Get The App

બહુઉપયોગી સંતરા .

Updated: Dec 22nd, 2025

GS TEAM

Google News
Google News
બહુઉપયોગી સંતરા                                              . 1 - image

સંતરામાં વિટામિન સી, ફાઇબર અને એન્ટી ઓક્સીડન્ટસ પ્રચુર ાત્રામાં સમાયેલા હોય છે. જે ઇમ્યુનિટી વધારે છે અને ત્વચાને ચમકીલી કરે છે. તે વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમજ હૃદય અને આંખ માટે  પણ ગુણકારી છે. તેમજ કેન્સર જેવી ગંભીર બીમારીમાં પણ સહાયક છે. બ્લડ પ્રેશર અને કોલોસ્ટ્રોલને પણ નિયંત્રિત કરે છે. 

રોગ પ્રતિરોધક ક્ષમતા

સંતરામાં વિટામિન સી ની ભરપુર માત્રા સમાયેલી હોવાથી  તેનુંસેવન રોગપ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરે છે તેમજ ઇન્ફેકશનથી લડવામાં મદદ કરે છે. 

ત્વચા અને વાળ

સંતરામા ંસમાયેલું એન્ટીઓક્સીડન્ટસઅને વિટામિન સી ત્વચાને સ્વસ્થ, ચમકદાર બનાવવા માટે તેમજ ખીલ અને કરચલીઓને દૂર કર છે. તેમજ તેના સેવનથી વાળ પણ મજબૂત બને છે. 

વજન નિયંત્રણ

સંતરામાં ઓછી કેલરી અને ફાઇબર સમાયેલું  હોવાથી તેના સેવનથી પેટ ભરેલું હોય તેવી લાગણી થાય છે જેથી ભૂખ ઓછી લાગવાથી વજન ઘટાડવામાં મદદ થાય છે. 

પાચનક્રિયા

સંતરામાં સમાયેલા ફાઇબર કબજિયાત, ગેસઅને એસિડિટી જેવી પેટની સમસ્યાઓને દૂર કરે છે. તેમજ તેનું સેવન પાચનક્રિયાને સુધારે છે. 

આંખ

તરામા ંવિટામિન એ અને એન્ટીર ઓડ્સીડન્ટસ સમાયેલા હોવાથી તે આંખ માટે ગુણકારી માનવામાં આવે છે. તેમજ દ્રષ્ટિ સુધારે છે. 

હૃદય

સંતરામા ંસમાયેલા પોટેશિયમ અને ફાઇબર બ્લડ પ્રેશરને ઘટાડીને અને કોલેસ્ટ્રોલ પર નિયંત્રિત કરવામાં મદદ કરે છે જેથી હૃદયની બીમારીથી દૂર રાખે છે. 

માનસિક સ્વાસ્થ્ય 

સંતરાનું સેવન મૂડને સુધારે છે અને માનસિક  તાણને દૂર કરવામાં મદદ કરે છે. 

શરદી-ઊધરસ

સંતરાનમાં સમાયેલ વિટામિન સી શરદી અને ઉધરાસના લક્ષણોને દૂર કરવામાં મદદ કરે છે. 

એનિમિયા

રક્તમાં હેમોગ્લોબિનની કમી ્દૂરકરવા સંતરામાં સમાયેલું વિટામિન સી મદદ કરે છ.ે નિયમિતએક સંતરુ ખાવાથી રક્તમાં હેમોગ્લોબિનનું પ્રમાણ વધે છે અને એનિમિયનાનું જોખમ દૂર થાય છે. શિયાળામા ંસંતરા ખાવાની સલાહ આપવામા આંવે છ.ે 

બ્લડ સુગરને કન્ટ્રોલમાં રાખે

સંતરા ડાયાબિટીના દરદીઓ માટે સંતરા ઉપયોગી છે. તેમાં સમાયેલા ફાઇબર સુગરને કન્ટ્રોલમાં રાખવામાં મદદ કરે છ.ે 

હાડકા

સંતરામા ંસમાયેલ કેલશ્યિમ હાડકા અને દાંતને મજબૂત કરે છે. તેમાં રહેલ વિટામિન સી ડાયટમાં રહેલા કેલ્શિયમ અને મિનરલ્સને શોષવામાં મદદ કરે છે.  

- જયવિકા આશર