું કામ કરે છે. એક પ્રયોગથી પરથી જાણવા મળ્યુ ંહતું કે, કોલન કેન્સરને રોકવામાં માછલીના તેલની સરખામણીમાં સરસવનું તેલ અધિક પ્રભાવી સાબિત થાય છે.
અસ્થમાના દરદીને પણ સરસવના તેલથી રાહત થાય છે. સરસવમાં સમાયેલ સેલેનિયમ અસ્થમાના પ્રભાવને ઓછો કરવામાં સહાયક છે.
સૂતા પહેલા સરસવના તેલથી તળિયામાં માલિશકરવાથી આંખની રોશની તેજ થાય છે તેમજ મગજને પણ શાંત કરે છે.
સરસવના તેલમાં સમાયેલા વિટામિો જેવા કે થિયામાઇન, ફોલેટ અને નિયાસિન શરીરના મેટાબોલિઝમને સુધારે છે જેથી વજન ઘટાડવામાં સહાયક સાબિત થાય છે.
રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે સરસવના તેલનો ઉપયોગ કરી શકાય છે. તેના સેવનથી શરીરની નબળાઇ ઓછી થાય છે. તેનું માલિશ કરવાથી રાહત લાગે છે.
કાનમાં દુખાવો થતો હોય તો સરસવના તેલને હુંફાળુ ંકરીને નાખવાથી રાહત થાય છે.
ખરતા વાળની સમસ્યામાં સરસવનું તેલ ફાયદાકારક નીવડે છે. વાળ ધોતા પહેલા સરસવના તેલથી માલિશ કરવાથી વાળનું ખરવાનું ઓછું થાય છે. તેમાં એન્ટી ફંગલ અને એન્ટી બેકટેરિયલ ગુણ હાવાથી વાળ માટેફાયદાકારક છે. વાળમાં ખોડાાની સમસ્યાથી છુટવા માટે સરસવના તેલનું માલિશ કરવું.
સરસવના તેલને ગરમ કરી ઠંડુ પડયા પછી તેના બે ટીપાં કાનમાં નાખવાથી શરદીમાં રાહતઆપે છે.