Get The App

કેરીના પાનના ઔષધિય ગુણ

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
કેરીના પાનના ઔષધિય ગુણ 1 - image

કેરીના પાનમાં વિટામિન એ, બી, સી અને એન્ટીઓક્સીડન્ટ જેવા કે મૈંગોફેરિન પ્રચૂર માત્રામાં સમાયેલા હોય છે. તેનું સેવન શરીરમાંની સુગર,બ્લડપ્રેશર,પાચનક્રિયાને સુધારે છે. તેમજ શ્વાસની અસ્થમા દેવી બીમારીમાં ફાયદાકારક માનવામાં આવે છ.ે 

- ડાયાબિટિસ

કેરીના કોમળ પાનને ઉકાળી લઇ નયણા કોઠે એ પાણીનું સેવન કરવાથી ઇન્સ્યુલિનનું સ્તર જળળાઇ રહે છે અને રક્ત સુગરનું પ્રમાણ જળવાઇ રહે છે. કેરીના પાનને સુકવીને તેના પાવડરનો પણ ઉપયોગ કરી શકાય છે. 

જોકે બીમારીની ગંભીરતા અને વ્યક્તિની તાસીર જોઇને જ ઘરગ્થુ ઇલાજ કરવા જોઇએ. 

- બ્લડ પ્રેશર

કેરીના પાનમાં હાઇપોર્ટેશન ગુણ હોય છે જે નસને આરામ આપીને હાઇ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 

- પથરી

પથરીના ઉપચારમાં કેરીના પાનના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પથરીને તોડવાનો ગુણ સમાયેલો હોય છે. તે પથરીને તોડીને મૂત્રના માધ્યમથી શરીરમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે. શરીરમાંથી હાનિકારક વિષાયુક્ત પદાર્થોનો બહાર કાઢવા માટે ઉપયોગી છે. 

કેરીના કોમળ પાનને લઇને તેને સુકવી તેનો પાવડર બનાવી પાણીમાં રાતના પલાળી રાખવો અન ેસવાર ેનયણાકોઠે પાણી પી જવું.

- અલ્સર અને હેડકી

કેરીના પાનના ગુણ પેટના અલ્સર અને હેડકીથી રાહત આપવાના ગુણ સમાયેલા છે. 

કેરીના પાનને બાળી તેનો ધુમાડો શ્વાસમાં લેવાથી સતત આવતી હેડકીથી રાહત થાય છે. ઉપરાંત કેરીના પાનને ઉકાળી તેનું હુંફાળા પાણીના સેવનથી પેટના અલ્સરમાં રાહત થાય છે. 

- વજન ઘટાડવામાં સહાયક

સંશોધનો દ્વારા જાણા મળ્યું છે કે, કેરીના પાન શરીમાં જમા થયેલી ચરબીને ઘટાડવામાં મદદ કરે છે . તેનું સેવન ચયાપચનની ક્રિયાને વધારો આપે છે. જે રક્તમાંની સુગરના સ્તરનને નિયત્રિંત કરવામાં મદદ કરે છે. 

મઠ્ઠી ભર કેરીના પાન લઇ તેને ૧૫૦ મિલીલીટર પાણીમાં ઉકાળીને સેવન કરવું. કેરીના પાન ન મળે તો કેરીના પાવડરનો ઉપયોગ કરી શકાય છે. 

- પેટની તકલીફ

પેટની સામાન્ય તકલીફમાં કેરીના પાન ઉપયોગી નીવડે છે. ગરમ પાણીમાં કેરીના પાનને રાતના પલાળી રાખવા અને સવારે આ પાણીને ગાળીને નયણાકોઠે પી જવું.નિયમિત સેવન કરવાથી તે પેટની વિભિન્ન બીમારીમાં રાહત આપે છે. 

- દાઝ્યા પર

દાઝ્યા પર કેરીના પાનની મુઠ્ઠી ભર રાખ પ્રભાવિત ક્ષેત્ર પર લગાડવાથી તરત રાહત થાય છે. તેમજ ઘા પણ જલદી રૂઝાઇ જાય છે. 

- બેચેની

કેરીના પાન બેચેની  દૂર કરવામાં ઉપયોગી છે. કેરીના બે-ત્રણ પાનને પાણીમાં ભેળવીને પીવાથી બેચેની દૂર થાય છે. 

- કાનમાં દુખાવો

કેરીના પાનનનો રસ કાઢવો. એક ચમચો રસ ને ધીરે ધીરે કાનમાં નાખવાથી કાનના દુખાવાથી રાહત થાય છે. ઉપયોગ કરતા પહેલા રસને હુંફાળો ગરમ કરવો. 

- વાળ માટે ફાયદાકારક

વાળના વિકાસમાં કેરીના પાન મહત્વનો ભાગ ભજવે છે. તેનામાં સમાયેલા વિટામિન સી અને એ જેવા પોષક તત્વો  સ્વસ્થ વાળ માટેના મહત્વપૂર્ણ કોલેજનના ઉત્પાદનને વધારે છે.  તે નિસ્તેજ વાળમાં ચમક લાવે છે. તેનજ કેરીના પાનમાં સમાયેલા ફ્લેવોનોઇડ્સ વાળોને કુદરતી રીતે કાળા કરવાની ક્ષમતા ધરાવે છે. કેરીના કોમળ પાનને તાજી વાટવી અથવા તો કેરીના પાનની પેસ્ટ બનાવી વાળ પર લગાડી ૧૫ મિનીટ પછી ધોઇ નાખવું. 

- મીનાક્ષી તિવારી