Get The App

મેકઅપ ઉતારવાની ટિપ્સ

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
મેકઅપ ઉતારવાની ટિપ્સ 1 - image

મોટાભાગની સ્ત્રીઓ પોતે વધુ સુંદર દેખાય તે માટે મેકઅપ કરે છે. ઘણી સ્ત્રીઓ તો 'બ્યૂટીપાર્લરનો કોર્સ' કરવા માગતી હોય છે. મેકઅપ વધારે સારી રીતે   કરવા તેઓ જાતજાતના ઉપાય કરે છે, છતાં સુંદર અને  સારો મેકઅપ કરીને વધારે સુંદર લાગતી સ્ત્રીઓ તેને ઉતારવા તરફ ખાસ ધ્યાન નથી આપતી. જો વધુ સુંદર દેખાવા માટે મેકઅપ કરવો  એક કલા છે, તો મેકઅપ ઉતારવો તે પણ એક અનોખી કલા છે.

આખા દિવસના કામ પછી તમે  થાક્યાં પાક્યાં હો અને મેકઅપ  ઉતારવાનું ભૂલી જાવ, તો તમારી આ બેદરકારી તમારી સુંદરતાને જ નુકસાન પહોંચાડી શકે છે. તમે જોજો, રાતે મેકઅપ ઉતાર્યા વિના જ સૂઈ જતી સ્ત્રીઓની ત્વચા ડાઘા-ડૂઘીવાળી અને કરચલીઓવાળી થઈ જાય છે.

ઘણી  સ્ત્રીઓ એવી દલીલ કરે છે કે કે તેઓ માત્ર ક્રીમ  અને લિપસ્ટિક જ લગાવે છે, પછી તેને ઉતારવા મોં ધોવાની વળી શી જરૂર છે? તેઓને એ ખ્યાલ નથી કે આખો દિવસ મોંમ પર ચોંટેલી રજકણો અને પરસેવાવાળું મોં ધોયા વિના જ ઊંઘી જવાથી ત્વચાને કેટલું નુકસાન થાય છે. માત્ર પાણીથી મોં ધોઈને ટુવાલથી ઘસીને લૂછી નાખવું જ પૂરતું નથી. મેકઅપ કરતી વખતે જેટલી ધીરજ રાખો છો, એટલી જ  ધીરજ મેકઅપ ઉતારતી વખતે પણ રાખવી જોઈએ.  અહીં મેકઅપ ઉતારવા માટેનાં કેટલાંક  સૂચન આપ્યાં છે, તમારી સુંદરતા જાળવી રાખવામાં  મદદરૂપ થશે ઃ

* મેકઅપ ઉતારતી વખતે એ ધ્યાન રાખો કે તમારી ત્વચાનો પ્રકાર  કેવો છે. જો તૈલી ત્વચા હોય, તો પાણી અને સાબુથી મોં ધુઓ.  એ સિવાય 'ક્લિન્ઝીંગ મિલ્ક'થી ચહેરો સાફ કરો. વળી, સાબુ અને પાણીથી મોં ધોયા પછી પણ ગરમ કર્યા વિનાના દૂધ અને 'ક્લિન્ઝિંગ  મિલ્ક'થી સાફ કરો.

* સૌથી પહેલાં મોં ધોઈને તેને લૂછ્યા વિના જ 'ક્લિન્ઝિંગ મિલ્ક'ને માલિશ કરતાં  હો એમ લગાવો. બે-ત્રણ મિનિટ રહીને ભીના રૂથી મોં લુછી મેકઅપ ઉતારો.

* રૂને ભાર દઈને ઘસવું નહીં. ત્વચા વધારે પડતી તૈલી હોય, તો ખાસ બ નાવટનું  'ક્લિન્ઝિંગ મિલ્ક' જ વાપરવું. જો કે આવી ત્વચાને કોરા રૂથી પણ સાફ કરી શકાય છે.

* જેમ મેકઅપ કરતી વખતે આંખોનું ખાસ  ધ્યાન રાખવામાં આવે છે, તેમ તેને ઉતારતી વખતે પણ આંખોેનું ધ્યાન રાખવું જરૂરી છે. આંખોની આજુબાજુની ત્વચા ખૂબ નાજુક હોવાથી પણ સાવધાની રાખવી, નહીંતર ત્યાં બળતરા થશે.

* આઈ મેકઅપ ઉતારવા ખાસ 'આઈ મેકઅપ રિમૂવર' વાપરવું વધારે સારું. તે ભૂલથી આંખોમાં જાય, તો  આંખોને પાણીથી ધોઈને સાફ કરી શકાય. આઈ મેકઅપ ઉતારવા બડ્સનો ઉપયોગ કરવાનું પણ વધારે સારું છે.

* આઈ મેકઅપ  ઉતારતી વખતે પાંપણો સાફ કરવાનું કામ થોડું મુશ્કેલ છે. મસ્કરા વગેરે સાફ કરવા બંને પાપણ વચ્ચે ભીનો ટિશ્યૂ  પેપર રાખી  'ક્લીન્ઝિંગ મિલ્ક' વાળી બડને ધીમે ધીમે ફેરવો. આઈશેડો સાફ કરવા માટે પણ 'બડ'  વધારે ઉપયોગી છે.

* નાટકના કલાકારો હેવી મેકઅપ કરતા હોય છે. એ જ રીતે લગ્ન, પાર્ટી વગેરે પ્રસંગે પણ ઘણી સ્ત્રીઓ હેવી મેકઅપ કરે છે.  આવો મેકઅપ ખૂબ જ ધીરજથી ધ્યાન રાખીને ઉતારવો જોઈએ, નહીંતર જો સહેજ પણ મેકઅપ રહી જાય, તો તેથી નુકસાન જ થાય છે.

* હેવી મેકઅપ  ઉતારવા માટે 'લિક્વિડ' મેકઅપ રિમૂવરનો ઉપયોગ કરો. તેેને  મોંની સાથોસાથ ડોક, કાન અને હોઠ પર લગાવી થોડી વાર રહેવા દો. ત્યાર પછી  ટિશ્યૂ પેપર કે રૂથી લૂછી નાખો. આઈ મેકઅપ  સાચવીને સાફ કરો. અને જો હાથપગ પર પણ કોઈ સૌંદર્યપ્રસાધન લગાવ્યાં હોય, તો તેને લૂછી નાખો.

0 મેકઅપ બરાબર ઉતાર્યા પછી કોઈ સારી પોષક ક્રીમથી ૪-૫ મિનિટ સુધી આંગળીઓ ગોળાકાર ફેરવતાં  માલિશ કરો. ચહેરા પરના ક્રીમને લગભગ ૨૦ મિનિટ પછી ટિશ્યૂ પેપરથી લૂછી નાખો. રાતે મોં પર ક્રીમ ન લગાવવું, કેમ કે તેનાથી  રોમછિદ્રો  દ્વારા તાજી હવા મળતી નથી. પરિણામે સવારે આંખોની નીચેની ત્વચા ફૂલી જાય છે. રાતે સૂતાં પહેલાં મોં પર જો કોઈ ક્રીમ લગાવ્યું હોય, તેને ૨૦ મિનિટ પછી હળવા હાથે લૂછી નાખવું.

0 અલબત્ત, આ સૂચનો દરરોજ મેકઅપ ઉતારવા માટેના જ છે, આ ઉપરાંત, મહિને એક વાર કોઈ કુશળ  બ્યુટિશિયન પાસે ફેશિયલ કરાવવું. તે ચહેરા પરની મૃત ત્વચાને દૂર કરી, ત્વચાને ઊંડે સુધી સાફ કરી મોં પર ચમક આવે છે. અઠવાડિયે એક વાર  ઘેર જ મોં પર ઉબટણ  કે કોઈ 'ફેસપેક' લગાવવાથી પણ ત્વચા સાફ થાય છે.

* એક વાત ભૂલશો નહીં  કે જો તમે તમારી ત્વચાને  લાંબા સમય સુધી સ્વસ્થ અને ચમકદાર રાખવા માગતા હો તો બનાવટી સૌંદર્ય પ્રસાધનોનો બને એટલો ઓછો ઉપયોગ કરો અને દિવસ  દરમિયાન કરેલો મેકઅપ રાતે સૂતાં પહેલાં અચૂક ઉતારી નાખો.

ત્વચાને ઊંડે સુધી સાફ કરી મોં પર ચમક આવે છે. અઠવાડિયે એક વાર  ઘેર જ મોં પર ઉબટણ  કે કોઈ 'ફેસપેક' લગાવવાથી પણ ત્વચા સાફ થાય છે.

૦ એક વાત ભૂલશો નહીં  કે જો તમે તમારી ત્વચાને  લાંબા સમય સુધી સ્વસ્થ અને ચમકદાર રાખવા માગતા હો તો બનાવટી સૌંદર્ય પ્રસાધનોનો બને એટલો ઓછો ઉપયોગ કરો અને દિવસ  દરમિયાન કરેલો મેકઅપ રાતે સૂતાં પહેલાં અચૂક ઉતારી નાખો.

- નીપા