Get The App

જેલ બેસ્ડ મોઇશ્ચરાઇઝર બનાવીને કરો ત્વચાને ચમકીલી

Updated: May 5th, 2025

GS TEAM


Google News
Google News
જેલ બેસ્ડ મોઇશ્ચરાઇઝર બનાવીને કરો ત્વચાને ચમકીલી 1 - image


જેલ બેસ્ડ મોઇશ્ચરાઇઝર ત્વચાને ચીકણી ન કરતાં ત્વચામાં જલદી શોષાઇ જતું હોય છે. તૈલીય ત્વચાથી લઇને મિશ્રિત ત્વચાને પણ તેલથી હાઇડ્રેટ રાખવાની ધ્ક્ષમતા જેલ બેસ્ડ મોઇશ્ચરાઇઝમાં સમાયેલી છે.

જેલ બેસ્ડ મોઇશ્ચરાઇઝર દરેક પ્રકારની ત્વચા માટે ફાયદાકારક હોય છે. તૈલીય અને ખીલયુક્ત ત્વચા માટે પણ લાભદાયક હોય છે. તે ત્વચાને ઠંડક આપવાની સાથેસાથે હાઇડ્રેટ રાખવામાં પણ મદદ કરે છ.ે 

ત્વચાને હાઇડ્રેટ રાખતું હોવાની સાથેસાથે ત્વચા પર લાંબ ાસમય સુધી ટકે છે. તેથી તે ત્વચાની સામાન્ય તકલીફો પણ દૂર કરે છે. 

જેલ બેસ્ડ મોઇશ્ચરાઇઝરમાં પાણી હોવાથી તે અન્ય મોઇશ્ચરાઇઝરની સરખામણીમાં હળવુ ંહોય છે. તે ત્વચામાં સરળતાથી ભળી જાય છે અને ત્વચાને તાજગી આપે છે. 

દરેક ઋતુમાં ત્વચાને પર્યાપ્ત નમીની જરૂર હોય છે. સ્કિનને પૂરતી નમી આપવાનું કાર્ય મોઇશ્ચરાઇઝર કરે છે. બજારમાં મળતા મોઇશ્ચરાઇઝર કરતાં ઘરમા ંબનાવેલા જેલ બેસ્ડ મોઇશ્ચરાઇઝર વધુ ફાયદાકારક હોય છે. 

ગરમીમાં આ જેલ મોઇશ્ચરાઇઝર ત્વચાને ઠંડક પહોંચાડવામાં સહાયતા કરે છે. તે ત્વચાને પૂરતા પ્રમાણમાં હાઇડ્રેટ કરે છે તેમજ તકડાથી બળી અને કાળી થઇ ગયેલી ત્વચાને નિખારે છે.

અડધી ખીરા, એલોવેરા જેલ ૨ ચમચા. કોપરેલ એક નાની ચમચી, મિન્ટ એસેન્શિયલ ઓઇલના ૩-૪ ટીપાં

ખીરાનો રસ કાઢી એક બાઉલમાં લઇ તેમાં એલોવેરા જેલ ભેળવવું. આ પછી તેમાં એસેન્શિયલ ઓઇલ અને કોપરેલ નાખી બરાબર મિક્સ કરવું. અને એક બોટલમાં ભરી દેવું. તેને ફ્રિજમાં પણ રાખી શકાય છે. જોઇએ ત્યારે તેને ઉપયોગમાં લેવું. 

ગ્રીન ટી અને એલોવેરા

ગ્રીન ટીમાં ભરપુર માત્રામા ં એન્ટી ઓક્સીડન્ટસ સમયેલા જોવા મળે છે. તેથી તે નિસ્તેજ અને એજિંગ સ્કિન માટે  ફાયદાકારક માનવામાં આવે છે. 

એલોવેરા તેલ ૨ મોટા ચમચા,ગ્રીન ટી એક મોટો ચમચો, બદામનું તેલ એક નાનો ચમચો,લ વન્ડર અથવા ટી ટ્રી ઓઇલ ૨ ટીપાં લેવા. 

ગ્રીન ટી તૈયાર કરીને ઠંડી પડવા દેવી. એલોવેરા જેલને ગ્રીન ટી સાથે એક બાઉલમાં ભેળવવું. પછી તેમાં બદામનું તેલ અને એશેનશિયલ ઓઇલ બરાબર મિક્સ કરી જેલ તૈયાર કરવું, આ જેલને એક શીશીમાં ભરી નિયમિત ઉપયોગમાં લેવું. 

અળસી

અળસીનું જેલ એક કુદરતી બોટોક્સની જેમ કામ કરે છે.તે ઢીલી પડી ગયેલી ત્વચાને સખત કરવાની સાથેસાયે યંગ લુક આપે છે. તેમ જ આ જેલથી ત્વચા હાઇડ્રેટ થાય છે. 

૨ મોટા ચમચા અળસી, એક કપ પાણી, મધ અડધો ચમચો, જોજોબા અથવા બદામનું તેલ

અળસીને પાણીમાં ૫-૭ મિનીટ સુધી જેલની જેમ ઘટ્ટ છાય ત્યાં સુધી ઉકાળવા. પછી તેને ગાળી લઇ ઠંડું થવા દેવું. આ પછી તેમાં તેલ અને મધ નાખી બરાબર મિક્સ કરીને એક શીશીમાં ભરી દેવું. નિયમિત ઉપયોગમાં લેવાથી ત્વચાને ફાયદો થાય છે. 

- જયવિકા આશર

Tags :