વરસાદની મોસમમાં મેકઅપ
ગરમીની મોસમથી છુટકારો આપતા વરસાદનું આગમન થયું છે. તમારું તનમન પલળી ગયું હોવા છતાં પણ તમે કદાચ હજુ પણ એવી મૂંઝવણમાં છો કે તમારા ચહેરા પર કરેલો મેકઅપ ક્યાંક વરસાદમાં બગડી ન જાય. અરે છોડો વિચારવાનું, કારણ કે આ મોસમમાં તમારા ચહેરા પરનું તેજ વધારશે, કેટલાક નવા નિરાળા મેકઅપ શેડ્સ જેનો ઉપયોગ કરીને તમે મોસમની મજાનો ભરપૂર આનંદ મેળવી શકશો. તો ચાલો જાણીએ કે ચહેરા પર આ નવા મેકઅપ શેડ્સનો ઉપયોગ કેવી રીતે કરીશું.
હોઠનો મેકઅપ
હોઠને આકર્ષક બનાવવા હોય તો ક્રીમી અને ચમકીલા શેડ્સ બ્રાઈટ, ઓરેન્જ તથા પિન્ક લિપ કલરનો ઉપયોગ કરો કારણ કે, મેટ આજકાલ આઉટ ઓફ ફેશન બની ગયા છે. લિપગ્લોસમાં ચેરીરેડ અને ડીપ ગોલ્ડ શેડનો ઉપયોગ કરો. સ્કિન પર ગોલ્ડ લુક ટેન (ભૂરી રંગત) સુંદર લાગે છે તેથી ગાલ તથા બ્રોબોન પર ગોલ્ડ હાઇલાઇટરનો પણ ઉપયોગ કરો. લિપકલરમાં પિચશેડ, ઓલિવ, શ્યામ અથવા ઘઉંવર્ણા અને ગોરાવાન પર ખીલી ઉઠશે, જ્યારે ડાર્ક સ્કિન પર સ્ટ્રોબેરી રંગ ખીલી ઉઠશે, તમે ચેનર સિલ્ક ટચ પીચ લિપ્સ્ટિક અને લેકમેનો સ્ટ્રોબેરી પિન્ક એન્ડ ઓરેન્જ શેડના લિપકલર પણ લગાવી શકો છો.
ચહેરાનો મેકઅપ
ચહેરાને આકર્ષક બનાવવા માટે ચહેરા પર પહેલાં મોઈશ્ચરાઇઝર લગાવો પછી ફાઉન્ડેશન લગાવો. બેઝ ફાઉન્ડેશન ઘઉંવર્ણા વાન પર ખીલી ઊઠે છે. ફાઉન્ડેશનને આંગળીઓ પર લઈને નાક, હડપચી અને કપાળના મધ્યભાગમાં લગાવો અન ે બ્લેન્ડ કરો. ગાલ પર લાઇટ બ્લેન્ડ કરો. બહુ થોડું ફાઉન્ડેશન ચહેરાની ચારેબાજુ લગાવો. બીજું થોડું ફાઉન્ડેશન હાથની પાછળની બાજુ અને ગરદન પર પણ લગાવો.
ગાલનો મેકઅપ
ગાલના ઉપસેલા ભાગ પર પ્લમશેડનું બ્લશર લગાવો. બ્લશરનો ટચ તમારા આઇલિડ્સ પર પણ કરો પછી આંગળી ઓથી શેડને બ્લેન્ડ કરો. આ મોસમમાં લાઇટ પિંક બ્લશર લાગવવું જ યોગ્ય રહેશે. બ્લશરગાલ પર લગાવ્યા પછી બ્લેન્ડ કરો. પાઉડર બ્લશરમાં શિમરી કરેલું શેડ લગાડી શકો છો. જે શેડ સૌ કોઈના ચહેરા પર પર ખીલી ઊઠે છે. સામાન્ય રીતે ગોરા વાન પર લાઇટ કોરલ અને ડાર્ક વાન પર કાર્ડ કોરલ ખીલી ઊઠે છે.
આંખનો મેકઅપ
આંખો પર કરવામાં આવેલા લાઇટ મેકઅપ લુકને નેચરલ અને યંગ નિખાર આપે છે. તેથી આઇમેકઅપ કરો ત્યારે પિંક તથા ઓરેન્જ શેડનો જ ઉપયોગ કરો. આ બંને શેડ્સ દિવસના મેકઅપ માટે આંખોને ચમકદાર બનાવે છે. આ શેડ્સ લગાવતી વખતે તેને વધારે બ્લેન્ડ કરશો નહીં. લાઇટ મિડિયમ સ્કિનટોન પર ન્યુટ્રલ પીચ ટોનવાળા શેડનો ઉપયોગ કરો. દિવસના મેકઅપમાં મસ્કારાનો ઉપયોગ ન કરો. રાતના સમય આઇમેકઅપમાં બ્રાઇટ કલરનો ઉપયોગ કરી શકો છો. તેની સાથે મસ્કારા પણ લગાવી શકો છો.
નખને ચમકાવો
નખને આકર્ષક બનાવવા માટે નેચરલ વ્હાઇટ અને પિંક કલરનો ઉપયોગ કરો. આ સિવાય સિલ્વર ટોનવાળો પેલપિંડ અથવા શિચરી ગોલ્ડવાળો પેલપિંક કલર પણ વાપરી શકો છો.
ત્વચાને સાફ રાખવા માટે
આવી મોસમમાં ત્વચાને વધારે સાફ બનાવવી હોય તો ચહેરા પર નિયમિત રીતે ક્લીન્ઝરનો ઉપયોગ કરો. ક્લીન્ઝર લગાવ્યા પછી ટોનર લગાવવાનું ભૂલશો નહીં. ક્લીન્ઝર ત્વચાને જેટલી વધારે સાફ કરશે તેટલી જ તાજગીનો અનુભવ ટોનર આપશે. સ્નાન કરવાના પાણીમાં ફ્લોરલ સેન્ટ ભેળવો. જે તેમને દિવસભર તાજગીનો અનુભવ કરાવશે. શાવર જેલમાં, ચેનલબાથ જેલ અથવા અલ્ટ્રા મોઇશ્ચયરાઇઝીંંગ બોડી વોશનો ઉપયોગ કરો. સ્નાન કર્યા પછી તરત જ બોડીલોશન લગાવો જે ત્વચાને કોમળ રાખશે. આ મોસમમાં તમે માત્ર ફ્લોરલ પ્રિન્ટનાં વસ્ત્રો જ પહેરો અને પર્ફ્યૂમ પણ ફૂલોની સુગંધવાળું જ વાપરો.
મેકઅપનો નવો ટ્રેન્ડ
- ચહેરા પર ડ્રાય ટેક્સ્ચર માટે લાઇટ ફેસ પાઉડર અને માઇલ્ડ પર્લસેન્ટ શિમરનો ઉપયોગ કરવો.
- આઇબ્રો મેકઅપ કરશો નહીં અને આઇબ્રો શેપને પણ સોફ્ટ અને નચરલ જ રાખો.
- આઇમેકઅપમાં પણ મસ્કારાનો ઉપયોગ કરશો નહીં. પર્લ સેન્ટ આઇશેડોને આંખો પર લાઇટ બ્લેન્ડ કરો જેથી આંખો ઉપસેલી અને પ્રસન્ન દેખાય.
- હોઠ પર લાઇટ ટોન બેઝ લિપસ્ટિક લગાવો. કારણ કે તે હોઠોને કુદરતી લાલીમા પ્રદાન કરે છે. ફ્રેશ લુક માટે પીચ અને ઓરેન્જ લિપસ્ટિક અને માઇલ્ડ લિપગ્લાસનો ટચ આપો.
- રિચ કલરવાળા ઓરેન્જ, રેડ, પિંક અને રોઝ ટોનવાળા બ્લશરનો ઉપયોગ કરો. બ્લશરનો ગાલના ઉપરના ભાગ પર જ લગાવો.
- વાળ લાંબા, કુદરતી અને સીધા જ રાખો.