Get The App

તહેવારોમાં પારંપરિક પોશાકમાં મહાલતી માનુનીઓ

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
તહેવારોમાં પારંપરિક પોશાકમાં મહાલતી માનુનીઓ 1 - image

નવરાત્રિના નવ દિવસ એક એવો અપવાદ છે કે જ્યારે મુંબઈ, વડોદરા, અમદાવાદ જેવા મહાનગરોની મોડર્ન યુવતીઓ પણ ગામઠી ગુજરાતણ બનવાનું પસંદ કરે છે.

જિન્સ, મીની સ્કર્ટ, ટાઈટ્સ, બ્લાઉઝ વગેરે પહેરતી કન્યાઓ ચણિયાચોળી અને બીજા પરંપરાગત પોશાક પહેરે છે. 

આછા ક્રીમ કલરની ટસર સાડી પર બોર્ડરમાં બ્રાઉન પેઈન્ટિંગ અને બારીક ભરતકામ દ્વારા આખો ભરેલો પાલવ જ્યારે સંપૂર્ણ સ્લીવલેસ બ્લાઉઝમાં કરેલું પેઈન્ટિંગ સાડી સાથે સરસ રીતે મેચ થઈ જાય છે. આછા વ્હાઈટ કલરની સાથે બ્રાઉન કલરનું મેચિંગ આખી સાડીને અલગ જ ગેટઅપ આપે છે. એક જમાનામાં માત્ર સાચી જરી વપરાતી હતી અને સુરત તેનું મોટું ઉત્પાદન કેન્દ્ર હતું. આજે આર્ટિફિશયલ જરી આવી ગઈ છે. અને શાલ, કફતાન, કુરતા વગેરેમાં જરીની સાથે રેશમી દોરા વપરાય છે.

ઉત્તર પ્રદેશમાં ચમકીલા દોરા દ્વારા બ્રોકેડ જેવી ઈફેક્ટ ઉભી કરતાં ભરતકામને તિલ્લા કહે છે. તેમાં ટીકી, સિકવન્સ, સેમી પ્રેશિયસ સ્ટોન્સની ગૂંથણી પણ થાય છે.

બિહાર અને કાશ્મીર બન્ને જગ્યાએ કાશીદા ભરતકામ થાય છે પણ ડિઝાઈન જુદી જુદી હોય છે. મોટાભાગની કાશ્મીરી એમ્બ્રોડરીમાં ફૂલ, ઝાડ વધુ જોવા મળે. પર્શિયન સ્ટાઈલના કાશીદામાં સાહીન ટાંકા વપરાય છે.

કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ કુસતી તરીકે ઓળખાતું ભરતકામ જુદી જુદી રીતે થાય છે. કર્ણાટમાં બ્રાઈટ રેડ, ઓરેન્જ, પર્પલ, ગ્રીન અને ઓરેન્જ દોરાથી પૌરાણિક મહત્વ ધરાવતા તુલસી ક્યારા, રથ અને પ્રાણીઓની આકૃતિ ઉપસાવાય છે. મહારાષ્ટ્રમાં ચોકઠાં કે ત્રિકોણની અંદર પસુ પક્ષીની ડિઝાઈનવાળું ભરતકામ થાય છે.

બંગાળમાં થતા કાથા વર્કમાં કાપડના નકામા, વધેલા ટુકડા વપરાય છે. પ્લેઈન પોત લઈને તેના પર સાદા ટાંકાથી આવા ટુકડા સીવીને જુદી જુદી ડિઝાઈનો ઉભી કરાય છે. જૂના જમાનામાં માત્ર સ્ત્રીઓ જ કાથા વર્ક કરતી અને તેની કિંમત અત્યારે હજારોમાં અંકાય છે.

આખા કપડા પર ઝીણા ઝીણા તારા ટાંક્યા હોય તેવું ભરત એટલે મુકીશ, સાદી ભાષામાં તેને બાદલા વર્ક તરીકે પણ ઓળખાય છે. શરૂઆતમાં સિલ્વર બાદલા છંટાતા (ટંકાતા) હતા. હવે ફેબ્રિકની ડિઝાઈનમાં જ સિલ્વર તાર વણી લઈને મુકીશ વર્ક થાય છે.

ગુજરાતનું કચ્છી ભરત. આભલા વર્ક તો દુનિયાભરમાં જાણીતું છે. આવી જાતજાતની હજારો જાતનાં ભરતકામ આપણે ત્યાં થાય છે. દરેક પેઢી પોતપોતાની રીતે તેમાં ચેન્જ કરતી રહે છે. તમે કેટલી જાતનાં ટીંકા શીખ્યા છો? અને કઈ કઈ જાતની એમ્બ્રોડરીવાળા કપડાં પહેર્યાં છે?