Get The App

સ્વાદ-સુગંધ-સ્વાસ્થ્યનો ખજાનો ફૂદીનો

Updated: Dec 15th, 2025

GS TEAM

Google News
Google News
સ્વાદ-સુગંધ-સ્વાસ્થ્યનો ખજાનો ફૂદીનો 1 - image

આપણી ઘણી રોજિંદી વાનગીઓમાં આપણે ફૂદીનાનો ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને લીલી ચટણી, પાણીપુરીના પાણી,પુલાવ કે બિર્યાની ઇત્યાદિમાં ફૂદીનાનો ઉપયોગ અચૂક કરવામાં આવે છે. ગરમીના દિવસોમાં આપણે છાશ તેમ જ લીંબુ શરબતમાં પણ ફૂદીનો નાખીએ છીએ. ખરેખર તો ફૂદીનો આપણા રસોડાનું મહત્વનું ઔષધ છે જે આપણને સ્વાદ-સુગંધ સાથે સ્વાસ્થ્યની ભેટ પણ આપે છે. તેમાં  રહેલા એન્ટિઓેક્સિડંટ્સ શરીરને સ્વસ્થ રાખવામાં સિંહફાળો આપે છે. ફૂદીનો પાચન તંંત્રને મજબૂત બનાવીને આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વૃધ્ધિ કરે છે. તેમાં રહેલા એન્ટિ-ઇન્ફ્લેમેટરી(દાહશામક) ગુણો ખાંસી, શરદીમાં રાહત આપે છે.ફૂદીનામાં વિટામીન એ,બી,સી, બી-કોમ્પ્લેક્સ ઉપરાંતપોટેશિયમ, લોહ તત્વ અને મેંગેનિઝ જેવા ખનિજ તત્વોનો ખજાનો હોય છે જે આપણી રોગપ્રતિકારક શક્તિ,મગજની કાર્ય ક્ષમતા વધારવા સાથે રક્તાલ્પતા દૂર કરવામાં મદદ કરે છે. આજે આપણે ફૂદીનાને કારણે આપણા શરીરને થતાં ફાયદાઓ વિશે વાત કરીશું. 

આપણા દાદી-પરદાદી પણ પેટમાં દુખાવો થાય ત્યારે ઔષધ તરીકે ફૂદીનો આપતાં. આનું કારણ એ છે કે તેમાં પ્રચૂર પ્રમાણમાં એન્ટઓક્સિડંટ્સ, મેન્થોલ અને ફાયટોન્યુટ્રિયન્ટ્સ હોય છે જ ે ખોરાક પચાવવામાં  પાચક રસોને મદદ કરે છે.ફૂદીનામાં રહેલું તેલ તીવ્ર એન્ટિસેપ્ટિક અને એન્ટિબેક્ટેરિયલ ગુણો ધરાવે છે જે પેટમાં થતી દાહબળતરાને શાંત કરે છે.પરિણામે પેટના દુખાવામાં રાહત મળે છે. 

નિયમિત રીતે ફૂદીનાનું સેવન કરવાથી છાતીમાં થયેલો ભરાવો હળવો થાય છે. ફૂદીનામાં રહેલું મેથાનોલ છાતીમાં રહેલો કફ છૂટો કરવાનીં મહત્વની કામગીરી બજાવે છે. તે નાકની આંતરત્વચામાંરહેલો સોેજો દૂર કરે છે તેથી દરદી માટે શ્વાસ લેવાનું સરળ બને છે.ટૂંકમાં એમ કહી શકાય કે તે શ્વસનને લગતી અસ્થમા જેવી  વ્યાધિમાં રાહત આપે છે. આમ છતાં નિષ્ણાતો ચેતવણી આપતાં કહે છે કે શ્વસનને લગતી બીમારીમાં પણ  ફૂદીનાનો ઉપયોગ પ્રમાણભાન રાખીને કરવો.

શિરદર્દ દૂર કરવામાં પણ ફૂદીનો ખપ લાગે છે. તેમાં રહેલું મેન્થોલ સ્નાયુઓને હળવાશ બક્ષે છે તેથી  માથાના દુખાવામાં રાહત મળે છે.કપાળ કે લમણાં પર ફદીનાનો રસ લગાવવાથી પણ શિરદર્દમાં ત્વરિત રાહત મળે છે. આ કારણે જ  ઘણાં પેઇનબામમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

અરોમાથેરપીમાં મિન્ટ ઓઇલ, એટલે કે ફૂદીનાના તેલનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. તેનું કારણ એ છે કે તેમાં રહેલો તીવ્ર સુગંધનો ગુણ માનસિક તાણ હળવી કરવામાં મદદ કરે છે. ફૂદીનાના તેલમાં રહેલી સોડમ રર્ક્તમાં રહેલા કોર્ટિસોલના સ્તરનું નિયમન કરે છે પરિણામે માનસિક તાણ ઓછી થાય છે. ફૂદીનાનું તેલ સુંઘવાથી રક્તમાંથી સેરોટોનીનનો ત્વરિત સ્રાવ થાય છે. વાસ્તવમાં સેરોટોનીન એક પ્રકારના ન્યુરોટ્રાન્સમીટર હોય છે જે માનસિક તાણ અને ડિપ્રેશનને દૂર કરવામાં સહાયક બને છે.  ફૂદીનામાં રહેલા એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ(દાહ અને જીવાણું શામક) ગુણો ત્વચા માટે આશિર્વાદરૂપ પુરવાર થાય છે. ફૂીનામાં પુષ્કળ પ્રમાણમાં સેલિસાઇક્લિક એસિડ હોય છે જે ખીલ દૂર કરીને ત્વચા સ્વચ્છ કરવામાં ખપ આવે છે.તેમાં રહેલા એન્ટિઓક્સિડંટ ગુણો ફ્રી-રેડિકલ્સનો નાશ કરીને ત્વચાને સ્વચ્છ-સુંદર-કાંતિવાન બનાવે છે. વળી ફૂદીનો ત્વચામાં જળ જાળવી રાખે છે,મૃત કોષોને દૂર કરવા સાથે રોમછિદ્રોમાંથી ગંદકીને પણ દૂર કરે છે પરિણામે ચામડી કાંતિવાન બને છે. 

ફૂદીનાના પાન ચાવીને ખાવાથી મોઢામાંથી આવતી વા સ દૂર થાય છે. ફૂદીનાવાળું માઉથવૉશ ઉપયોગમાં લેવાથી મોઢામાં રહેલા બેક્ટેરિયા નાશ પામે છે અને પેઢાં તથા દાંત મજબૂત બને છે. 

ફૂદીનો મગજને સતેજ બનાવવામાં પણ સહાયક બને છે.એક અભ્યાસ મુજબ ફૂદીનો મગજને સક્રિય બનાવે છે જેથી સ્મરણશક્તિ સુધરે છે. નિયમિત રીતે ફૂદીનાના પાન ખાવાથી તેજસ્વીતામાં વૃધ્ધિ થાય છે. 

આ જાદુઇ જડીબુટ્ટી વજન ઘટાડવામાં પણ ઉપયોગી પુરવાર થાય છે. તેમાં રહેલું કુદરતી તેલ પાચક રસો ઉત્તેજિત કરે છે પરિણામે આપણે ખાધેલો ખોરાક સારી રીતે પચાવી શકીએ છીએ. વળી તે ખોરાકમાંથી પોષક તત્વો શોષવામાં પણ મદદ કરે છે. જ્યારે આપણી પાચનશક્તિ સુધરે છે ત્યારે ચયાપચયની ક્રિયા સરળ બને છે જે અંતે વજન ઘટાડવામાં સહાયક નિવડે છે. 

શરદી-ખાંસી મટાડવામાં પણ ફૂદીનો કારગર નિવડે છે.મોટાભાગના વેપર રબ્સ અને ઇનહેલર્સમાં ફૂદીનાનો ઉપયોગ કરવામાં આવેછે. તે કુદરતી રીતે જ નાક, ગળા, શ્વાસનલિકા અને ફેફસાંમાં થયેલો ભરાવો દૂર કરવા સાથે કફને કારણે થતી અકળામણ હળવી કરે છે.

ગર્ભવતી મહિલાઓને સવ ારના સમયમાં ઊબકાં આવવાની સમસ્યા સતાવે છે. આવી સ્થિતિમાં ફૂદીનાના થોડાં પાન ચાવીને ખાવાથી કે તે સુંઘવા માત્રથી પણ ઊબકાંમાં રાહત મળે છે.