મૈયા મોરી મેં નહિ માખન ખાયો... .
- એક મજાની વાર્તા
- સંકલન: પ્રતિભા ઠક્કર
- pratibhathakker@yahoo.com
''તે ઢોળી દીધી માખણ ની ગોળી,
અહીં તો પેટ ભરવાની યે હોળી
કેટલી કરીએ વેટ તો એ ન ભરાય ઝોળી
આભડ છેટના ભૂતે અમારી તો જિંદગી રોળી''
આઘો રે દીકરા પડીશ!
સોસાઈટી ની લાદી સાફ કરતા રાધી બોલી ને એણે એના વર કરસનને બોલાવ્યો,
કહું સુ આને આઘો લઇ જાવને , પડશે અહીં, બહુ સીકણું થઇ ગ્યુસ ...
કાળિયા ને લઈને કાનો જતો હતો ત્યાં નાનકડા કાળિયાએ સવાલ પૂછયો , હેં બાપુ , ઈ બધા શું ઉડાડતા તા!
કરસન આંખમાં આંસુ ખાળતા બોલ્યોથ દીકરા એને માખણ કેવાય.
કાના ને હજુ ગઈ કાલેજ ડોક્ટરે કહેલા શબ્દો યાદ આવ્યા કે છોકરો બહુ દુબળો છે, કુપોષિત છે થોડો સારો ખોરાક આપો. રાધી ને કરસન બેય ખુબ મહેનત કરતા ત્યારે માંડ રોટલા ભેગા થતાં.
કરસન ની નજર વારે વારે મૌન નિશ્વાસ સાથે સોસાઈટીમાં બાંધેલ માંડવા માં કૃષ્ણ ના માખણ ખાતાં ફોટા તરફ અટકી જતી હતી .
ગઈ કાલે કથામાં મહારાજ પણ કેવું વાચતા હતા ! લાલો માખણ ખાઈ , ચોરે, ઢોળે .... અને તોયે બધા એના ગુણગાનગાય! ઈ તો ભગવાનકેવાય ને! આપણે તો માણહ કેવાય ... આપણા નસીબમાં ...!!!!
એ વિચારવા લાગ્યો કે, કાલે હું સાવ એક બાજુ આઘ ે બેઠો બેઠો કથા હાંભળતો તો. મારાજની નજર મારા પર પડી . એણે તીરછી નજરે શેઠ હામું જોયું એનેશેઠેએના માણહને મોકલી મને કેવો આઘો કાયઢો તો. બધા પોથીને અડીને દર્શન કરતાતા . અમારો તો ઈ હક્ક નહિ. હશે બાપ ... આ જનમમાં આવો અવતાર મયલો છે તો.....
એ કાળિયાને ફોસલાવતો રહ્યો. સાથોસાથ એ વિચારતો રહ્યો કે, ઈ કેવું હજી બે દિ પેલા સાયબ કથા હાંભળવા આવેલા ત્યારે તો કેવી વાતું કરતાતા . આપણે બધા માણહ હરખાજ સિયે. પસી મને હાથોહાથ પરસાદ પણ આપેલો , ને એનો ફોટોય પાડેલો ને પસી મત આપવાનું કેતા ગ્યાતા .ઈ સાયબ થોડાક દિ માં અમારા વાસમાં આવવાનું ય કેતાતા અને આજે ... ! મારાજ મને આઘો કઢાવે સે. તંયે તો મારાજ કંઈ નોતા બોયલા.
ત્યા દુરથી કોઈ બુમો પાડીને રાંધીને ખખડાવતું હોય એવું લાગ્યું. અવાજની દિશામાં કરસનના પગ જાણ ે ઢસડાવા લાગ્યા. એને જોઇને શેઠનો માણહ બોલ્યો લે,આ તારા સાયબ આવ્યા. છોકરાને એક બાજુ મૂકી બેય જણા થઇ બધું સાવ ચોખ્ખું કરી નાખો.
કાળિયાને એક બાજુ મૂકી કરસન પણ કામે લાગ્યો. કાળિયો ફોટા માંના કાનાને જોઈ રહ્યો હતો. અને એના ગોળીમાં થી ઢોળાતા માખણને આંબવાના વ્યર્થ પ્રયાસ કરતો હતો. પણ કંઈ હાથમાં ન આવતાં એ થોડી વારમાં કંટાળી ગયો અને ભેંકડો તાણ્યો . પણ ત્યાં સુધીમાં કરસને ઘણું ખરું કામ પતાવ્યું હતું. એણે કાળીયાને તેડી લીધો. રાધિ મજુરીના પૈસાનો હિસાબ પતાવવા ગઈ.પૈસા લઇ પાછી ફરેલી રાધી હવે બાપ દીકરા સાથે થઇ ગઈ. એણે કરસનના હાથમાં થી કાળિયાને લઇ લીધો.
જતાં જતાં કાળિયાએ જોર થી લટકાતા ફોટામાં માખણ ભરેલી ગોળી પર હાથ માર્યો, પણ એમાં થી માખણ ઢોળાયું નહિ ! અને ફોટો પડી ગયો. ફોટાના સફેદ કાચની કરચો ચારેબાજુ ઉડી. પણ હમણાં શેઠનો માણહ પકડશે . અને ફોટાના પૈસા માંગશે તો ? મજુરી ફોગટ જશે ! જાણે એ કાચની કરચોએ કરસન અને રાધીને વીંધી નાખ્યાં.રોતા કાળીયાનાં મોઢાપર જોર થી હાથ દાબી દીધો.
સોસાઈટીમાં હજુ માઈક પર ગીત વાગતું હતું ...' મૈયા મોરી મેં નહિ માખન ખાયો ....... !!!