વર્ષો પછીય જાળવી રાખો વિવાહિત જીવનનો રોમાંસ
મોટા ભાગના લોકો માને છે કે લગ્ન પછી જિંદગીમાં ઘણો ચેન્જ આવી જાય છે. પત્નીને લાગે છે કે જે પતિ લગ્ન થતાં પહેલાં તેના પર ખૂબ પ્રશંસાનાં ફૂલો વેરતા હતા તે લગ્ન પછી.. કહેવાનો અર્થ એ છે કે લગ્ન પહેલાંની હરિયાળી લગ્ન પછીની જવાબદારીઓના બોજા નીચે ધૂંધળી પડવા લાગે છે. કેટલીક પત્ની પોતાના પતિને ફરિયાદો કરવા લાગે છે કે હવે તમે પહેલાં જેવા નથી રહ્યા. તમે હવે મને બિલકુલ પ્રેમ નથી કરતા. પરંતુ પ્રેમ ક્યારેય મરતો નથી. બસ, તેને ફરી મેળવવા માટે પહેલાં જેવી ઇચ્છાશક્તિ અને આવેશ હોવાં જોઈએ.
મોટા ભાગનાં લગ્નના થોડા સમય પછી લાગે છે કે બસ હવે પ્રેમ કરવાની ઉંમર સમાપ્ત થઈ ગઈ. જો તમે પણ એવું માનતાં હો તો તરત જ તમારી માન્યતા બદલી નાખો કારણ કે પ્રેમ હંમેશા જીવંત રહે છે. તમારા પતિને તમારા સ્પર્શની ઇચ્છા હંમેશ રહે છે.
મનની વાત તમે આંખો અથવા મોઢેથી કહેવાને બદલે સ્પર્શથી કહો. તમારા પતિ તેને તરત જ ઓળખી લેશે. ઑફિસેથી ઘેર આવેલા પતિનો આખા દિવસનો થાક તમારા સ્પર્શ માત્રથી દૂર થઈ જશે.
એક પતિ પોતાની પત્નીમાં પોતાની પ્રેમિકાને શોધે છે એટલે પત્ની માટે પોતાના પતિ સામે હંમેશા ફ્રેશ રહેવું જરૂરી છે. એ વાત મનમાંથી બિલકુલ કાઢી નાંખો કે હવે તમારાં લગ્ન થઈ ગયાં છે અને તમારું કામ બાળકો અને ઘરસંસાર સંભાળવાનું જ છે. તેનાથી તમારી અંદર તાણ ઉત્પન્ન થઈ શકે છે.
ઑફિસેથી થાકીને ઘેર આવેલા દરેક પતિ પોતાની સમે હસતો ચહેરો ઇચ્છે છે. એમાં જ્યારે પત્નીનો મૂરઝાયેલો ચહેરો તેને નજરે પડે છે તો તેના મનમાં ઠેલા તમામ ઉમંગ સમાપ્ત થઈ જાય છે અને તમે ફરિયાદ એ કરો છો કે હવે પતિ પહેલાં જેવા નથી રહ્યા એટલે પોતાને ફિટ રાખો.
લગભગ લગ્નના શરૂઆતના દિવસોમાં તો આપણે એકબીજાની નાની-નાની વાતો પણ યાદ રાખીએ છીએ, પરંતુ થોડો સમય જતાં સાથે આપણે બેદરકાર થવા લાગીએ છીએ. આપણે ન ચાહવા છતાં જીવનસાથીની પસંદ અને નાપસંદને ભૂલી જઈએ છીએ. આવું પરિવારની જવાબદારીઓના કારણે થાય છે, જે યોગ્ય નથી.
મોટેભાગે જોવા મળે છે કે ઘર-પરિવારની જવાબદારીઓના કારણે પત્ની પોતાના પતિને સમય નથી આપી શકતી. અર્થાત્ પતિ તમારી પાસે પોતાને માટે થોડો સમય માગે છે અને તમે કહો છો કે હજુ કિચનનું બધુ કામ એમ જ પડયું છે અથવા બાળકોને સુવડાવવાનાં છે વગેરે. તમારો આ જવાબ તેમનામાં ઉદાસી ઉત્પન્ન કરી શકે છે તેથી પત્નિની ઇચ્છાનું માન રાખો.
વાતવાતમાં પતિને અપમાનિત કરનાર પત્નીઓ ન તો સન્માન કરે છે અને ન તો મેળવે છે એટલે માત્ર પતિ જ નહીં બલકે ઘરના પ્રત્યેક વડીલોને માન આપો. આથી પતિની નજરમાં તમારું માન હજુ વધી જશે. પતિને વાતવાતમાં ઝાટકો નહીં કે ન જીભાજોડી કરો.
જો પતિને તારો જન્મદિવસ અથવા મેરેજ એનિવર્સરી યાદ ન રહે તો મોં ન ચડાવશો બલકે તેમને કોઈ પણ બહાને યાદ અપાવવાનો પ્રયત્ન કરો.
પતિના બાહુની પકડમાંથીનીકળવું સહેલું નથી હોતું. એટલે તેનો પ્રયત્ન પણ ન કરો. પતિ જો તમને કિચનમાંથી ખેંચીને તેમની બાથમાં લેવાનો પ્રયત્ન કરે તો તેમને ધક્કો મારીને દૂર ન કરો. બલકે થોડો સમય તેમની પાસે રોકાયા પછી કહો કે હું પહેલાં કામ પતાવી લઉં પછી બંને બેસીને ઘણી બધી વાતો કરીશું. બાથરૂમમાંથી બહાર નીકળતા પતિના ભીના વાળમાં આંગળીઓ ફેરવતાં ધીમેથી કહો કે આજ તમે કંઈક વધારે સારા લાગી રહ્યા છો. બસ, તમારે એટલું જ કહેવાનું છે બીજું બધુ તમે તેમના પર છોડી દો. આ એ ક્ષણ હશે જેને તમે હંમેશા સાચવીને રાખવા ઇચ્છશો.
પતિ અને પત્ની વચ્ચે વિશ્વાસ હોય એ સ્વાભાવિક છે. વિશ્વાસના પાયા પર જ લગ્નની ઈમારત ભી રહી શકે છે. યાદ રાખો કે તમારે આખી જિંદગી આ ઘરમાં વિતાવવાની છે. એટલે પ્રયત્ન કરો કે પતિનો વિશ્વાસ તમારામાં હંમેશા જળવાઈ રહે. વાતે વાતે જૂઠું ન બોલો અથવા તમારા પતિ અથવા સાસુ-સસરાને જૂઠા ન પાડો. જુઠાણું લાંબો સમય સુધી નથી ટકતું.
ઘણી વખત નાની અમથી વાત કે પરેશાની લગ્નજીવન તૂટવાનું કારણ બની જાય છે. એટલે હંમેશા હકારાત્મક વિચારવાનો પ્રયત્ન કરો. હકારાત્મક વિચારો તમારી જિંદગીના મુશ્કેલ દિવસોને પણ સરળ બનાવી દેશે. કેવાંક તમે રાત્રે હંમેશા નાઈટી, ગાઉન કે શોર્ટ્સ તો નથી પહેરતાં? એવું હોય તો ક્યારેક ક્યારેક નાઈટસૂટ, કેપ્રી વગેરે પણ ટ્રાઈ કરો.