૧) સ્વસ્થ આરોગ્ય-
કહેવાય છે ને કે 'પહેલુ સુખ તે જાતે નર્યા'. જો આરોગ્ય કથળેલુ હોય તો કોઇ પણ વ્યકતિ ખુશ ન રહી શકે. બિમારી નાની હોય કે મોટી એ પિડીત વ્યકતિના ચહેરા પરથી હાસ્ય અને ખુશી છીનવી લે છે. એટલે સ્વસ્થ શરીર જ સવોપરી છે. એટલા માટે દરરોજ યોગ અથવા વ્યાયમ કરો અને નિરોગી રહો. એેવુ જરૂરી નથી ક ે બીમારી શરીરમાં ઘર કરે પછી જ શરીરનું ધ્યાન રાખવાની શરૂઆત કરવી. શ્રેષ્ઠ એ છે કે અગમચેતી રાખી પહેલેથી જ કસરત કરવી. બીમારી લાગુ ન પડે એની સાવચેતી રાખવી .આમ પુર આવે એ પહેલા પાળ બાંધવી શ્રેષ્ઠ વિકલ્પ છે.
૨) બચત-
સારૂ જીવન જીવવા માટે જરૂરી નથી કે તમે શ્રીમંત હો. પણ હા, તમારી પાસે એટલી બચત હોવી જોઇએ કે જયારે પણ તમારી ઇરછા થાય ત્યારે તમે ફિલ્મ જોવા, હોટલમાં જમવા, કે હરવા ફરવા જઇ શકો.
આમ, બચત કરવાની આદત કેળવો. 'ટીપે ટીપે સરોવર ભરાય' એટલ ે કે નાની નાની રકમની કરેલી બચત જ એક દિવસ મોટી મૂડીમાં ફેરવાઇ જાય છે.
૩) મદદગાર બનવુ-
હંમેશા કોઇ પણ પ્રકારની લાલચ રાખ્યા વગર બીજા લોકોની મદદ કરવા માટે તૈયાર રહેવુ જોઇએ. આમ કરવાથી કોઇને ફાયદો પણ થશે તો સાથે સાથે તમે પણ આંનદ અને સંતોષની અનુભુતી કરી શકશો.
૪) સારી આદત-
શકય હોય એટલી સારી આદત કેળવો. જે કરવામાં તમને આંનદ આવતો હોય. જેમ કે, ગાર્ડનનિંગ, વાંચવુ, લખવુ. ક્ષુલ્લક અને નાની વાતોમાં સમય વેડફી નાખવો એ એક પ્રકારનો અપરાધ છે. જે કરવાથી તમને ખુશી મળે અથવા તો તમારુ લક્ષ્ય સિધ્ધ કરવામાં મદદ મળી રહે એવી આદત પાળો. આમ સમયનો સદુપયોગ કરો.
૫) ગુસ્સા પર કાબુ રાખો
- અકારણ અને વાંરવાંર ગુસ્સો આવવો એ સારુ લક્ષણ નથી. તમારો મીત્ર અથવા પરિવારના કોઇ સદસ્ય પર ગુસ્સો આવી જાય તો એની સાથે દલીલ કરવા કરતા થોડો સમય એનાથી અંતર જાળવવુ પસંદ કરો. આમ કરવાથી સંબંધ બગડતા અટકશે અને તમારી શકતીનો વ્યય પણ નહીં થાય.
૬) ધ્યાન-
રોજ સવારે ઓછામાં ઓછી દસ મિનીટ ધ્યાન ધરવુ જોઇએ. આવી જ રીતે દરરોજ રાત્રે થોડોક સમય મનોમંથન કરો અને થોડોક સમય એકાંતમાં સ્વયમ સાથે પસાર કરો. થોડો સમય જાત સાથે સંવાદ સાધવાને કારણે તમે પોતાની જાતને ઓળખી શકશો.
૭) જુઠ્ઠુ ન બોલો-
વાંરવાંર ખોટુ બોલવાની ટેવમાં પરિવર્તન કરવુ અને જુઠ્ઠુ બોલવાથી બચવુ . ઘણા લોકો નાની નાની વાતોમાં ખોટુ બોલતા હોય છે. ઘણા લોકો ખોટા ખોટા બમણા ફુકવાની ટેવ પણ ધરાવતા હોય છે. પણ આમ ન કરવુ જોઇએ. જો કે મોબાઇલ યુગમાં આ શકય નથી. પરંતુ હંમેશા ધ્યાન રાખો કે શકય હોય ત્યાં સુધી સત્યનો સાથ ન છોડવો.
૮) સરખામણી ન કરવી-
કોઇ વ્યકતી કે સહ- કર્મચારી તમારા કરતા વધારે સફળતા મેળવી લે અથવા એે વધુ ધનવાન બની જાય તા ે એની નિંદા ન કરવી જોઇએ. બીજા લોકા ે સાથ ે સરખઆમણી કરવાથી તમારા જીવનમાં પણ ખલેલ પહોંચે છે.
આ સિવાય તમે કોઇ કામ કરી રહયા હો તો એને ધ્યાનપુર્વક પુરુ કરો. અને સમયાતરે રિફ્રેશ થતા રહો. એક દિવસમાં તમે કેટલુ કામ પુરુ કરી શકયા એના પરથી તમારી કાર્યકુશળતા નક્કી નથી થતી. પણ તમે સમયનો સદુઉપયોગ કરી શકો છો એ મહત્વનું છે. આમ, ખુશહાલ જીવન પસાર કરવા માટે અમુક બાબતોનું ધ્યાન રાખી જીવન ખુશી ખુશી પસાર કરો...


