Get The App

લુકિંગ સ્પેશ્યિલ... જરા હટ કે .

Updated: Jun 15th, 2026

GS TEAM

Google News
Google News
લુકિંગ સ્પેશ્યિલ... જરા હટ કે                                          . 1 - image

ટીવીમાં પ્રસારિત થનારી એક જાહેરાતમાં એક યુવાન છોકરી પોતાના બોયફ્રેન્ડને મળવા ખૂબ મહેનતથી તૈયાર થઈ રહી હોય છે. તે પોતાની તિજોરીમાંથી ખૂબસૂરત વન પીસ રેડ કલરનો ડ્રેસ કાઢે છે અને મિરર સામે પોતાની રેગ્યુલર ક્રીમ લગાવવા ઊભી થઈ જાય છે. એટલામાં તેને એક અવાજ સંભળાય છે. ''બોયફ્રેન્ડને મળવા જવું છે અને દ૨૨ોજવાળી ક્રીમ? તેમાં તો તું દરરોજ જેવી જ દેખાઈશ.'' પછી તેને એક અન્ય ક્રીમ લગાવવાની સલાહ મળે છે.

આ રીતે જો તમે પણ કોઈને મળવા કે પછી કોઈ ફંક્શનમાં જાઓ, તો તમે તમારી દરરોજની મેકઅપ કિટથી જરા દૂર જ રહો, કારણ કે જો આવું કરશો, તો તમે પણ દરરોજની જેમ કોમન જ દેખાશો અને પાર્ટીમાં તો કોઈ તમને ખાસ જોશે પણ નહીં.

 શ્વેતા દેખાવે જેટલી સુંદર હતી, તેટલા જ તેના વાળ શુષ્ક અને મૃત હતા. તેના વાળના કારણે તે બિલકુલ પણ એટ્રેક્ટિવ દેખાતી નહોતી, પણ તેને લાગતું હતું કે માત્ર તેની સુંદરતા જ પૂરતી છે. એક દિવસે તેણે ફંક્શનમાં જવા માટે એક ડિઝાઈનર ડ્રેસ ખરીદ્યો. તેની સાથે જ તેણે ફંક્શન માટે મેચિંગ સેન્ડલ અને એરિંગ્સ ખરીદ્યા, પણ હેરસ્ટાઈલના નામે તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા. મેકઅપના નામે તેણે હળવું ફાઉન્ડેશન લગાવીને લિપગ્લોસ લગાવી લીધું.

હવે ફંક્શનમાં શ્વેતાની પ્રશંસા તો કોઈએ ન કરી, પણ તેની જ સાહેલી તનુશ્રીએ ટોકી કે યાર, તને તો ડ્રેસિંગ સેન્સ નથી. આ સાંભળીને શ્વેતાને ખરાબ લાગવું અનિવાર્ય હતું. તેની મિત્ર તનુશ્રીએ પણ તે જ સ્ટાઈલનો સેમ ડ્રેસ પહેરેલો હતો. ફરક માત્ર એટલો હતો કે તેણે એક ખૂબસૂરત હેરસ્ટાઈલ પણ કરાવી હતી. બધા તેની પ્રશંસા કરી રહ્યા હતા. જો તમે પણ શ્વેતાની જેમ વિચારી રહ્યા છો તો તમે પણ આજના જમાનામાં પાછળ રહી જશો.

ઘણીવાર આવી ભૂલ તમારાથી પણ થાય છે, પણ તેમાંથી બહાર નીકળવાના ઘણા વિકલ્પ ઉપલબ્ધ છે. તમે પણ યોગ્ય મેકઅપ અને પ્રોપર હેરસ્ટાઈલથી તમારા લુકને એટ્રેક્ટિવ બનાવી શકો છો.

એક પ્રોગ્રામ દરમિયાન મેકઅપ ડિઝાઈનર રચના અરોરા અને હેરસ્ટાઈલિસ્ટ આરતી ઠાકુરે મેકઅપ અને હેરસ્ટાઈલની અનેક સ્માર્ટ ટિપ્સ જણાવી, જે અહીં તમારા માટે પ્રસ્તુત છે :

બ્રાઈડની મમ્મીની હેરસ્ટાઇલ

મમ્મીના વાળ મોટાભાગે હળવા હોય છે, પણ દુલહનની મમ્મી હોવાથી તેમને પણ સુંદર દેખાવું હોય છે. આ સ્થિતિમાં તે હંમેશાં હેવી હેરસ્ટાઈલની ડિમાન્ડ કરતી હોય છે.

હેવી લુક આપવા માટે સૌ પ્રથમ નીચેની તરફ એક પોનીટેલ બનાવી લો. આગળના વાળ સેક્શનિંગ કરીને તેને છોડી દો અને પાછળની તરફ બેકકોમ્બિંગ કરો. હવે ફ્રૂટના વાળને બેકકોમ્બિંગ કરેલા વાળ સાથે વ્યવસ્થિત ફેલાવો. હવે સારી રીતે પિનિંગ કરો. પોનીમાં સ્ટફિંગ નાખીને તેને પફમાં અંદરની તરફ પિનઅપ કરો. હવે હેરસ્પ્રેથી વાળ સેટ કરતા જાઓ. બાકી રહી ગયેલા સાઈડના વાળને રોલ કરીને તેની પર ફ્લાવર કે એક્સેસરિઝ લગાવો. હળવા હોવાથી જો સામેના વાળમાં ગેપ દેખાય તો તેને ભરવા માટે હેર બિલ્ડર કલર લગાવો. આ પાઉડર ફોર્મમાં હોય છે. આ રીતે તમે ઓછા વાળમાં હેવી હેરસ્ટાઈલ બનાવી શકો છો.

જો તમારા વાળ લાંબા હોય તો તેમાં કેટલીય રીતની હેરસ્ટાઈલ બની જાય છે. તમારે લેડીઝ સંગીત જેવા પ્રોગ્રામમાં સાડી કે ચૂડીદાર પહેરવા છે તો તે માટે વચ્ચે પાંથી પાડીને પાછળ તરફ સિંપલ હાઈ પોની બનાવો અને તેને ગૂંથી લો. આવા ફંક્શનમાં ટ્રેડિશનલ ચોટલો ખૂબ જામશે. આ ચોટલામાં ચમકતી રિબિન ઝિગઝેગ લપેટો અને ડ્રેસના મેચિંગ હેર એક્સેસરિઝ લગાવો, તો તમે જ પાર્ટીની શાન બની જશો. માંગ ટીકો જરૂર લગાવો. તે તમારા લુકને સંપૂર્ણ બદલી નાખે છે. આ હેરસ્ટાઈલમાં સામેની સાઈડના વાળ પર સ્ટિકર લગાવીને પણ આકર્ષક બનાવી શકો છો.

તમે ફ્રંટના વાળ લઈને એક સાઈડ પક બનાવો. પછી ચીનની ઉપર પાછળના વાળ લઈને ૩ સ્વિચ લગાવીને જૂડો બનાવો. હવે નકલી વાળથી તૈયાર ફૂલવાળી એક્સેસરિઝ લગાવો. આ રીતની હેરસ્ટાઈલમાં સાડી અને ગિંગ એરિંગ્સ જરૂર પહેરો. તેનાથી લુક પરફેક્ટ લાગશે.

સાડી અને લાચા સાથે હાઈ બનની સ્ટાઈલ ખૂબ શોભશે. વાળને નવો લુક આપવા માટે સિંપલ જૂડાની જગ્યાએ હાઈ બન બનાવો. તે બનાવવામાં સરળ તો છે જ, સાથે લાંબા સમય સુધી ટકી રહેતી હેરસ્ટાઈલ પણ છે. આ હેરસ્ટાઈલમાં ડાન્સના ઠૂમકા ખૂબ લગાવી શકો છો. તે માટે વાળની ચૂંટ સેક્શનિંગ કરીને બેકકોમ્બિંગ કરીને તેની પર આગળ વાળ અટેચ કરી પિનઅપ કરી દો અને હાથથી સેટ કરતા એક ઊંચો જૂડો બનાવી દો. હવે હેર કલર કે ડ્રેસને ભળતા ફોલ્સ લો. જૂડો બનાવ્યા પછી તેનો ઉપયોગ કરો અને બરાબર સેટ કરો. આખરે હેર એક્સેસરિઝથી સજાવો અને હેરસ્પ્રે કરવાનું ન ભૂલો.

કોઈ ફંક્શનમાં જો તમે ચણિયાચોળી પહેરી રહ્યા છો તો તેની પર ફેન્સી ચોટલાવાળી હેરસ્ટાઈલ બનાવો. યુવતીઓ પર આ હેરસ્ટાઈલ ઘણી સૂટ કરે છે. તે માટે પાંથી પાડીને પાછળના વાળ પર સ્વિચની મદદથી ઊંચો જૂડો બનાવો અને ચોટલાને તેમાં સારી રીતે અટેચ કરી દો, જેથી તે ન નીકળે. આજકાલ બજારમાં પણ એક્સેસરિઝ લાગેલો તૈયાર નકલી ચોટલો મળે છે. તેને જૂડાની આજુબાજુ રોલ કરીને બરાબર પિનિંગ કરો અને બાકીના લટકતા ચોટલાને તમે નગ, સ્ટિકર કે રિબિનથી સજાવી શકો છો. આ હેરસ્ટાઈલ તમારા ડ્રેસ પર ઘણી સૂટ કરશે.

જો તમે પાર્ટીમાં બધા કરતા સારા દેખાવા ઈચ્છો છો, તો પછી ડ્રેસ સાથે હેરસ્ટાઈલ પણ બદલો. હોલ્ટર નેકવાળા ડ્રેસમાં સાઈડ પફ બન બનાવો અને તેને હેર અટેચમેન્ટથી એ રીતે સજાવો કે બધા જોતા રહી જાય. વિશ્વાસ કરો, તમારો આ નવો લુક બધાને ગમશે.

 આજકાલ બધાને ઓફિસ કે કોલેજ જવાની ઉતાવળના કારણે કે પછી પાર્ટીમાં જવું હોય ત્યારે પણ ફટાફટ મેકઅપ જ ગમે છે. હવે પાર્લરમાં પણ કલાકો મેકઅપ કોઈ કરાવતું નથી, બધાને ક્વિક મેકઅપ જ જોઈએ, જેની આ ટિપ્સ છે : 

ફેસ અને ચિન સુધી પહેલા ક્લીડિંગ કરો. પછી ફાઉન્ડેશન કે ક્રીમ બેઝ પ્રાઈમર લગાવો. ત્યારપછી કોમ્પેક્ટ કે ટ્રાન્સલ્યૂમેન્ટ પાઉડર લગાવો. આંખ હાઈલાઈટ કરવા માટે પર્લ શેડોનો આઈશેડો લગાવો. આંખને ડિફાઈન કરવા માટે બ્લેક આઈલાઈનર લગાવો. હવે મસકારા લગાવો. યંગ લુક આપવા માટે ગાલ પર પીચ કે પિંક કલરનું બ્લશઓન લગાવો. પછી લિપગ્લોસ કે લિપસ્ટિક લગાવો.

ચહેરા અને ચિનને ક્લીન કરો. પછી પ્રાઈમર ક્રીમ બેઝ લગાવો. પછી ડાર્ક સર્કલ કે ડાર્ક ટોનને છુપાવવા માટે ડર્માની ડી-પ લગાવો. ત્યારપછી ડી-૩૦ લગાવવા માટે ૧૦ મિનિટ રાહ જુઓ. તેનાથી પિંપલ પેચેજ હળવા કરવામાં મદદ મળશે. ધ્યાન રાખો કે આ ક્રીમ માત્ર ડાર્ક સ્કિન કે કોઈ પેચવાળી જગ્યા પર જ લગાવવાની હોય છે. હવે બ્રશથી ચહેરો બ્લડ કરો, જેથી પરફેક્ટ કવરેજ મળી શકે. પછી બ્લશર લગાવીને ગ્લેંડ કરો. પાઉડર બ્લશરનો ઉપયોગ યોગ્ય રહેશે. હવે આઈલાઈનર અને આઉટફિટ પ્રમાણે આઈશેડો લગાવો અને મસકારાથી આંખને ખૂબસૂરત લુક આપો.

અંતે લિપ બ્રશથી હોઠ પર ડ્રેસનો મેચિંગ કલર એપ્લાય કરો.

સ્કિન પ્રમાણે જ ફાઉન્ડેશન યૂઝ કરો. તેને ફેસની સાથેસાથે લગાવો. ડોક સુધી ફેસની ઉભારવાળી જગ્યાએ કે જ્યાં તમે ઉભાર ઈચ્છો છો ત્યાં ઘેરા રંગનું ફાઉન્ડેશન લગાવો. 

ક્લીઝિંગ મિલ્કથી ફેસ સ્વચ્છ કરો. પછી સ્કિન પ્રમાણે ટોનર લગાવો. ચહેરાને ફ્રેશ અને નેચરલ લુક આપવા માટે કંસીલરનો ઉપયોગ કરો. લાઈટ કંસીલરને આંખની આજુબાજુ લગાવો અને ડાર્ક કંસીલરને ચહેરાના બાકીના ભાગ પર એપ્લાય કરો. તે પછી બાકીનો મેકઅપ થોડો લાઈટ એપ્લાય કરો.