Get The App

કટીને કામણગારી બનાવે .

Updated: Nov 3rd, 2025

GS TEAM

Google News
Google News
કટીને કામણગારી બનાવે                          . 1 - image

કટિબંધ

સાડી સાથે કંદોરો કે વધુમાં કમર પર છલ્લો લગાવવાનો ટ્રેન્ડ જૂનો છે. જોકે પહેલાં જે રીતે ચાંદી કે સોનાનો મીનાકારીવાળો કંદોરો ફક્ત એક સાઈડથી લગાવવામાં આવતો એનાથી વિરુદ્ધ આજે કમરની મધ્યમાં એટલે કે સૌથી પાતળા ભાગ પર સાંકળીની જેમ પાતળી ચેઈન જેવો અથવા કુંદન અને ડાયમન્ડ્સનો કંદોરો પહેરવાનો ટ્રેન્ડ છે. જોઈએ આ કંદોરામાં કેવી ડિઝાઈન ટ્રેન્ડમાં છે.

કમરની સુંદરતા નિખારે

બ્રાઈડલ વેઅરમાં પણ જ્વેલરીનો હવે આ એક મુખ્ય ભાગ બની ગયો છે. એરિંગ કે નેકલેસ કરતાં કંદોરાનું સ્થાન વિશેષ છે, કારણ કે એ કમર પણ પહેરવામાં આવે છે જેના લીધે કમરની સુંદરતા વધે છે અને એ વધુ સુંદર લાગે છે. કમરબંધ પારંપારિક ઘરેણું હોવા છતાં એ મોડર્ન લુક આપે છે.

કમરબંદનું સ્થાન

પહેલાં કમરબંધને નાભિની નીચે એટલે કે કમરના હાડકા પર પહેરવામાં આવતા. મોડર્ન જમાનામાં એની ડિઝાઈન સાથે પહેરવાનું સ્થાન પણ બદલાયું છે. હવે આ ઘરેણાને અપર વેસ્ટ એટલે કે કમર પર ખૂબ ઉપરથી અથવા કમરની મધ્યમાં પહેરવામાં આવે છે. જો કમર સુડોળ અને શરીર ખરેખર પાતળું હોય તો આ રીતે પહેરેલો કમરબંદ એટ્રેક્ટિવ લુક આપે છે. કમરબંદને લો-વેસ્ટ ઘાઘરાચોળી અથવા સાડી સાથે પહેરી શકાય. સાડી સાથે પહેરો ત્યારે પલ્લુની ઉપરથી બાંધતાં કમર સારી દેખાશે અને સાથે પલ્લુ પણ સરકી નહીં જાય.

મોડર્ન ડિઝાઈન

પારંપારિક કમરબંધ ચાંદી અથવા સોનાના મીનાકારી સાથે બનતા. આપણે ત્યાં ચાંદીની સાંકળી જેવી ડિઝાઈનના તેમ જ સાઉથમાં ટેમ્પલ જ્વેલરી કન્સેપ્ટના હેવી સોનાના કમરબંધ પહેરાય છે, પણ હવે ડબલ ચેઈન જેવા પારંપારિક કમરબંધમાં સાઈડમાં કે વચ્ચે મોટું રેન્ડન્ટ જેવું લગાવેલું હોય એવી ડિઝાઈન વધુ ચાલી રહી છે. એ સિવાય કમરબંદમાં ડાયમન્ડ, જેમ સ્ટોન, પોલકી, કુંદન વગેરે જડેલી ડિઝાઈનો પણ ટ્રેન્ડમાં છે.

બ્રાઈડ માટે

પારંપારિક કમરબંધમાં ટાઈટ વેસ્ટબેન્ડ અને ઝાલરવાળો કંદોરો એમ બે પ્રકાર છે. બ્રાઈડલ વેઅરમાં જો ઘાઘરાચોળી હોય તો ઝૂલવાળો કંદોરો વધુ સુંદર લાગે છે, કારણ કે એને કમર પર એક સાઈડે લગાવવામાં આવે છે અને એનો ઝૂલતો ભાગ હિપ્સ પર આવે છે, જ્યારે થોડા મોડર્ન લુક માટે સાડીની ઉપરથી કમર પર જ બાંધવાનો સોનાનો અથવા મોતીનો કમરપટ્ટો સારો લાગે છે. પહેલાંના સમયમાં કમરબંધ પહેરવાનો ઉપયોગ પહેરેલા વસ્ત્રને કમર પાસે સપોર્ટ આપીને જકડી રાખવા માટે કરાતો હતો, જ્યારે હવે એને ડેકોરેશન તરીકે પહેરવામાં આવે છે.

સ્ટેટમેન્ટ જ્વેલરી તરીકે

વેસ્ટર્ન આઉટફિટ સાથે પણ વેસ્ટબેન્ડ પહેરી શકાય. સિંગલ ડાયમન્ડની લાઈન કે ગોલ્ડનો પાતળો કમરબંદ હોય તો એને વેસ્ટર્ન ટોપ પર સાથે પહેરી શકાય. સિંગલ કલરનું લાંબુ ટોપ અથવા ગાઉન હોય તો એની સાથે હિપ્સ પાસેથી કમરબંદ પહેરી શકાય. જોકે વેસ્ટર્ન ડ્રેસ પર કમરબંદ પહેરો ત્યારે એને સ્ટેટમેન્ટ જ્વેલરી તરીકે પહેરવી એટલે કે એ પહેર્યું હોય ત્યારે બીજી કોઈ જ્વેલરી ન પહેરો. એ વધુ પડતું લાગશે.