સુંદરતામાં ઉપયોગી મેયોનિઝ અને ફટકડી
- ત્વચા અને વાળની સુંદરતા નિખારતું મેયોનિઝ
બર્ગર અને સેન્ડવિચ પર લગાડવામાં આવતું મેયોનિઝ ત્વચા અને વાળની સુંદરતા નિખારે છે તે બહુ ઓછા લોકો જાણતા હશે. આ સફેદ કલરની સ્વાદિષ્ટ પેસ્ટ ગુણોથી ભરપુર છે.
રૂક્ષ ત્વચા માટે
રૂક્ષ ત્વચા માટે મેયોનિઝ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં ફેટ કન્ટેન્ટ વધુ પ્રમાણમાં હોય છે, જે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે. ડ્રાય સ્કિનથી છુટકારો મેળવવા માટેમેયોનિઝ ચહેરા પર લગાડીને થોડી વાર મસાજર કરવો. આ પછી હુંફાળા પાણીથી ધોઇ નાખવો અને ત્યાર બાદ જેન્ટલ ફેસવોશથી ત્વચાને ક્લિન કરવી. જેથી બચેલા ફેટ્સ છિદ્રોમાં ભરાઇ ન રહે. વિટામિન ઇથી ભરપૂર મેયોનિઝને અઠવાડિયામાં બે-ત્રણ વખથ લગાડવાથી ત્વચામાં જરૂરથી ફરક જોવા મળે છે.
ગ્લો વધારવા
સ્કિનનો ગ્લો વધારવા માટે અથવા જાળવી રાખવાલા માટે મેયોનિઝનો ઉપયોગ કરી શકાય છે. એક બાઉલમાં બે ચમચા મેયોનિઝ લઇ તેમાં અડધો ચમચો મધ અને ઓલિવ ઓઇલ ભેળવવું. તેને બરાબર મિક્સ કરી ચહેરા પર લગાડી ૨૦ મિનીટ પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઇ નાખવો.
સનબર્ન
સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી ટેનિંગ અને સનબર્નની સમસ્યા થતી હોય છે. તેવામાં મેયોનિઝ ઉપયોગી થાય છે. ઠંડા મેયોનિઝને ટેન્ડ ત્વચા પર લગાડવી. આ પેસ્ટ ત્વચાના એ હિસ્સાને સોફ્ટ બનાવીને હાઇડ્રેટ કરશે. સનબર્ન્ડ સ્કિનને જલદી ઠીક કરવામાં મેયોનિઝ મદદરૂપ છે.
વાળ
મેયોનિઝ વાળ માટે કમાલનું સાબિત થાય છે. ખાસ કરીને જે માનુનીના વાળ રૂક્ષ અને સુકા દેખાતા હોય છે તો ક્રીમી સ્પ્રેડની મદદથી ગુમાવેલી ચમક પાછી મેળવી શકાય છે.
મેયોનિઝમાં કંડિશનર, કોપરેલ અથવા બદામનું તેલ ભેળવી બરાબર મિક્સ કરવું. આ મિશ્રણને વાળ પર બરાબર લગાડવું અને શાવર કેપ પહેરી લેવી. અડધ ોકલાક પછી વાળ ધોઇ નાખવા. આ હેર માસ્ક વાળને સ્મૂધ લુક આપવાની સાથે ચમક પણ વધારે છે.
વાળમાં ખોડો
વાળમાં ખોડો થતો હોય તો મેયોનિઝની મદદથી દૂર કરી શકાય છે. મેયોનિઝમાં લીંબુના થોડા ટીપા ભેળવવા અને વાળનો મસાજ કરવો. અડધો કલાક પછી હુંફાળા પાણીમાં ટુવાલ બોળી નીચોવી લઇને વાળ પર રાખીને સ્ટીમ આપવી. આ પછ ીવાળ શેમ્પૂથી ધોઇ લેવા.
ફટકડી
ફટકડીચહેરા પરના ખીલ દૂર કરે છે તેમજ ત્વચાએ ગુમાવેલી ચમક પાછી લાવે છે. તે ચહેરા પરના ધાબા દૂર કરે છે તેમજ ત્વચાની રંગતને સુધારે છે.
ફટકડીના પાણીથી ખીલથી રાહત
ફટકડીનો બુક્કો કરવો અને તેને પાણીમાં બરાબર ઘોળી લેવી. આ પાણીથી ચહેરો ધોવો. જોઇએ તો સ્નાનના પાણીમાં પણ ફટકડી ભેળવી શકાય છે. તેથી ચહેરા થી લઇ પીઠ અથવા અન્ય કોઇ હિસ્સા પર ફોડલી તથા ખીલ થયા હશે તો સુકાઇ જશે અને ધીરે ધીરે ખરી પડશે. તે ત્વચાને સ્મૂધ બનાવવા માટે પણ મદદ કરે છે.
ફટકડીને ભીની કરીને ચહેરા પર રગડી શકાય છે. રાતના લગાડીને સુઇ જવું. તેનાથી ખીલ સુકાય જાય છે અને ફોડલીઓ નાની થઇ જાય છે.
ડાઘ-ધાબા દૂર કરે
ફટકડીનો ભુક્કો કરી તેને એક બાઉલમાં લઇ તેમાં જૈતૂનનું તેલ મિક્સ કરવું અને ચહેરા પર તેનો મસાજ કરવો. આ મિશ્રણ ચહેરાના ડાર્ક સ્પોટ્સની સાથેસાથે ખીલથી થયેલા નિશાનોને હળવા કરવામાં મદદ કરે છે. તેમજ ટેનિંગને પણ આછી કરવામાં સહાયક છે.
સ્કિનને ટાઇટ કરે છે
વયની સાથે ત્વચા ઢીલી થઇને લબડી પડતી હોય છે. તો તેમાં ફટકડી મદદરૂપ થાય છે. ફટકડીના ભુક્કાને ગુલાબજળ સાથે ભેળવીને એક સ્પ્રેવાળી શીશીમાં ભરી રાખવું. તેને દિવસમા ંબે વખત લગાડવાથી ફાયદો જોવા મળે છે.
રંગત નિખારવા
ફટકડીના ભુક્કાને મુલતાની માટી સાથે ભેળવી લેવું. તેમાં ગુલલાબજળ ઉમેરી પેસ્ટ બનાવવી. આ મિશ્રણને ચહેરા પર લગાડવું અને સુકાઇ જાય પછી ધોઇ નાખવું. આ પછી મોઇશ્ચરાઇઝર લગાડવું. આ મિશ્રણથી રંગત નિખરે છે. તેમજ ત્વચાનો વાન એક સરખો થાય છે.
- સુરેખા મહેતા