For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

કેશલેસ ટ્રાન્ઝેક્શનને સલામત બનાવો

Updated: Sep 18th, 2023


૮ નવેમ્બર ૨૦૧૬માં ૧,૦૦૦ અને ૫૦૦ની નોટ બંધ થયા પછી નવી કરન્સી માટે લોકોએ એટીએમ અને બેંકની બહાર લાઈન લગાવવી પડી. રોકડની તંગીના લીધે રોજબરોજની જરૂરિયાતને પૂરી કરવામાં પણ ખૂબ મુશ્કેલી પડી. આ દરમિયાન ઓનલાઈન બેંકિંગ અને કાર્ડ દ્વારા થતી કેશલેસ લેવડદેવડ લોકો માટે વરદાન સાબિત થયું. પેટ્રોલ પંપથી લઈને રેશનિંગની ખરીદી સુધ્ધાં દુકાનદારને કાર્ડ દ્વારા શોપિંગની સુવિધા અપાવી. બિલની ચુકવણીમાં ઓનલાઈન બેંકિંગ મદદરૂપ સાબિત થઈ. જોકે કેશલેસ તરફ વધતા આ પગલાં સાથે જોમ પણ કંઈ ઓછું નથી. કાર્ડ અને બેંક એકાઉન્ટના હેકિંગનું જોખમ હંમેશા રહે છે. તેના ઉપયોગમાં રાખેલી બેદરકારી તમને મોટું નુકસાન કરાવી શકે છે.

ઓનલાઈન કે કાર્ડ દ્વારા કરવામાં આવતી ઓનલાઈન ચુકવણી દરમિયાન ઘણી વાર હેકર્સ ફેક વેબ પેજ કે કમ્પ્યૂટર વાઈરસ દ્વારા લોકોની ડેબિટ કે ક્રેડિટ કાર્ડ ડીટેલ અથવા ઓનલાઈન પાસવર્ડની ચોરી કરી લે છે. તેને હેકિંગ કહેવાય છે. એકાઉન્ટ અને કાર્ડ ડીટેલ હેક કરીને હેકર્સ લોકોના બેંક એકાઉન્ટમાંથી ઓનલાઈન ચોરીને અંજામ આપે છે.

૨૦૧૬ માં દેશમાં કેટલીક મુખ્ય બેંકોની ૩૨ લાખ એટીએમ કાર્ડ ડીટેલ હેક થઈ. બેંક ત્યાર પછી તાત્કાલિક હરકતમાં આવી અને તેમણે કસ્ટમરના એટીએમ કાર્ડ બ્લોક કરી દીધા. બે અઠવાડિયામાં તમામ ગ્રાહકોને નવા ડેબિટ કાર્ડ મળ્યા. જ્યાં સુધીમાં પિન નંબર ન બદલાયા બેંકે તેની સાથે જોડાયેલા એકાઉન્ટમાંથી રોજના ટ્રાન્ઝેક્શનની લિમિટ પાંચ હજાર કરી દીધી હતી. હકીકતમાં દેશ અને વિદેશમાં હેકર્સ દિવસરાત એ જ લાગમાં રહે છે કે કસ્ટમરથી એક ભૂલ થાય અને તેમની મોજ થઈ જાય. તેથી નેટબેંકિંગ અને કાર્ડના ઉપયોગમાં સાવચેતી ખૂબ જરૂરી છે.

કાર્ડ કે એકાઉન્ટ હેક થઈ જાય તો શું કરવું

સાઇબર લો એક્સપર્ટના જણાવ્યા મુજબ કેશલેસ લેવડદેવડ વધવાથી હેકિંગની ઘટના પણ ખૂબ સામાન્ય થઈ ચૂકી છે. એવામાં એકાઉન્ટ કે કાર્ડ હેક થઈ જાય તો વ્યક્તિએ તરત જ એલર્ટ થવું જોઈએ અને આ પગલાં લેવા જોઈએ :

* એક સાઇબર લો એક્સપર્ટ ના જણાવ્યામુજબ કેશલેશ લેવડદેવડ વધવાથી હેકિંગની ઘટના પણ ખૂબ સામાન્ય થઈ ચૂકી છે. એવામાં એકાઉન્ટ કે કાર્ડ હેક થઈ જાય તો વ્યક્તિએ તરત જ એલર્ટ થવું જોઈએ અને આ પગલાં લેવા જોઈએ :

* હેકિંગની માહિતી જે તે બેંકને આપો અને કાર્ડ બ્લોક કરાવો.

* જો તમે ક્યાંક બહાર છો તો સંબંધિત બેંકના કસ્ટમર કેર નંબર પર ફોન કરીને કાર્ડ બ્લોક કરાવો.

* બેંકને માહિતી આપીને એકાઉન્ટના કાર્ડ કે નેટબેંકિંગ બંધ કરાવો.

* તેની લેખિત ફરિયાદ પોલીસને આપો.

* આ દરમિયાન લેવડદેવડ માટે તમે ચેકનો ઉપયોગ કરો.

* જે બેંક એકાઉન્ટનો ઉપયોગ તમે નેટબેંકિંગ અને કાર્ડ દ્વારા ચુકવણી માટે કરો છો તેમાં વધારે પૈસા ન રાખો.

* જો ક્રેડિટ કાર્ડ હોલ્ડર છો તો ક્રેડિટ લિમિટ ઓછી રાખો જેથી હેકિંગની સ્થિતિમાં વધારે નુકસાન ન થાય.

હેકિંગ પછી જો કસ્ટમરને નુકસાન થાય છે તો તેની ભરપાઈની જવાબદારી બેંકની હોય છે. જો હેકિંગથી કસ્ટમરને ૧૦ હજારનું નુકસાન થાય છે તો તે બેંક પાસેથી આ રકમની ભરપાઈ કરી શકે છે, પરંતુ તે માટે તમારે પૂરતા પુરાવા આપવા પડે કે બેંકની બેદરકારીના લીધે આવું થયું. મોટાભાગના કસ્ટમરને આ વાતની માહિતી નથી હોતી, જેથી હેકિંગથી થયેલા નુકસાનનો દાવો તે બેંકને નથી કરતા.

કાર્ડ કે નેટબેંકિંગનો ઉપયોગ કરતી વખતે તમારે ખૂબ જ સાવચેત રહેવું જોઈે. જો ભૂલથી પણ નેટબેંકિંગ ડીટેલ કે પછી ૧૬ અંકનો કાર્ડ નંબર, કાર્ડ વેલિડિટીનો સમયગાળો અને કાર્ડની પાછળ રહેલા ૩ અંકનો સીબીબી નંબર કોઈને જણાવી દો છો તો તે ગમે ત્યારે તમારા એકાઉન્ટમાંથી તમારી મહેનતની કમાણી ચોરી કરી શકે છે.

* તમારા એટીએમના પિનને સમયસર બદલતા રહો. આ કામ તમે કોઈ એટીએમમાં જઈને કરી શકો છો.

* તમારી કાર્ડ ડીટેલ જાણવા માટે કસ્ટમર કેર જણાવીને જો કોઈ ફોન કરે તો ક્યારેય તેમને ક્રેડિટ કે ડેબિટ કાર્ડની માહિતી ન આપો.

* યાદ રાખો બેંક ક્યારેય કોઈ કસ્ટમર પાસેથી તેના કાર્ડનો નંબર કે પાસવર્ડ ન માંગે.

* મોબાઈલ નંબરને તમારા ખાતા સાથે જોડો. તેનાથી કોઈ પણ સમયે પૈસાના ટ્રાન્ઝેક્શનની સ્થિતિમાં તમને તરત મેસેજ આવશે.

* દર ત્રણ દિવસમાં બેંક સ્ટેટમેન્ટ ચેક કરો. આજકાલ આ સેવા ઓનલાઈન છે તો તમે ગમે ત્યારે માહિતી મેળવી શકો છો.

* માત્ર તમારી ઓફિસ કે પર્સનલ કમ્પ્યૂટરમાંથી જ ઓનલાઈન પૈસાની લેવડદેવડ કરો. આ બંને સ્થળે એન્ટિવાઈરસનો ઉપયોગ કરો. બંનેના સર્વર સલામત છે.

* સાઈબર કેફેમાં જઈને નેટ બેંકિંગ કે કાર્ડ દ્વારા લેવડદેવડ કરવાથી બચો. આ સ્થળે હેકિંગનું જોખમ વધારે હોય છે.

* તમારા નેટ બેંકિંગ પાસવર્ડને પણ ૨-૩ મહિનામાં બદલતા રહો.

* જો તમને મોબાઈલ મેસેજ દ્વારા તમારા ખાતામાંથી થયેલ કોઈ એવા ટ્રાન્ઝેક્શનની માહિતી મળે, જે તમે નથી કર્યું તો તત્કાળ આ વિશે બેંકને માહિતી આપો.

* આ સ્થિતિમાં તમારા એકાઉન્ટમાંથી કાર્ડ કે બેંકિંગથી થતા ટ્રાન્ઝેક્શનને તત્કાળ બંધ કરો.

* ઈ-મેલ પર કેટલીક વાર એવા મેસેજ આવે છે કે જેમાં લોકોને કહેવામાં આવે છે કે તેમને લોન ઓફર  લાગી છે, તે માટે આવા મેસેજમાં લોકો પાસે તેમના એકાઉન્ટની માહિતી માંગવામાં આવે છે. આ પ્રકારના ઈ-મેલ મેસેજને જોઈને ડિલીટ કરો. ભૂલથી પણ તેનો જવાબ ન આપો.

Gujarat
Worldcup 2023
English
Magazines