Get The App

હોટ મેકઅપ કરીને વેલેનટાઇન-ડેને સ્પશ્યિલ બનાવો

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
હોટ મેકઅપ કરીને વેલેનટાઇન-ડેને સ્પશ્યિલ બનાવો 1 - image

દેશ-વિદેશમાં વેલનટાઇન ડેને યુવાનિયા આનંદથી મનાવે છે. આ દિવસ ખાસ અને ગાઢ મિત્રોનો કહેવાય છે. જેથી આ દિવસે યુવતીઓ પોતાને વધુ આકર્ષક બનાવા હોટ મેકઅપ કરતા પણ અચકાતી નથી. 

પાર્ટી મેકઅપનો ખાસ મંત્ર છે ક્લિજિંગ, ટોનિગ અને મોઇશ્ચરાઇઝિંગ. મેકઅપ કરતા પહેલા ત્વચાને સ્વસ્થ અને મુલાયમ બનાવવી. આ માટે સ્કિનના પ્રકાર અનુસાર ટોનિંગ કર્યા બાદ મોશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો. ત્વચા વધુ પડતી રૂક્ષ હોય તો સ્કિન સીરમ અથવા વાટિલાઇઝર લગાડી શકાય છે. અઠવાડિયામાં બે વખત ફેસ પેક લગાડવો.

હુંફાળો તડકો, ધુમમ્સ, ઠંડી હવાની આ ઋતુ ભલે સારી લાગે, પરંતુ મેકઅપ માટે યોગ્ય નથી. આ મૌસમમાં પાર્ટી માટે હટકે  મેકઅપથી  જ ચહેરાની રૌનક દેખાઇ છે.

ફાઉન્ડેશન મેકઅપ કિટમાં મહત્વનું સ્થાન ધરાવે છે. સ્કિન ટોનના પ્રમાણે યોગ્ય શેડનો  ઉપયોગ કરી  ખૂબસૂરતી ઊભરી આવે છે. 

ફિનિશિંગ ટચ માટે લૂઝ પાવડરનો વધુ ઉપયોગ કરવો નહીં. લૂઝ પાવડર ત્વચાને વધુ રૂક્ષ કરે છે. લાઇટ ટચ અપ કરો.  

મેકઅપ કરતા પહેલા અને પછી ફેસ મિસ્ટનો ઉપયોગ કરવો. જેથી ત્વચા પર ખેંચાણ ન થાય. જો ત્વચા તૈલીય હોય તો ફેસ મિસ્ટનો ઉપયોગ કરવો નહીં.

સ્મૂધ લિપ માટે હોઠનું સ્વસ્થ હોવુ ંજરૂરી છે. હોઠને મુલાયમ કરવા ક્રીમ બેસ લિપએક્સફોલિએટ કરવા. જેથી મૃત કોશિકાઓ દૂર થાય છે અને ત્વચા મેકઅપ માટે તૈયાર થાય છે. બદામ પાવડરમાં મલાઇ ભેળવી થોડી વાર રહેવા દઇ, ધીરે ધીરે હોઠ પર હળવા હાથે રગડવું. મોઇશ્ચરાઇઝર લગાડવું અને એ બાદ વિટામિન રિચ લિપસ્ટિક લગાડવી.

સવાર-સાંજના મેકઅપ માટે અલગ-અલગ રંગ ઉપયોગમાં લેવા. 

દિવસના સમયમાં હળવા રંગઅન ેરાતના સમયમાં ઘેરા રંગની લિપસ્ટિક લગાડવાથી હોઠ આકર્ષક લાગે છે. 

લિપસ્ટિક લગાડયા બાદ કલરલેસ લિપલોગ લગાડવો. 

કોઇ પણ સ્કિન ટોન હોય, બન્ને સ્થિતિમાં મેકઅપનો કલર પસંદ કરવામાં મુશ્કેલી પડતી હોય છે. ગોરી મહિલાઓ પર હળવા મેકઅપ વધુ દીપે છે જ્યારે ઘેરા વાન ધરાવતિ મહિલા મીડિયમ કલર કન્સિલર સાથે કુદરતી આઇવરી કલરનું ફાઉન્ડેશન લગાડવુંય 

ઘઉંવર્ણ ધરાવતી મહિલાના  ચહેરા પર પર્પલ-પિંક, મોચ અને કોરલ રેડ લિપસ્ટિક સારી લાગે છે. 

આઇશેડો આંખને આકર્ષક બનાવે છે. 

ડાર્ક સ્કિન ટોન પર મોઇશ્ચરાઇઝર રિચ નેચરલ બેઝ ફાઉન્ડેશન સારો લાગે છે. આ સાથે ટ્રિપલ કોટ લિપસ્ટિક હોઠને વધુ આકર્ષક બનાવે છે. 

- જયવિકા આશર